Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા Lucile Randon હવે નથી રહી, 118 વર્ષની વયે થયું નિધન

વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ હવે આ દુનિયામાં નથી. વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા લ્યુસિલ રેન્ડનનું 118 વર્ષની વયે અવસાન થયું છે. ફ્રેન્ચ મહિલા રેન્ડન સિસ્ટર આન્દ્રે તરીકે પણ જાણીતી હતી અને તેનો જન્મ 11 ફેબ્રુઆરી 1904ના રોજ થયો હતો.ટુલોનના નર્સિંગ હોમમાં અંતિમ શ્વાસ લીધાવિશ્વની સૌથી વૃદ્ધ સાધ્વી, ફ્રેન્ચ નન લુસિલ રેન્ડનનું મંગળવારે 118 વર્ષની વયે અવસાન થયું. પ્રવક્તા ડેવિડ તાવેલાએ જણાવ્યું àª
વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા lucile randon હવે નથી રહી  118 વર્ષની વયે થયું નિધન
વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ હવે આ દુનિયામાં નથી. વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા લ્યુસિલ રેન્ડનનું 118 વર્ષની વયે અવસાન થયું છે. ફ્રેન્ચ મહિલા રેન્ડન સિસ્ટર આન્દ્રે તરીકે પણ જાણીતી હતી અને તેનો જન્મ 11 ફેબ્રુઆરી 1904ના રોજ થયો હતો.

ટુલોનના નર્સિંગ હોમમાં અંતિમ શ્વાસ લીધા
વિશ્વની સૌથી વૃદ્ધ સાધ્વી, ફ્રેન્ચ નન લુસિલ રેન્ડનનું મંગળવારે 118 વર્ષની વયે અવસાન થયું. પ્રવક્તા ડેવિડ તાવેલાએ જણાવ્યું હતું કે તેણે ટુલોનના નર્સિંગ હોમમાં અંતિમ શ્વાસ લીધા હતા અને ઊંઘમાં મૃત્યુ પામ્યા હતા. પ્રવક્તાએ કહ્યું કે આ ખૂબ જ દુ:ખદ ઘટના  છે, તે તેના પ્રિય ભાઈને મળવાની તીવ્ર ઈચ્છા ધરાવતી હતી . જો કે તેમના માટે આ મોક્ષ છે.
 
ત્રણ ભાઈઓની  એક માત્ર બહેન હતા 
રેન્ડનનો જન્મ ન્યુયોર્કમાં થયો હતો. દક્ષિણના શહેર અલ્સેસમાં રહેતા ત્રણ ભાઈઓની  એક માત્ર બહેન તરીકે  પ્રોટેસ્ટન્ટ પરિવારમાં ઉછરી હતી. તેમણે તેમના 116મા જન્મદિવસ પર એએફપીને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે તેમના બે ભાઈઓનું પરત ફરવુંએ તેમની સૌથી પ્રિય યાદોમાંથી એક છે. 

અગાઉ જાપાનની કેન તનાકા વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા હતી
અગાઉ જાપાનની કેન તનાકા વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા હતી, જેનું ગયા વર્ષે 119 વર્ષની વયે અવસાન થયું હતું. તે પૃથ્વી પર સૌથી લાંબુ આયુષ્ય ધરાવતી મહિલા હતી. એપ્રિલ 2022માં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે સત્તાવાર રીતે તેમને સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકે માન્યતા આપી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.