Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વાંકાનેરના માટેલ ખોડિયાર ધામ ખાતે માં ખોડલના જન્મદિવસની ઉજવણી : વાંચો આઇ ખોડીયારની ગાથા

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ ધામ (Matel Dham) ભક્તિ અને આસ્થાનું અનેરૂ પ્રતીક છે જ્યાં મા ખોડિયાર ના બેસણા છે વિશ્વભરમાંથી લોકો ત્યાં દર્શનાર્થે આવે છે અને તેઓની મનોકામના પૂર્ણ થતા ભક્તિભાવ સાથે માતાજીની સ્તુતિ કરે છે જેમા તા. 29 જાન્યુઆરી મહા સુદ આઠમ નવા દિવસેમાં ખોડીયારનો જન્મદિવસ (Khodiyar Mata Birthday) નિમિતે ભક્તોએ પણ માટેલ ધામ ખાતે મોડી રાત્રીના જઈને દર્શન કરી કેક કાપ્યો છે.લોકવાયકàª
વાંકાનેરના માટેલ ખોડિયાર ધામ ખાતે માં ખોડલના જન્મદિવસની ઉજવણી   વાંચો આઇ ખોડીયારની ગાથા
મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ ધામ (Matel Dham) ભક્તિ અને આસ્થાનું અનેરૂ પ્રતીક છે જ્યાં મા ખોડિયાર ના બેસણા છે વિશ્વભરમાંથી લોકો ત્યાં દર્શનાર્થે આવે છે અને તેઓની મનોકામના પૂર્ણ થતા ભક્તિભાવ સાથે માતાજીની સ્તુતિ કરે છે જેમા તા. 29 જાન્યુઆરી મહા સુદ આઠમ નવા દિવસેમાં ખોડીયારનો જન્મદિવસ (Khodiyar Mata Birthday) નિમિતે ભક્તોએ પણ માટેલ ધામ ખાતે મોડી રાત્રીના જઈને દર્શન કરી કેક કાપ્યો છે.
લોકવાયકા
મોરબી જીલ્લામાં વાંકાનેર તાલુકામાં માટેલ ગામ આવેલું છે જ્યાં માં ખોડિયાર સહિત આવળ, બીજબાઈ અને સહિતના ત્રણ બહેનોના બેસણા છે આસિવાય જોગર, તોગર, ગોલાઈ, સોસાઈ લોકવાયકા પ્રમાણે મા ખોડિયાર ભાવનગરના રાજપરા ગામેથી માટેલ ધામ 750 વર્ષ પહેલાં પધાર્યા હતાં તેમજ મા ખોડિયારનું સાચુનામ જાનબાઈ હતું અને તેઓ ભાવનગર જીલ્લાના વલભીપુર પાસેના રોહિશાળાના મૂળ વતની હતા ખોડિયાર માતાજીના માતાનું નામ દેવલબા અને પિતાનું નામ મોમણિયા ચારણ હતું.
શિવજી થયાં પ્રસન્ન
મામણિયા ચારણ એ શિવભક્તિ કરી અને વાજીયા મેણું ભાગવા માટે ઉપાસના કરી જેમાં ભગવાન શિવે પ્રસન્ન થઈ મામણિયા ચારણને પાતાળ લોકની નગદેવતાની સાત પુત્રી અને એક પુત્ર જન્મ લેશે તેવું  વરદાન આપ્યું અને દેવલબા મહસુંદ આઠમના દિવસે આઠ પારણા મુકતા આઠ દીકરી અને એક પુત્રથી ભરાઈ ગયા જેમાં સાત બહેનોના એકના એક ભાઈને ઝેરી સર્પે દંશ આપ્યો જેમાં સૂર્ય ઉગે એ પહેલાથી પાતાળ રાજા પાસેથી અમૃત કુંભ લઈને આવે તો ભાઈનો જીવ બચી જાય આથી જાંનબાઈ આ અમૃત કુંભ લેવા ગયા અને આવતા આવતા સૂર્ય ડૂબવા નો સમય થઈ ગયો ત્યાં બીજા બહેન આવળમાં બોલ્યા કે જાનબાઈ ખોડાઈ તો નથી ગયાને ત્યાં જાનબાઈ કુંભ લઈને ઘરમાં પ્રવેશતાની સાથે જ જાનબાઈનો પગ ખોડાઈ ગયો ત્યાંથી જાનબાઈનું નામ ખોડિયાર પડ્યું હતું મગરની સવારી કરી આવેલા ખોડિયાર માતાજીના અમૃત કુંભથી ભાઈ મેરખિયાનો જીવ બચી ગયો હતો.
માટેલ ધામમાં કરોડો શ્રદ્ધાળુંઓ આવે છે
મા ખોડિયાર માટેલ ધામે વિશ્વ માંથી કરોડો અને લાખો શ્રદ્ધાળુઓ આવે છે જ્યાં ચૈત્રી અને આસો નવરાત્રી અને અષાઢીબીજ ધામ ધૂમથી ઉજવાય છે તેમજ માટેલ મંદિરમાં આવેલ ત્રિશુલ દર વર્ષે એક ઇંચ જેટલું વધે છે સાથે જ માટેલ મંદિરમાં આવેલ વરખડી નું વૃક્ષ પણ માં ખોડીયારની પ્રતીતિ કરાવે છે તો માટેલ ગામે આવેલ માટેલિયો ધરો પણ લોકોમાં આસ્થા અને શ્રદ્ધાનું અનેરું પ્રતીક સમાન આધુનિક યુગમાં ગણવામા આવે છે.
માટેલિયો ધરો
માટેલિયા ઘરામાં ક્યારેય પાણી ખૂટતું નથી અને તળિયું પણ દેખાતું નથી તેમજ આ જ ધરાનું પાણી આખું માટેલ ગામ પીવે છે જેને ગાળ્યા વિના જ પીવાનું હોય છે જો ધરાનું પાણી ગાળવામાં આવે તો તેમાં જીવાત થઈ જાય છે લોકવાયકા પ્રમાણે આ માટેલિયા ધરામાં માતાજીનું સોનાનું મંદિર આવેલું છે અને સોનાંની નથડી પહેરેલ મહાકાય મગર તેની રક્ષા કરે છે આ ધરાની લોકવાયકા થી પ્રભાવિત થઈને એક સમયના મુગલ બાદશાહે નવ હજાર નવસો  નવ્વાણું કોષ ( પાણી કાઢવાના મશીનો ) મૂકી ધરામાંથી પાણી ઉલેચી નાખ્યું હતું બાદમાં સોનાના મંદિરનું ઉપરનું શીખરનું એક ઈંડુ દેખાતા જ  ખોડિયાર માતાજીએ તેના ભાણેજ ને બોલાવતાનની સાથે જ ભર ઉનાળે પાણી નો ધસમસતો પ્રવાહ આવ્યો હતો અને ધરામાં પાછું છલોછલ પાણી ભરી તમામ કોષ પાણી માં તણાઇ ગયા હતા.
 
પરચા આપ્યા
માટેલ ધામે ખોડિયાર માતાજીએ અનેક ભાવિ ભક્તોને ડોશીમા બનીને દર્શન આપ્યા ના પરચા હાલ બોલેછે અને વિશ્વના ખૂણે ખૂણેથી લોકો માટેલ ધામે આવ્યા વિના રહેતા નથી માટેલિયા ધરામાં. માતાજીના વાહન મગરના પણ વાર તહેવારે ભાગ્યશાળી ભક્તોને થાય છે સાથે જ એક માનતાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે જેના લીધે લોકો ચાલીને,દંડવત પ્રણામ કરીને જુદી જુદી પ્રકારે માનતાઓ કરવા પણ આવે છે જેથી આજદિન સુધી માટેલ ધામેથી કોઈ ખાલી હાથે પાછું ગયુ નથી.
અન્નક્ષેત્ર અને રહેવાની સુવિધા
માટેલ ધામમાં બહારથી આવતા શ્રદ્ધાળુઓ માટે એક રૂપિયો પણ લીધા વિના ચોવીસ કલાક ભોજનની અને રહેવા માટેની વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે આ તમામ વહીવટ માટેલ ધામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે સાથે જ માટેલની ગૌ શાળામાં 160 જેટલી ગાયો પણ રાખવામાં આવી છે જેમાં તમામ દૂધ ભક્તો ને જ આપવામાં આવે છે 
શ્રદ્ધાળુંઓનો ઘસારો
મોરબીના માટેલ ધામે મા ખોડિયારની સવારની 5.30  વાગ્યે મંગલા આરતી અને સાંજે 7 વાગ્યે સંધ્યા આરતી થાય છે જેમાં ચોખા ઘીની લાપસીની પ્રસાદી માતાજીને ધરાવવામાં આવે છે અને રોજના 1500 થી 2000 લોકો દર્શનાર્થે આવે છે અને ભોજન કરે છે ત્યારે મા ખોડિયાર અને માટેલ ધરાને પણ પ્રસાદી સ્વરૂપે લઈને અને ધન્યતા અનુભવે છે ત્યારે આજે ખોડીયાર માતાજીના જન્મદિવસ પર ભક્તોમાં પણ ઉત્સાહ અને હર્ષની લાગણી જોવા મળી હતી જેને લીધે ભક્તો મોડી રાત્રિથી જ દર્શનાર્થે આવવા માંડ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.