Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંધારામાં માફિયાઓ રૂંધે છે શહેરીજનોનો શ્વાસ, સ્થાનિકોની અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન

પ્રદૂષણના પાપીઓ સામે ગુજરાત ફર્સ્ટની ઝૂંબેશઅમદાવાદના ચંડોળા તળાવમાં માફિયા બેફામમધરાતે પ્રદૂષણ માફિયાઓ વચ્ચે પહોંચ્યું ગુજરાત ફર્સ્ટમધરાતે ગુજરાત ફર્સ્ટની ટીમનું જાંબાઝ રિપોર્ટિંગકોપર તાર માટે અમદાવાદની હવા કરે છે ઝેરીચંડોળા તળાવ મધ્યે રાત્રિ દરમિયાન લગાવે છે આગઅંધારામાં માફિયાઓ રૂંધે છે શહેરીજનોનો શ્વાસકોપર તાર માટે અમદાવાદવાસીઓના રૂંધે છે શ્વાસસ્થાનિકોની અનેક àª
અંધારામાં માફિયાઓ રૂંધે છે શહેરીજનોનો શ્વાસ  સ્થાનિકોની અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
  • પ્રદૂષણના પાપીઓ સામે ગુજરાત ફર્સ્ટની ઝૂંબેશ
  • અમદાવાદના ચંડોળા તળાવમાં માફિયા બેફામ
  • મધરાતે પ્રદૂષણ માફિયાઓ વચ્ચે પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ
  • મધરાતે ગુજરાત ફર્સ્ટની ટીમનું જાંબાઝ રિપોર્ટિંગ
  • કોપર તાર માટે અમદાવાદની હવા કરે છે ઝેરી
  • ચંડોળા તળાવ મધ્યે રાત્રિ દરમિયાન લગાવે છે આગ
  • અંધારામાં માફિયાઓ રૂંધે છે શહેરીજનોનો શ્વાસ
  • કોપર તાર માટે અમદાવાદવાસીઓના રૂંધે છે શ્વાસ
  • સ્થાનિકોની અનેક રજૂઆત છતાં તંત્ર હજુ ઉંઘમાં
  • GPCB, પોલીસ અને કોર્પોરેશન નથી લેતું પગલાં
  • નરી આંખે દેખાય છે આગ છતાં પેટ્રોલિંગ પર સવાલ
  • જવાબદાર અધિકારીઓ નથી આપતા જવાબ
જે નદીને આપણા દેશમાં માતા તરીકે પૂજવામાં આવે  છે તેની આજે એવી હાલત છે કે નજીકથી નીકળ્યા હોય તો તમારે નાક બંધ કરવાની જરૂર પડે. નદીઓમાં થઇ રહેલા પ્રદૂષણને લઇને તંત્ર દ્વારા અવાર-નવાર શુદ્ધિકરણના કાર્યક્રમ ચલાવવામાં આવે છે પરંતુ હવે લાગે છે કે તે પણ માત્ર કાગળ પર જ રહે છે. રાજ્યની સાબરમતી નદીની જ જો વાત કરીએ તો તે દેશની સૌથી પ્રદૂષિત નદીઓમાં બીજા નંબરે છે. એક તરફ અમદાવાદીઓ પ્રદૂષિત નદીઓથી પરેશાન થઇ રહ્યા છે તો બીજી અમદાવાદના ચંડોળા તળાવમાં અમુક અસમાજીક તત્વો દ્વારા શહેરના લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફો પડે તેવા કાર્ય મધરાત્રીએ કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદીઓની હેલ્થ સાથે રોજ થાય છે ચેડા
ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યારે અમદાવાદના ચંડોળા તળાવ પાસે પહોંચી ત્યારે એક એવો નજારો જોવા મળ્યો કે જે સ્થાનિક લોકો માટે મોટી વાત નથી પરંતુ શહેરીજનો માટે તેમની હેલ્થ સાથે ચેડા થઇ રહ્યા હોય તેવી બાબત છે. અમદાવાદનું આ એક સળગતું તળાવ કે જ્યા પ્રદૂષણ માફિયાઓ રોજ કાળુ કામ કરતા હોય છે. વાત અહીં ચંડોળા તળાવની થઇ રહી છે જ્યા રોજ રાત્રિના સમયે વાયરમાંથી કોપર છૂટુ પાડવા માટે લવાય છે. આગના કારણે ધુમાડા શહેરને ઘેરી વળે છે અને રાત્રિના અંધારામાં આ નરાધમો શહેરીજનોનો શ્વાસ રુંધી દે છે. 
તંત્રના આંખા આડા કાન
વળી અનેક વખત સ્થાનિક લોકો દ્વારા આ બાબતે કોર્પોરેશન, સ્થાનિક પોલીસ અને જીપીસીબીને જાણ કરી છે. તેમ છતા તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી. જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. બીજી તરફ સ્થાનિકોનું કહેવું છે કે, જે અમે કમાઈએ છીએ તે દવામાં જ ખર્ચ થઇ જાય છે. આ અંગે જવાબદાર અધિકારીઓ પણ સ્થાનિકોની રજૂઆતને ગંભીરતાથી નથી લઇ રહ્યા. તેઓ સરખી રીતે જવાબ પણ આપતા નથી. આખી રાત ચાલતી આ આગ નરી આંખે દેખાઇ આવે છે તેમ છતા પણ જો કોઇ પગલા ન લેવાય તો એ સ્પષ્ટ છે કે તંત્રની રહેમ નજર હેઠળ જ આ નરાધમો પોતાના મનસુબા કાયમ કરી રહ્યા છે.
મધરાત્રિએ ચંડોળા તળાવ પાસે પહોંચી ગુજરાત ફર્સ્ટની ટીમ
ગુજરાત ફર્સ્ટની ટીમ મધરાત્રિએ ચંડોળા તળાવ પાસે પહોંચી, જ્યા પ્રદૂષણ માફિયાઓ રોજની જેમ પોતાનું કાર્ય કરી રહ્યા હતા. અહીં આ માફિયાઓ દ્વારા શહેરીજનોના હેલ્થ સાથે ચેડા કરવામાં આવે છે જેનું ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર ઉમંગ રાવલ દ્વારા સંપૂર્ણ રિપોર્ટિગ કરવામાં આવ્યું હતું. આપને જણાવી દઇએ કે, આ કોઇ સામાન્ય વાત નથી, અહીં અડધી રાત્રિએ પહોંચવું કોઇ પણને મોટી મુશ્કેલીમાં મુકી શકે છે. ત્યારે ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર ઉમંગ રાવલ, કેમેરામેન અંકિત દવે, આ સાથે આતિફ સૈયદ જીવના જોખમે શહેરીજનોના શ્વાસ સાથે ચેડા કરતા માફિયાઓનો પર્દાફાશ કરવા પહોંચ્યા હતા. જ્યા તેમને નજર આવ્યું કે, અહીં આ માફિયાઓ કોઇ જ ડર વિના શહેરને પ્રદૂષિત કરી રહ્યા છે. 
દેશમાં સૌથી પ્રદૂષિત નદીઓમાં સાબરમતી નદી બીજા ક્રમે
રાજ્યમાં સાબરમતી નદી જ નહીં એ સિવાય CPCB ના રિપોર્ટમાં ગુજરાતની અન્ય 12 નદીઓનો પણ સમાવેશ થયો છે. જેમાં, ભાદર, જેતપુર (258.6 I), અમલખાડી સાથે, અંકલેશ્વર, (49.0 I), ભોગાવો, સુરેન્દ્રનગર (6.0 V), ભુખી ખાદી, વાગરા (3.9 V), દમણગંગા કાચીગાંવ અને ચાણોદ (5.3 V), ધાદર, કોઠાડા (33.0 I), ખારી, લાલી ગામ (195.0 I), માહી કોટના, મુજપુર (12.0 III), મિંધોલા , સચિન (28.0 II), શેઢી, ખેડા (6.2 IV), તાપી , નિઝર (3.4 વી), વિશ્વામિત્રીનો સમાવેશ થયો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.