Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહારાષ્ટ્ર પોલિટિકલ ડ્રામા : હું રાજીનામું આપવા તૈયાર છું, મારી કોઈ મજબૂરી નથી, હું કોઈના પર નિર્ભર નથી: ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે ફેસબુક દ્વારા લોકો સાથે લાઈવ વાતચીત કરી. આ લાઈવ દરમિયાન તેમણે કહ્યું કે, અમે કોરોના સંકટનો મજબૂતીથી સામનો કર્યો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હું મારું રાજીનામું તૈયાર કરું છું. એકવાર આ ધારાસભ્યો આવીને કહે કે તેઓ મને સીએમ બનતા જોવા નથી માગતા. આ મારી મજબૂરી નથી. મેં આવા ઘણા પડકારો જોયા છે. અમારી સાથે શિવસેનાના હજારો કાર્યકરો છે. આજે હું કોઈ પડકારથી ડરતો નથી. જેમને લાગે છે કે હુàª
મહારાષ્ટ્ર પોલિટિકલ ડ્રામા   હું રાજીનામું આપવા તૈયાર છું  મારી કોઈ મજબૂરી નથી  હું કોઈના પર નિર્ભર નથી  ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરે ફેસબુક દ્વારા લોકો સાથે લાઈવ વાતચીત કરી. આ લાઈવ દરમિયાન તેમણે કહ્યું કે, અમે કોરોના સંકટનો મજબૂતીથી સામનો કર્યો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હું મારું રાજીનામું તૈયાર કરું છું. એકવાર આ ધારાસભ્યો આવીને કહે કે તેઓ મને સીએમ બનતા જોવા નથી માગતા. આ મારી મજબૂરી નથી. મેં આવા ઘણા પડકારો જોયા છે. અમારી સાથે શિવસેનાના હજારો કાર્યકરો છે. આજે હું કોઈ પડકારથી ડરતો નથી. જેમને લાગે છે કે હું શિવસેનાનું નેતૃત્વ કરી શકતો નથી તો હું શિવસેના પ્રમુખ પદ છોડવા તૈયાર છું.
સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે એકવાર કોંગ્રેસ અને એનસીપી કહે કે તેઓ મને સીએમ તરીકે જોવા નથી માંગતા, તો હું સંમત થઈ શકું છું. આજે સવારે કમલનાથ અને શરદ પવારજીએ ફોન કરીને કહ્યું કે તેઓ મારા પર વિશ્વાસ કરે છે. પણ હવે હું શું કરું? જ્યારે કોઈ પોતાની રીતે કહે છે કે તેઓ મને સીએમ બનતા જોવા નથી માંગતા. જો કોઈ ધારાસભ્યએ મને કહ્યું કે તેઓ મને સીએમ બનતા જોવા નથી માંગતા. તેથી હું સીએમ પદ છોડવા તૈયાર છું. પણ આ માટે સુરત જવાની શું જરૂર હતી? એક તરફ એમ કહેવું કે તેઓ શિવસેના સાથે દગો નથી કરી રહ્યા અને બીજી તરફ એમ કરવું યોગ્ય નથી.
પાછલા કેટલાંક મહિનામાં મારા સ્વાસ્થ્ય સંબંધિત કારણે લોકોને મળી શક્યો ન હતો
શિવસેના ક્યારેય હિંન્દુત્ત્વથી હટી નથી, બંન્ને એક સિક્કાની બે બાજુ છે. હિન્દુત્ત્વ માટે શિવ સેનાએ શું કર્યું તે બધાં જાણે છે. કેટલાંક લોકો વાતો કરી રહ્યાં છે કે આ બાળા સહેબની શિવસેના નથી રહી 2012માં 2014ની ચૂંટણી હિન્દુત્ત્વના મુદ્દે લડીને જ શિવસેનામા 63 વિધાયક ચૂંટાયા હતાં. જે લોકો આ વાત કરી રહ્યાં છે. તેમને આ નવી શિવસેના તરફથી જ નવા મંત્રી પદ મળ્યાં છે. હાલમાં જે વિધાન પરિષદના ચૂંટણી થઇ તેમાં પણ હું હોટલ પર ગયો હતો. કોઇ બાથરુમ માટે પણ જાય તો પણ લોકો અવિશ્વાસ કરે છે. પરંતુ શિવસેનાની આ નિતિ નથી. અમે શિવસેના પ્રમુખને જે વચન આપ્યું તે નિભાવીએ છીએ. જે કોંગ્રેસ અને એન.સી.પી જેની સાથે આપણે  વર્ષોથી લડતા હતા તેમની સાથે પણ આપણે ગયા. 

કુહાડીનો હાથો જે વૃક્ષ માંથી બને છે તેને જ કાપે છે
શરદ પવારે મને મુખ્યમંત્રીની જવાબદારી લેવા માટે કહ્યું મેં કહ્યું તેથી મારી પાસે કોઇ અનુભવ ન હોવાં છતાં મેં આ જવાબદારી લીધી. મારો કોઇ સ્વાર્થ નથી. રાજનીતિમાં આવું કરવું પડે છે. તમે બધાએ મને પ્રશાસનમાં મદદ કરી આજે મને આશ્ચર્ય થાય છે કે જો કોંગ્રેસ કે એન.સી.પી મને મુખ્યમંત્રી પદ પરથી હટવાનું કહે તો સમજાય પણ મને એ નથી સમજાતું કે વિરોધ પક્ષમાં મારી જ પાર્ટીના લોકો છે, મારી પાર્ટીના જ લોકોને મારી સત્તા નથી જોઇતી તમારે મારી સામે આ કહેવું જોઇએ, તે માટે સુરત જવાની જરુર નથી, મને સત્તામાં મુખ્યમંત્રી પદ પર જબરદસ્તી બેસવાનો કોઇ મોહ નથી. એક કહેવત છે કે કુહાડીનો હાથો જે વૃક્ષ માંથી બને છે તેને જ કાપે છે. અહી પણ આવું જ થાય છે. આનાથી મને દુખ થાય છે. જો શિવસેનાનો કોઇ પણ વિધાયક સામે આવીને માગ કરશે તો હું રાજીનામું તમારા હાથમાં આપીશ , આવી ઘણી  મુશ્કેલી આવી જેનો અમે સરળતાથી સામનો કર્યો જ્યાં સુધી શિવસૈનિકો મારી સાથે છે. મારી કોઇ મજબૂરી નથી . 
 
દેશના ટોચના 5 મુખ્ય પ્રધાનોમાં સામેલ થવાનો મને આશીર્વાદ મળ્યા
હિન્દુત્વ વિના શિવસેના અસ્તિત્વમાં નથી. મેં હોસ્પિટલમાંથી કામ કરવાનું ચાલુ રાખ્યું. 2014 પછી નવી શિવસેનાએ ચૂંટણી જીતી હતી. જનતાની મદદથી મને સીએમ બનવાની તક મળી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જ્યારે કોરોનાનું સંકટ આવ્યું ત્યારે મારી પાસે બહુ અનુભવ નહોતો. તે સમયે જે પણ સર્વે કરવામાં આવ્યા હતા તેમાં દેશના ટોચના 5 મુખ્ય પ્રધાનોમાં સામેલ થવાનો મને આશીર્વાદ મળ્યો હતો. જોકે, આજે હું કોરોના નહીં પણ અન્ય મુદ્દાઓ લઈને આવ્યો છું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અમે ભૂતકાળમાં રામ મંદિરની મુલાકાત લીધી હતી, તે દરમિયાન એકનાથ શિંદે પણ અમારી સાથે હતા. બાળાસાહેબ ઠાકરેના અવસાન પછી અમે 2014ની ચૂંટણી એકલા હાથે લડી અને માત્ર હિંદુત્વના મુદ્દા પર જ સફળતા મેળવી. શિવસેના અને હિન્દુત્વ એક જ સિક્કાની બે બાજુ છે.
મહારાષ્ટ્ર પોલિટિકલ ડ્રામા: ઉદ્ધવ ઠાકરેનું ફેસબુક પર લોકોને સંબોધન
- હું બાળાસાહેબના હિન્દુત્વને આગળ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો છુંઃ ઉદ્ધવ ઠાકરે
- અમે 2014ની ચૂંટણી હિંદુત્વના મુદ્દા પર લડ્યા હતાઃ ઉદ્ધવ ઠાકરે
- ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- અમારી સરકારે કોરોના સંકટનો મજબૂતીથી સામનો કર્યો
- શિવસેના અને હિન્દુત્વ એક જ સિક્કાની બે બાજુ છેઃ ઉદ્ધવ ઠાકરે
Maharashtra Political Drama: મહારાષ્ટ્રમાં મંગળવારથી શરૂ થયેલો હાઈવોલ્ટેજ ડ્રામા બુધવારે પણ ચાલુ રહ્યો હતો. ભાજપના બળવાખોર ધારાસભ્યો સુરતથી ગુવાહાટી પહોંચ્યા છે. તે જ સમયે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ કેબિનેટની બેઠક યોજી હતી. એકનાથ શિંદે (Eknath Shinde) સામે વ્હીપ જારી. એકનાથ શિંદે તેમની સાથે 46 ધારાસભ્યો હોવાનો દાવો કરી રહ્યા છે. તે જ સમયે, સંજય રાઉતે (Sanjay Raut) કહ્યું કે વર્તમાન રાજકીય પરિસ્થિતિ વિધાનસભા ભંગ તરફ આગળ વધી રહી છે. શિંદે જૂથના 34 ધારાસભ્યોએ રાજ્યપાલને પત્ર મોકલીને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
શિવસેનાના નેતા એકનાથ શિંદે (Eknath Shinde: Leader of Shivsena) અને અન્ય બળવાખોર ધારાસભ્યો જેઓ સુરતની લે મેરીડિયન હોટલમાં રોકાયા હતા તેઓ ગુજરાતમાંથી ગુવાહાટી (આસામ) પહોંચ્યા છે. આસામ ભાજપ અને રાજ્ય સરકારની ટોચની નેતાગીરી શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને ગુવાહાટીમાં રહેવાની વ્યવસ્થા કરી રહી હોવાનું માનવામાં આવે છે. ભાજપના ધારાસભ્યો પણ તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. આ કદાચ પહેલીવાર છે કે પક્ષના નેતૃત્વ સામે બળવો કર્યા બાદ પશ્ચિમી રાજ્યના ધારાસભ્યોને પૂર્વોત્તર રાજ્યમાં ખસેડવામાં આવ્યા છે. શિંદેએ પક્ષ સામે બળવો કર્યો અને કેટલાક સાથી ધારાસભ્યો સાથે સુરતમાં ધામા નાખ્યા પછી, શિવસેનાએ મંગળવારે કંઈ અઘટિત ન બને તે માટે તેના ધારાસભ્યોને મુંબઈની હોટલોમાં શિફ્ટ કર્યા.
Advertisement
Tags :
Advertisement

.