Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આરાસુરી અંબાજી મંદિર ખાતે 30 હજાર દીવડાંની મહાઆરતીનું આયોજન, જુઓ વિશેષ આરતી

શરદ પૂનમના દિવસે અંબાજી મંદિર ખાતે આજે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 30હજારથી વધુ દીવડાથી માઇ ભકતોએ આરતીનો લ્હાવો લીધો હતો, રાજ્યના ગૃહમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં આ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. નિજ મંદિરથી ચાચરચોક માતાજીની ભક્તિમાં તરબોળ થયું હતું.મહાઆરતીના આયોજન દ્વારા શરદોત્સવની ઉજવણીપવિત્ર શક્તિપીઠ અને યાત્રાધામ અંબાજીમાં આસો સુદ નવરાત્રિનું અને
આરાસુરી અંબાજી મંદિર ખાતે 30 હજાર દીવડાંની મહાઆરતીનું આયોજન  જુઓ વિશેષ આરતી

શરદ પૂનમના દિવસે અંબાજી મંદિર ખાતે આજે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 30હજારથી વધુ દીવડાથી માઇ ભકતોએ આરતીનો લ્હાવો લીધો હતો, રાજ્યના ગૃહમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં આ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. નિજ મંદિરથી ચાચરચોક માતાજીની ભક્તિમાં તરબોળ થયું હતું.

Advertisement


મહાઆરતીના આયોજન દ્વારા શરદોત્સવની ઉજવણી
પવિત્ર શક્તિપીઠ અને યાત્રાધામ અંબાજીમાં આસો સુદ નવરાત્રિનું અનેરું મહત્વ છે. નવરાત્રિના પવિત્ર દિવસોમાં રાજ્યના ખૂણેખૂણેથી માઇભક્તો માઁ અંબાના દર્શનાર્થે આવતા હોય છે. સાથે  શક્તિપીઠ અંબાજી ખાતે દર પૂનમે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે જેમાં સવારે મંગળા આરતી અને સાંય આરતીનું પણ અનેરો લ્હાવો હોયછે. ત્યારે આજે માતાજીના ચરણોમાં શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ અને મહાત્મ્ય રહેલું છે. આ દિવસે દેશભરમાંથી માઇભક્તો મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે, . ત્યારે શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાને રાખી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શરદ પૂનમના દિવસે મહાઆરતીના આયોજન દ્વારા શરદોત્સવની ઉજવણી કરવામાં આવી છે.

અંબાજી માહાઆરતીમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયાં

મહાઆરતીના નિમિત્તે ચાચર ચોક, ગબ્બર તળેટી, તથા મંદિર આસપાસના વિસ્તારમાં શ્રદ્ધાળુઓ હાથમાં દિવા લઈ મહાઆરતીમાં જોડયા હતાે.  રાત્રે 8 વાગ્યે આયોજીત મહાઆરતીમાં અંદાજીત 30 હજાર જેટલાં શ્રધ્ધાળુઓ (માઇભક્તો)ભાગ લઈ મા અંબાની આરતી ઉતારી હતી. 



Tags :
Advertisement

.