અમદાવાદના પરિવારનું મહાદાન, 6 વ્યકતીઓને મળશે નવજીવન !
અમદાવાદના બોપલ ખાતે રહેતા નિશાંતભાઇ મહેતાને અકસ્માત બાદ બ્રેન ડેડ જેવી સ્થિતી થતાં તેમના પરિવારે ધૂળેટીના દિવસે હિંમતભર્યો નિર્ણય કર્યો હતો અને અંગદાન કરીને 6 વ્યકતીઓને નવજીવન આપ્યું હતું. અમદાવાદના બોપલ ખાતે રહેતા નિશાંતભાઈ મહેતાનો અકસ્માત થતાં બોપલ ખાતેની BITC Super speciality hospital માં શુક્રવારે 18 માર્ચે દાખલ કરવામાં આવ્યા હતા, જયાં તેમની બ્રેન ડેડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ તે
અમદાવાદના બોપલ ખાતે રહેતા નિશાંતભાઇ મહેતાને અકસ્માત બાદ બ્રેન ડેડ જેવી સ્થિતી થતાં તેમના પરિવારે ધૂળેટીના દિવસે હિંમતભર્યો નિર્ણય કર્યો હતો અને અંગદાન કરીને 6 વ્યકતીઓને નવજીવન આપ્યું હતું.
અમદાવાદના બોપલ ખાતે રહેતા નિશાંતભાઈ મહેતાનો અકસ્માત થતાં બોપલ ખાતેની BITC Super speciality hospital માં શુક્રવારે 18 માર્ચે દાખલ કરવામાં આવ્યા હતા, જયાં તેમની બ્રેન ડેડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ તેમને વધુ સારવાર અર્થે કિડની હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા. જ્યાં બ્રેન ડેડ જાહેર કરતા પરિવાર દ્વારા અંગદાન કરવાનો હિંમત ભર્યો નિર્ણય લેવામાં આવ્યો. નિશાંતભાઈ ના હૃદય , 2 કિડની, લીવર અને 2 આંખો જેવા અંગોનું દાન કરવામાં આવ્યું હતું. જેમાંથી હૃદય મુંબઈ ખાતેની રિલાયન્સ હોસ્પિટલ ખાતે ગ્રીન કોરિડોર દ્વારા મોકલાયું હતું જયારે કિડની અને લીવર જેવા અંગોનું ટ્રાન્સપ્લાન્ટ કિડની હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું તેમ કિડની હોસ્પિટલ ના નિયામક વિનીત મિશ્રાએ એક નિવેદન માં જણાવ્યું હતું. પરિવારના આ નિર્ણયથી અનેક લોકોને નવજીવન મળ્યું છે. કિડની હોસ્પિટલ સમગ્ર પરિવાર નું આજીવન આભારી રહેશે તેમ ડો મિશ્રાએ જણાવ્યું હતું.
Advertisement