Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહારાષ્ટ્ર સરકારના મંત્રીએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, કહ્યું દાઢી વધારવાથી કોઇ પ્રધાનમંત્રી ન બની શકે

મહારાષ્ટ્ર સરકારના મંત્રી સુધીર મુનગંટીવારે દાવો કર્યો હતો કે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર દરમિયાન ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સમૃદ્ધ થયા હતા. રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે  કહ્યું કે દાઢી વધારીને કોઇ પ્રધાનમંત્રી ન બની શકે. સુધીર મુનગંટીવારનું આ નિવેદન રાહુલ ગાંધીના તે નિવેદન બાદ આવ્યું છે, જેમાં તેમણે સંસદ ભવનમાં ગૌતમ અદાણી પર ટિપ્પણી કરી હતી. હિંડનબર્ગ રિપોર્ટને ટાંકીને રાહુલ ગàª
12:20 PM Feb 09, 2023 IST | Vipul Pandya
મહારાષ્ટ્ર સરકારના મંત્રી સુધીર મુનગંટીવારે દાવો કર્યો હતો કે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર દરમિયાન ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સમૃદ્ધ થયા હતા. રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે  કહ્યું કે દાઢી વધારીને કોઇ પ્રધાનમંત્રી ન બની શકે. સુધીર મુનગંટીવારનું આ નિવેદન રાહુલ ગાંધીના તે નિવેદન બાદ આવ્યું છે, જેમાં તેમણે સંસદ ભવનમાં ગૌતમ અદાણી પર ટિપ્પણી કરી હતી. હિંડનબર્ગ રિપોર્ટને ટાંકીને રાહુલ ગાંધીએ મંગળવારે લોકસભામાં આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ ગૌતમ અદાણીની સંપત્તિ આસમાને પહોંચી હતી.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે 2014માં બીજેપી સત્તામાં આવ્યા બાદ ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર ઉદ્યોગપતિઓની યાદીમાં 609મા નંબરથી બીજા નંબર પર આવી ગયા હતા. રાહુલ ગાંધીના આ આરોપ પર ભાજપે તીખી પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે આરોપો પાયાવિહોણા છે અને તેમના દાવાને સમર્થન આપવા માટે કોંગ્રેસના નેતા પાસેથી પુરાવાની માંગ કરી છે. હવે મહારાષ્ટ્ર સરકારના મંત્રી મુનગંટીવારે કહ્યું કે મને લાગે છે કે દાઢી વધારીને કોઈ વડાપ્રધાન બની શકતું નથી, આ માટે વ્યક્તિએ પોતાની સમજ વધારવી પડશે. તેમણે કહ્યું કે જ્યારે તમે અદાણી વિશે વાત કરો છો, ત્યારે તમને ખબર નથી કે કોની સરકારમાં અદાણી સમૃદ્ધ બન્યા.
ભાજપના નેતાએ કહ્યું કે 1993માં જ્યારે ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કોંગ્રેસની સરકાર હતી, જ્યારે આપે અદાણીને 10 પૈસા પ્રતિ ચોરસ મીટરના દરે જમીન આપી હતી. છબીલદાસ મહેતા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મુન્દ્રા પોર્ટનું કામ ગૌતમ અદાણીને આપવામાં આવ્યું હતું. ભાજપ નેતાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અદાણી વિશે જુઠ્ઠાણું ફેલાવી રહી છે. જણાવી દઈએ કે સુધીર મુનગંટીવાર મહારાષ્ટ્રના કસ્બા પેઠ વિધાનસભામાં પ્રચાર કરવા પહોંચ્યા હતા, જ્યાં 26 ફેબ્રુઆરીએ પેટાચૂંટણી યોજાવાની છે.
જ્યારે સુધીર મુનગંટીવારને મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં કથિત નારાજગી અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમારું કામ સત્તા માટે નથી, અમારું કામ સત્ય માટે કામ કરવાનું છે. અમે ધર્મ માટે કામ કરીએ છીએ અને અધર્મ માટે નહીં. અમારું કામ લોકોના વિકાસ માટે કામ કરવાનું છે તેમને છેતરવાનું નહીં. મહાવિકાસ અઘાડીમાં કથિત નારાજગી અંગે ભાજપે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચોઃ  સંસદમાં PM મોદી ખાસ બ્લુ જેકેટ પહેરેલા જોવા મળ્યા, બે દિવસ પહેલા જ મળી છે ગીફ્ટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
beardGujaratFirstMaharashtragovernmentMinisterPrimeMinisterrahulgandhi
Next Article