Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોંઘવરીનો વધુ એક માર, આજથી ગેસ સિલિન્ડર 105 રૂપિયા મોંઘું

રશિયા-યુક્રેન યુદ્ધ શરુ છે ત્યારે આ વચ્ચે 1 માર્ચે એટલે કે આજે એલપીજી સિલિન્ડરના નવા દર બહાર પાડવામાં આવ્યા છે. સિલિન્ડરના ભાવમાં 105 રૂપિયાનો વધારો થયો છે. આ વધારો કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. ભાવ વધારો ઘરેલુ સિલિન્ડરમાં પણ લાગી શકે તેવી પુરી સંભાવના છે. અત્યારે દેશમાં કુલ 5 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનુàª
03:22 AM Mar 01, 2022 IST | Vipul Pandya
રશિયા-યુક્રેન યુદ્ધ શરુ છે ત્યારે આ વચ્ચે 1 માર્ચે એટલે કે આજે એલપીજી સિલિન્ડરના નવા દર બહાર પાડવામાં આવ્યા છે. સિલિન્ડરના ભાવમાં 105 રૂપિયાનો વધારો થયો છે. આ વધારો કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. ભાવ વધારો ઘરેલુ સિલિન્ડરમાં પણ લાગી શકે તેવી પુરી સંભાવના છે. અત્યારે દેશમાં કુલ 5 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન 3 માર્ચે છે અને સાતમા તબક્કાનું મતદાન 7 માર્ચે છે. આવી સ્થિતિમાં 7 માર્ચ પછી ઘરેલુ ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો થઇ શકે છે આફત આવી શકે છે.
ફક્ત કોમર્શિયલ સિલિન્ડર પાર ભાવ વધારો 
6 ઓક્ટોબર 2021 થી ઘરેલુ એલપીજી સિલિન્ડર ન તો સસ્તા થયા છે કે ન તો મોંઘા થયા છે એટલેકે, ભાવ સતત જળવાઈ રહ્યો છે પરંતુ ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 102 ડોલરને પાર કરી ગયા છે. જોકે, આ સમયગાળા દરમિયાન કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. ઓક્ટોબર 2021 થી 1 ફેબ્રુઆરી 2022 વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 170 રૂપિયાનો વધારો થયો છે. 1 ઓક્ટોબરે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1736 રૂપિયા હતી. નવેમ્બરમાં તે 2000 અને ડિસેમ્બરમાં 2101 રૂપિયા સુધી પહોંચી છે. જાન્યુઆરી તથા ફેબ્રુઆરી માસમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો હતો ફેબ્રુઆરી માસમાં 1907 રૂપિયા થયો હતો ફરી વધારો આવતા હવે 2000 રૂપિયા ઉપર ભાવ પહોંચી જશે 
કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો 
આજે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. 19 કિલોનો LPG સિલિન્ડર 1 માર્ચથી એટલે કે આજથી દિલ્હીમાં 1907 રૂપિયાને બદલે 2012 રૂપિયામાં મળશે. કોલકાતામાં તે હવે 1987 રૂપિયાને બદલે 2095 રૂપિયામાં મળશે જ્યારે મુંબઈમાં તેની કિંમત હવે 1857 રૂપિયાથી વધીને 1963 રૂપિયા થઈ ગઈ છે.
ચૂંટણી પછી વધી શકે છે ઘરેલુ સિલિન્ડરની કિંમત 
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે નોન-સબસિડીવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં ઘણા મહિનાઓથી રાહત મળી છે. ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ $102ને પાર થયા છતાં 6 ઓક્ટોબર, 2021થી ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આવી સ્થિતિમાં, એવી આશંકા છે કે ચૂંટણી પછી એટલે કે 7 માર્ચ પછી, ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર 100 થી 200 રૂપિયાથી વધુનો વધારો થઈ શકે છે.
Tags :
GujaratFirstLPGLPGCylinderlpgcylinderprise
Next Article