મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો મોટો નિર્ણય, જોન્સન બેબી પાઉડરનું ઉત્પાદન લાયસન્સ રદ
મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મુંબઈના મુલુંડમાં જ્હોન્સન એન્ડ જોન્સન પ્રાઈવેટ લિમિટેડના જ્હોન્સન બેબી પાવડરનું ઉત્પાદન લાઇસન્સ રદ કર્યું છે. પુણે અને નાસિકમાં લેવાયેલા પાવડરના નમૂનાઓ સરકાર દ્વારા વેરિફાઈ કરતા ગુણવત્તામાં ફેલ થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બેબી પાઉડર બનાવતી ખ્યાતનામ કંપની જોનસન એન્ડ જોનસને ઓગસ્ટ 2022માં કહ્યું હતુ કે, વર્ષ 2023થી તે ટેલ્કમ પાઉડરનું ઉત્પાદન બંધ કરી દેશે કંપની તરફથી કહેવાયુ છે કે, તે ટેલ્કમ પાઉડરનું ઉત્પાદનના કારણે થનારા કેસોથી પરેશાન થઈ ચુક્યા છે. એટલા માટે તેમણે આવો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઈએ કે, કંપનીએ અમેરિકા અને કેનેડામાં ટેલ્કમ પાઉડરનું ઉત્પાદન પહેલાથી જ બંધ કરી દીધું છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીની બેબી પાઉડરથી કેન્સર થતું હોવાનો આરોપ લાગી ચુક્યા છે. તેના કારણે કંપનીને લાંબી કાયદાકીય લડાઈ લડવી પડશે. કેન્સરની આશંકાવાળો રિપોર્ટ સામે આવવા પર કંપનીના ઉત્પાદન વેચાણમાં પણ ખૂબ ઘટાડો જોવા મળ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની હવે ટેલ્ક બેસ્ડ પાઉડરની જગ્યા સ્ટાર્ચ પર આધારિત પાઉડરનું ઉત્પાદન કરશે.