Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સાળા સાથે જોડાયેલા ગ્રૂપ પર EDની મોટી કાર્યવાહી, 11 ફ્લેટ કર્યા સીલ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર પાટણકર સાથે જોડાયેલા ગૃપ સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ થાણે એપાર્ટમેન્ટના 11 ફ્લેટ સીલ કર્યા છે. EDના કહેવા મુજબ આ ફ્લેટની કિંમત 6.45 કરોડ છે. EDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે મુંબઈ નજીક થાણે સ્થિત શ્રી સાંઈબાબા હોમ નિમરુધિ પ્રાઈવેટ લિમિટેડના નીલાંબરી પ્રોજેક્ટમાં 11 રહેણાંક ફ્લેટને અટેચ કરવા àª
03:57 PM Mar 22, 2022 IST | Vipul Pandya

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર પાટણકર સાથે
જોડાયેલા ગૃપ સામે મોટી કાર્યવાહી કરી છે.
EDએ થાણે એપાર્ટમેન્ટના 11 ફ્લેટ સીલ કર્યા છે. EDના કહેવા મુજબ આ ફ્લેટની કિંમત 6.45 કરોડ છે. EDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે મુંબઈ નજીક થાણે સ્થિત શ્રી
સાંઈબાબા હોમ નિમરુધિ પ્રાઈવેટ લિમિટેડના નીલાંબરી પ્રોજેક્ટમાં
11 રહેણાંક ફ્લેટને અટેચ કરવા માટે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કામચલાઉ આદેશ જારી કર્યો છે. તે જણાવે છે કે ઠાકરેની પત્ની
રશ્મિના ભાઈ શ્રીધર માધવ પાટણકર શ્રી સાંઈબાબા ગૃહનિરુડી પ્રાઈવેટ લિમિટેડની
માલિકી ધરાવે છે અને તેનું નિયંત્રણ કરે છે.

Tags :
edGujaratFirstPatankarSanjayRauttookmajoractionagainstthegroupEDUddhavthakrey
Next Article