2.95 લાખ ઉમેદવારો આજે આપશે LRDની પરીક્ષા, તંત્રની પણ આજે સાચી પરીક્ષા
હથિયારધારી બિનહથિયારધારી પોલીસ કોન્સ્ટેબલની 10,459 જગ્યા માટે આજે LRDની પરીક્ષા લેવાશે. લોક રક્ષકની ભરતીમાં શારીરિક કસોટીમાં 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી આ પરીક્ષામાં 2.95 લાખ ઉમેદવારો પાસ થયા છે. પાસ થયેલા ઉમેદવારોની આજે લેખિત પરીક્ષા યોજાશે . પાછલા કેટલાક દિવસોથી બની રહેલી પેપર લીક કે ગેરરીતિની ઘટનાઓને પગલે તંત્ર વધુ સજ્જ બન્યું છે. આ પરીક્ષાને લઈ અલગ અલગ નિયમો અમલà«
હથિયારધારી બિનહથિયારધારી પોલીસ કોન્સ્ટેબલની 10,459 જગ્યા માટે આજે LRDની પરીક્ષા લેવાશે. લોક રક્ષકની ભરતીમાં શારીરિક કસોટીમાં 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી આ પરીક્ષામાં 2.95 લાખ ઉમેદવારો પાસ થયા છે. પાસ થયેલા ઉમેદવારોની આજે લેખિત પરીક્ષા યોજાશે .
પાછલા કેટલાક દિવસોથી બની રહેલી પેપર લીક કે ગેરરીતિની ઘટનાઓને પગલે તંત્ર વધુ સજ્જ બન્યું છે. આ પરીક્ષાને લઈ અલગ અલગ નિયમો અમલી બનાવી પરીક્ષા તંત્ર દ્વારા ફુલપૃફ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પેપર લેક થવાની કોઈ ઘટના ન બને તે અંગે તંત્ર એકશન મોડ પર છે.
ઉમેદવારોએ મોડામાં મોડા 11 વાગ્યા સુધી પહોંચી જવાનું રહેશે
LRDની લેખિત પરીક્ષા 7 જિલ્લાના 954 કેન્દ્રો પરથી લેવામાં આવશે. 2.95 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે જોકે, તે પૈૈકી 1875 ઉમેદવારો દ્વારા કૉલલેટર ડાઉનલોડ કરાયા નથી જેમને ભરતી બોર્ડ દ્વારા મેસેજ પણ કરવામાં આવ્યા છે. બપોરે 12થી 2 વાગ્યા સુધી પરીક્ષા માટે ઉમેદવારએ સવારે 9.30 સુધીમાં પરીક્ષા સેન્ટર પર પહોંચી જવાનું રહેશે. ઉમેદવારો લાંબા સમયથી આ ભરતી પરીક્ષાના કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે તેમની આતુરતાનો અંત આવ્યો છે.
ગેરરીતિ અટકાવવા તંત્ર સજ્જ
ગેરરીતિ અટકાવવા વીડિઓ ગ્રાફર અને CCTVની વ્યવસ્થા પરીક્ષા કેન્દ્ર પર રહેશે. સીલબંધ બોક્સમાં સ્ટ્રોંગ રૂમથી પેપર પરીક્ષા સેન્ટર પર જશે.પ્રિસિપલની ઓફિસમાં પણ CCTV શરુ રહેશે. પરીક્ષામાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પોલીસનો પૂરતો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરીક્ષામાં ઉમેદવારોએ મોડામાં મોડા 11 વાગ્યા સુધી પહોંચી જવાનું રહેશે. બાદમાં 11 વાગ્યા પછી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ નહીં મળે.
PI-PSIને પણ ભરતી બોર્ડ દ્વારા તાલીમ આપવામાં આવી
રાજ્યના 7 જિલ્લાના 954 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. પરીક્ષાનો સમય 12થી 2 રહેશે. પરીક્ષા કેન્દ્ર દીઠ PI અને PSI ગોઠવી દેવાયા છે. તેમજ પરીક્ષા કેન્દ્રમાં ડિજિટલ ઉપકરણો પર સખ્ત પ્રતિબંધ લગાવી દેવાયો છે. વિદ્યાર્થીઓ બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવી શકશે. OMR સીટનું 24 કલાકમાં સ્કેનિંગ ઓનલાઈન મુકાશે. એ સિવાય પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા DEOથી લઇને સુપરવાઇઝર અને PI-PSIને પણ ભરતી બોર્ડ દ્વારા તાલીમ આપવામાં આવી છે. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો ઉપરાંત ફરજ પરના સ્ટાફને પણ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પેપર પૂરું થયા બાદ ઉમેદવારોએ વર્ગમાં બેસવું પડશે, તેમની હાજરીમાં 2 ઉમેદવારોની સહી બાદ OMR શીટ સીલબંધ કવરમાં પેક થશે
ક્લાસરૂમની બહાર નીકળવા પર મનાઇ
વનરક્ષકની પરીક્ષામાં ઉમેદવારે ટોઇલેટમાં જઇને પેપર લીક કર્યું હોવાનો કિસ્સો સામે આવતા LRDની પરીક્ષામાં કોઇપણ ઉમેદવારને પેશાબ કે પાણી પીવા માટે પણ ક્લાસરૂમની બહાર નીકળવા પર મનાઇ ફરમાવવામાં આવી છે. દરેક ક્લાસરૂમમાં પાણીની વ્યવસ્થા કરાશે.
Advertisement