23 વર્ષ જુના કેસમાં મુખ્તાર અંસારીને 5 વર્ષની સજા, બે દિવસ પહેલા 7 વર્ષની સજા થઈ હતી
વર્ષ 1999માં હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના કેસમાં બાહુબલી માફિયા મુખ્તાર અંસારી (Mukhtar Ansari) ગેંગસ્ટર કેસમાં દોષીત સાબિત થયો છે. મુખ્તાર અંસારીને 5 વર્ષની જેલ અને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હાઈકોર્ટની લખનૌ બેન્ચે પણ મુખ્તાર અંસારીને ગેંગસ્ટર એક્ટ (Gangster Act) હેઠળ 23 વર્ષ જૂના કેસમાં દોષિત ઠેરવ્યો છે. સરકારી વકિલ રાવ નરેન્દ્ર સિંહ પ્રમાણે રાજ્ય સરકારે મુખ્તારને આ મામàª
Advertisement
વર્ષ 1999માં હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના કેસમાં બાહુબલી માફિયા મુખ્તાર અંસારી (Mukhtar Ansari) ગેંગસ્ટર કેસમાં દોષીત સાબિત થયો છે. મુખ્તાર અંસારીને 5 વર્ષની જેલ અને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હાઈકોર્ટની લખનૌ બેન્ચે પણ મુખ્તાર અંસારીને ગેંગસ્ટર એક્ટ (Gangster Act) હેઠળ 23 વર્ષ જૂના કેસમાં દોષિત ઠેરવ્યો છે. સરકારી વકિલ રાવ નરેન્દ્ર સિંહ પ્રમાણે રાજ્ય સરકારે મુખ્તારને આ મામલે ટ્રાયલ કોર્ટે છોડી મુકવાના આદેશને પડકાર્યો હતો. જસ્ટિસ દિનેશ કુમાર સિંહની સિંગલ બેન્ચે રાજ્ય સરકારની અપીલ પર આ નિર્ણય સંભળાવ્યો છે.
જેલરને ધમકી આપવાના કેસમાં પણ સજા પડી
હજુ બે દિવસ પહેલા જેલરને ધમકી આપવાના કેસમાં મુખ્તાર અંસારીને અલ્હાબાદ હાઈકોર્ટની (Allahabad HighCourt) લખનૌ બેંચે 7 વર્ષની સજા ફટકારી હતી. આ સાથે કોર્ટે તેને 25 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. આ નિર્ણય લખનૌ બેંચના સિંગલ બેંચના જજ દિનેશ કુમાર સિંહે પણ સંભળાવ્યો હતો. વર્ષ 2003માં જ્યારે મુખ્તાર અંસારી જેલમાં હતો ત્યારે તેણે જેલરને મારી નાખવાની ધમકી આપી હતી. મુખ્તાર અંસારી હાલ ઉત્તરપ્રદેશની (Uttarpradesh) બાંદા જેલમાં બંધ છે.
40થી વધારે કેસ, ગૌરવશાળી પારિવારિક ઈતિહાસ
ઉત્તર પ્રદેશના મઉથી સતત 5 વખત વિધાનસભાની સીટ જીતનાર બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારી છેલ્લા 13 વર્ષથી જેલમાં બંધ છે અને તેના પર 40થી વધુ કેસ નોંધાયેલા છે. મુખ્તાર અંસારી ભલે પૂર્વાંચલના માફિયા ડોન તરીકેની છાપ ધરાવે છે તેમના પરિવારનો ઇતિહાસ ખૂબ જ ગૌરવશાળી છે. 30 જૂન 1963ના રોજ ગાઝીપુર, ઉત્તર પ્રદેશમાં જન્મેલા મુખ્તારના દાદા ડો.મુખ્તાર અહેમદ અંસારી સ્વતંત્રતા સેનાની હતા. જ્યારે મુખ્તાર અંસારીના દાદા બ્રિગેડિયર ઉસ્માન આર્મીમાં હતા અને તેમની બહાદુરી માટે તેમને મહાવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપ સત્તામાં આવી અને તે બાદથી પૂર્વાંચલમાં પોતાનો દબદબો ધરાવતા આ નેતા મુખ્તાર અંસારીની મુશ્કેલીઓ વધતી જોવા મળી.
કરોડની સંપત્તિ પર સરકારનો શિકંજો
મુખ્તાર અંસારીની (Mukhtar Ansari) 527 કરોડથી વધુની સંપત્તિ પર સરકારે સકંજો કસ્યો છે. સરકારે ગેંગસ્ટર એક્ટ હેઠળ માફિયાઓ અને તેના નજીકના સહયોગીઓની 246 કરોડ 65 લાખ 90 હજાર 939 રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આશરે રૂ. 281 કરોડની મિલકતોને ગેરકાયદે કબ્જામાંથી મુક્ત કરવામાં આવી છે અથવા તો તોડી પાડવામાં આવી છે. મુખ્તાર વિરુદ્ધ દેશભરમાં કુલ 59 કેસ નોંધાયેલા છે, જેમાંથી 20 કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. સરકારે ગેંગના કોન્ટ્રાક્ટ, ટેન્ડર અને ગેરકાયદેસર ધંધા પર કડક કાર્યવાહી કરીને મુખ્તારને 212 કરોડનું આર્થિક નુંકસાન પહોંચાડ્યું છે.