ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આવતીકાલે એલઆરડીની પરીક્ષા, જાણો તંત્રએ કેવા નિર્ણયો લીધા

આવતીકાલે રાજયમાં એલઆરડીની લેખિત પરીક્ષાનું આયોજન કરાયું છે. પરીક્ષા માટે 2 લાખ 95 હજાર ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા છે અને રાજયના 954 સેન્ટર પર પરીક્ષા લેવામાં આવશે.આ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. ઉમેદવારોની હાજરીમાં ઓએમઆર શીટ પેક કરાશે આઇપીએસ અધિકારી હસમુખ પટેલે શનિવારે લોક રક્ષક દળની લેખિત પરીક્ષા અંગેની તૈયારીઓની માહિતી આપતા કહ્યું કે પરીક્ષા કેન્દà«
11:36 AM Apr 09, 2022 IST | Vipul Pandya
આવતીકાલે રાજયમાં એલઆરડીની લેખિત પરીક્ષાનું આયોજન કરાયું છે. પરીક્ષા માટે 2 લાખ 95 હજાર ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા છે અને રાજયના 954 સેન્ટર પર પરીક્ષા લેવામાં આવશે.આ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. 
ઉમેદવારોની હાજરીમાં ઓએમઆર શીટ પેક કરાશે 
આઇપીએસ અધિકારી હસમુખ પટેલે શનિવારે લોક રક્ષક દળની લેખિત પરીક્ષા અંગેની તૈયારીઓની માહિતી આપતા કહ્યું કે પરીક્ષા કેન્દ્રમાં જ ઉમેદવારો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારો મોબાઇલ અને સ્માર્ટ વોચ લઇને જઇ શકશે નહી.  આ ઉપરાંત બાયોમેટ્રીકથી જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવી શકાશે. તેમણે વધુમાં કહ્યું કે પ્રત્યેક પરીક્ષા ખંડમાં સીસી ટીવી તથા  આચાર્યની રુમમાં પણ સીસી ટીવી કેમેરા લગાવામાં આવ્યા છે. પરીક્ષા શરુ થતાં પહેલાં ઉમેદવારોને પ્રશ્નપત્ર સીલબંધ છે તેની ખાતરી કરાવી 2 ઉમેદવારોની સહિ લીધા બાદ પ્રશ્નપત્ર ખોલવામાં આવશે. આ વખતે નવો પ્રયોગ પણ કરવામાં આવશે તેમ જણાવતાં હસમુખ પટેલે કહ્યું કે પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોને વર્ગખંડમાં જ ઉભા રખાશે અને તેમની હાજરીમાં જ ઓએમઆર શીટ પેક કરી છે તે દર્શાવાશે અને 2 ઉમેદવારોની સહિ લેવામાં આવશે. 
ગરબડ કરનારા સામે કડક કાર્યવાહી 
તેમણે કહ્યું કે ગેરિરીતીની કોઇને તક ના મળે તેનું સંપૂર્ણ ધ્યાન રખાયું છે. સાથે સાથે  ઉમેદવારો સાથે સારો વ્યવહાર કરવાની પણ સૂચના અપાઇ છે. સારા વાતાવરણમાં પરીક્ષા લેવાય તેનું આયોજન કરાયુ છે. કોઇ તત્વો જો ગરબડ કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ વિભાગને પણ ચાંપતી નજર રાખવા જણાવાયુ છે. 
સંપૂર્ણ પારદર્શીતા સાથે પરીક્ષા લેવાશે
હસમુખ પટેલે કહ્યું કે, કોઇ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવાશે નહી અને અમારી પણ જો કોઇ ભુલ થશે તો તેનો સ્વીકાર કરીને સંપુર્ણપણે પારદર્શીતા દાખવી પરીક્ષા લેવાશે.  પરીક્ષા પૂર્ણ થયા બાદ ઓએમઆરશીટને સ્ટ્રોંગ રુમમાં લવાશે અને સ્કેનીંગ કરીને અપલોડ કરાશે અને ઉમેદવાર સાઇટ પર પણ જોઇ શકશે અને ત્યારબાદ આન્સર કી મુકીને ઓબ્જેકશનની પ્રક્રીયા પુર્ણ કરી પરિણામ જાહેર કરાશે. 
ઉમેદવારો માટે એસ.ટીબસની પણ વ્યવસ્થા 
તેમણે કહ્યું કે પરીક્ષાની સામગ્રી સલામત રીતે સેન્ટરો પર પહોંચે અને પરીક્ષા પુર્ણ થયે સામગ્રી પરત પહોંચે તેની ખાસ વ્યવસ્થા ગોઠવાઇ છે અને તમામ કર્મચારીઓને તાલીમ પણ  આપવામાં આવી છે. ઉમેદવારો સેન્ટર પર પહોંચી શકે તે માટે ખાસ એસટી બસની પણ વ્યવસ્થા કરાઇ છે. 
Tags :
gandhingarGujaratFirstLRDEXAMpolice
Next Article