Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફ્રી ઘરેલું ગેસના નિયમોમાં આવી શકે મોટા બદલાવ, જાણી લો આ મહત્વની વાતો

કેન્દ્ર સરકાર ઉજ્જવલા સ્કીમ અંતર્ગત ફ્રી LPG ગેસ કનેકશન પર મળનારી સબસિડીમાં મોટા બદલાવ આવી શકે છે. ઉજ્જવલા સ્કીમ અંતર્ગત લાભ લેનારા માટે કયા બદલાવ આવી શકે તે જાણવું જરૂરી રહે છે.LPG ગેસ કનેકશન માટે બદલાઈ શકે માળખું?મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઉજ્જવલા સ્કીમ અંતર્ગત હાલમાં જે સબસિડી આપવામાં આવે છે તેના માળખામાં બદલાવ થઈ શકે છે.  પેટ્રોલિયમ મંત્રીએ આ સ્ટ્રકચર પર કામ કરવાનું શરૂ કરી દીધુ
ફ્રી ઘરેલું ગેસના નિયમોમાં આવી શકે મોટા બદલાવ  જાણી લો આ મહત્વની વાતો
કેન્દ્ર સરકાર ઉજ્જવલા સ્કીમ અંતર્ગત ફ્રી LPG ગેસ કનેકશન પર મળનારી સબસિડીમાં મોટા બદલાવ આવી શકે છે. ઉજ્જવલા સ્કીમ અંતર્ગત લાભ લેનારા માટે કયા બદલાવ આવી શકે તે જાણવું જરૂરી રહે છે.
LPG ગેસ કનેકશન માટે બદલાઈ શકે માળખું?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઉજ્જવલા સ્કીમ અંતર્ગત હાલમાં જે સબસિડી આપવામાં આવે છે તેના માળખામાં બદલાવ થઈ શકે છે.  પેટ્રોલિયમ મંત્રીએ આ સ્ટ્રકચર પર કામ કરવાનું શરૂ કરી દીધું છે અને તેને નજીકના ભવિષ્યમાં જાહેર કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં 1 કરોડ નવા ગેસ કનેકશન આપવાની જાહેરાત કરી છે.  સરકાર હવે એડવાન્સ પેમેન્ટ મોડલમાં બદલાવ કરી શકે છે.
આ રીતે પેમેન્ટ સિસ્ટમમાં આવી શકે બદલાવ?
કહેવાઈ રહ્યુ છે કે 1,600 રૂપિયા કંપની એડવાન્સમાં એકસાથે વસૂલી શકે છે. હાલમાં OMC'Sની એડવાન્સ રકમ EMIના રૂપમાં લેવામાં આવે છે. નિષ્ણાતોના મત મુજબ સ્કીમમાં આવતી બાકી 1,600 રૂપિયાની
સબસિડી સરકાર ચૂકવતી રહેશે.
સરકાર આપે છે નિ:શુલ્ક સિલિન્ડર
ઉજ્જવલા સ્કીમ અંતર્ગત લાભાર્થીઓને 14.2 કિલોનો ગેસનો બાટલો અને સ્ટવ આપવામાં આવે છે. આ ગેસના બાટલાની કિંમત 3,200 રૂપિયા છે જેમાં 1,600 રૂપિયા સબસિડી સરકાર આપતી હોય છે.1,600 રૂપિયા
તેલ માર્કેટિંગ કંપનીઓ એડવાન્સમાં લે છે. જો કે OMC રિફીલ કરવાની રકમ EMI મારફતે વસૂલવામાં આવે છે.
આ રીતે કરી શકાય છે ઉજ્જવલા સ્કીમ અંતર્ગત રજીસ્ટ્રેશન
  • ઉજ્જવલા સ્કીમ માટે BPL પરિવારમાં આવતી કોઈપણ મહિલા રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
  • pmujjwalayojana.com વેબસાઈટ પર સંપૂર્ણ જાણકારી મળી રહેશે.
  • રજીસ્ટ્રેશન કરાવવા માટેનજીકના LPG ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટરમાં ફોર્મ જમા કરાવવું પડશે.
  • ફોર્મમાં મહિલાનું નામ, સંપૂર્ણ સરનામું, જનધન બેન્ક એકાઉન્ટ અને પરિવારના સભ્યોનો આધાર નંબર આપવો પડશે. આ સમગ્ર બાદ ગેસ સપ્લાય કંપનીઓ LPG કનેકશન નિ:શુલ્ક આપે છે.
  • જો કોઈ ગ્રાહક EMIનો વિકલ્પ પસંદ કરે છે તો EMIની રકમ સિલિન્ડર પર મળનારી સબસિડી સાથે એડજસ્ટ થઈ  જાય છે.
Advertisement
Tags :
Advertisement

.