Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે એકવીસમી સદીમાં પહોંચેલી માનવજાતની યાત્રામાં જો કોઈ ખૂટતી કડી હોય તો તે છે"અહિંસા"

આજે મહાવીર જયંતિના સંદર્ભમાં અહિંસા પરમો ધર્મ એ આપણી જૈન અને ભારતીય સંસ્કૃતિનો પરમ મંત્ર યાદ આવી જાય. ખરેખર તો આ મંત્ર અથવા તો કહો કે આ વિચાર એ પ્રત્યેક ભારતીયને પોતાના મૂળ અને કુળ સાથે જોડી આપતો હોવાથી રોજેરોજ આપણા જીવનના પ્રત્યેક કાર્યમાં એ પડઘાવો જોઈએ. ભગવાન મહાવીરે કે એ પૂર્વેના ઋષિઓએ કોઈને કોઈ રીતે અહિંસાને પ્રાધાન્ય આપ્યું છે. એ રીતે ભારતીય સંસ્કૃતિનો ભાતીગળ અને અનોખો પાઠ
આજે એકવીસમી સદીમાં પહોંચેલી માનવજાતની યાત્રામાં જો કોઈ ખૂટતી કડી હોય તો તે છે અહિંસા
આજે મહાવીર જયંતિના સંદર્ભમાં અહિંસા પરમો ધર્મ એ આપણી જૈન અને ભારતીય સંસ્કૃતિનો પરમ મંત્ર યાદ આવી જાય. ખરેખર તો આ મંત્ર અથવા તો કહો કે આ વિચાર એ પ્રત્યેક ભારતીયને પોતાના મૂળ અને કુળ સાથે જોડી આપતો હોવાથી રોજેરોજ આપણા જીવનના પ્રત્યેક કાર્યમાં એ પડઘાવો જોઈએ. ભગવાન મહાવીરે કે એ પૂર્વેના ઋષિઓએ કોઈને કોઈ રીતે અહિંસાને પ્રાધાન્ય આપ્યું છે. એ રીતે ભારતીય સંસ્કૃતિનો ભાતીગળ અને અનોખો પાઠ રચાયો છે. જેનું આપણને ભારે ગૌરવ પણ છે.
ભગવાન મહાવીરે અહિંસાના વિચારને એ પછીના વર્ષોમાં સ્વામી વિવેકાનંદે અને આગળ જતા મહાત્મા ગાંધીએ પોતાના જીવન અને કવન થકી જગતના ચોકમાં ભારતીય અહિંસાના વ્યાપક અર્થની જગતના ચોકમાં રજૂ કર્યો. આજે ચાલી રહેલા યુદ્ધના પડકારો વિશ્વને હચમચાવી રહ્યા છે ત્યારે અહિંસાનો મંત્ર સૌથી વધારે પ્રસ્તુત બન્યો છે.
મહાત્મા ગાંધીએ મન, વચન અને કર્મની અહિંસાનો મહિમા કરીને વિશ્વની અહિંસાએ શબ્દનો વ્યાપક અર્થ કરી બતાવ્યો છે. લોહિયાળ હિંસાની સામે અહિંસાએ અર્થ પણ રોજેરોજના જીવનમાં માણસનો માણસ સાથેનો વ્યવહાર માણસનો અન્ય પ્રાણીઓ સાથેનો વ્યવહાર માણસનો પ્રકૃતિ સાથેનો વ્યવહાર વગેરેમાં પણ સૂક્ષ્મ રીતે અહિંસા સચવાય એવું ભગવાન મહાવીર, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, ઓશો, રજનીશ કે મહાત્મા ગાંધી માનતા હતા અને એ પ્રમાણે જીવતા પણ હતા.
ભારતતો એની આઝાદીની લડતમાં પણ અહિંસાને એક હથિયાર તરીકે સફળ રીતે પ્રયોજીને એક અનોખી મિસાલ દુનિયા સામે મુકી બતાવી છે. લોહીનું લગભગ એક પણ ટીપુ વહાવ્યા વગર દોઢસો થી પણ વધારે વર્ષની ગુલામીની ઝંઝીરોમાંથી માત્ર અહિંસાનું હથિયાર પ્રયોજીને મહાત્મા ગાંધીએ દેશને આઝાદી અપાવવામાં અનોખું અને સફળ નેતૃત્વ પૂરું પાડ્યું છે.
કવિ શ્રી ઉમાશંકર જોશીએ કહ્યું છે તે પ્રમાણે....
"વિશાળે જગ વિસ્તારે એક જ નથી માનવી;
પશુ છે પંખી છે વનની છે વનસ્પતિ"
આ પૃથ્વી ઉપર માત્ર એકલા માણસનો અધિકાર નથી. પ્રાણી,  ગોચર અને અગોચર સમષ્ટિના બધા જ જીવંત અને જેને આપણે નિર્જીવ ગણીએ છીએ તેવા પણ છતાં પોતાની રીતે જીવંત પદાર્થોનો અધિકાર પણ એટલો જ મહત્વનો છે. આજે એકવીસમી સદીમાં પહોંચેલી માનવજાતની યાત્રામાં જો કોઈ ખૂટતી કડી હોય તો તે છે "અહિંસા"
આજના આ દિવસે આપણે સહુ ભગવાન મહાવીરને વંદન કરીને અટકી ન જઈએ પણ તેમણે આપણને આપેલીને શીખવાડેલી અહિંસાના મૂળ વિચારની મીરા તને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ.
Advertisement
Tags :
Advertisement

.