મધ્યપ્રદેશમાં એર ઇન્ડિયાનું વિમાન રનવે પરથી લપસી ગયું, મોટી દુર્ઘટના ટળી, મુસાફરો સલામત
મધ્યપ્રદેશના જબલપુરમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે. 35થી વધુ મુસાફર સવાર એર ઈંડિયાનું વિમાન રન વે પરથી નીચે ઉતરી ગયું હતું. જોકે તમામ મુસાફરો સુરક્ષિત છે. એર ઈંડિયાની ફ્લાઈટ મુસાફરોને લઈને દિલ્હીથી જબલપુર પહોંચી હતી. જબલપુર લેન્ડ થનારી ફ્લાઈટમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. કારણ કે વિમાન લેન્ડીંગ સમયે રનવેથી લપસી ગયું અને બાજુમાં નીચે ઉતરી ગયું હતું.આ દુર્ઘટના જબલà
11:46 AM Mar 12, 2022 IST
|
Vipul Pandya
મધ્યપ્રદેશના જબલપુરમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે. 35થી વધુ મુસાફર સવાર એર ઈંડિયાનું વિમાન રન વે પરથી નીચે ઉતરી ગયું હતું. જોકે તમામ મુસાફરો સુરક્ષિત છે. એર ઈંડિયાની ફ્લાઈટ મુસાફરોને લઈને દિલ્હીથી જબલપુર પહોંચી હતી. જબલપુર લેન્ડ થનારી ફ્લાઈટમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. કારણ કે વિમાન લેન્ડીંગ સમયે રનવેથી લપસી ગયું અને બાજુમાં નીચે ઉતરી ગયું હતું.
આ દુર્ઘટના જબલપુરના ડુમના એરપોર્ટ પર બની હતી. ફ્લાઈટ રન વેથી ઉતરી ગઈ અને એર સ્ટ્રિપના કિનારે જમીનમાં ફસાઈ ગઈ હતી. જેના કારણે વિમાનના આગળના ભાગે લેન્ડીંગ ફ્રન્ટ વ્હીલ તૂટી ગયું હતું.
પ્રાથમિક માહિતી અનુસાર, ડુમના એરપોર્ટ પર એર ઈંડિયાની ફ્લાઈટ નંબર E-9167 બેકાબૂ થતાં રન વેથી લપસી જવાના સમાચાર આવ્યા હતા. ખબર મળતા એરપોર્ટ અથોરિટી ઓફ ઈંડિયાના અધિકારી તાત્કાલિક રન વે પર પહોંચ્યા હતા. જોકે વિમાનમાં સવાર મુસાફરને કોઇ નુકસાન થયું નથી. જોકે પણ વિમાન રન વેથી લપસી જવાના કારણે આ તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.મધ્યપ્રદેશના જબલપુરમાં એરપોર્ટ પર એર ઈંડિયાનું વિમાન રન વે પરથી ઉતરી ગયું હતું.
Next Article