Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એલપીજી કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 135 રૂપિયાનો ઘટાડો

આજે 1 જૂને, એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિલિન્ડર આજથી 135 રૂપિયા સસ્તું થઈ ગયું છે. સરકારી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલે કોમર્શિયલ સિલિન્ડરના દરમાં 135 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેના પછી ઇન્ડેન સિલિન્ડર 135 રૂપિયા સસ્તું થશે અને દિલ્હીમાં 2219 રૂપિયા પ્રતિ સિલિન્ડરના દરે મળશે.ઘરેલું ગ્રાહકોને રા
એલપીજી કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 135 રૂપિયાનો ઘટાડો

આજે 1 જૂને, એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિલિન્ડર આજથી 135 રૂપિયા સસ્તું થઈ ગયું છે. સરકારી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલે કોમર્શિયલ સિલિન્ડરના દરમાં 135 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેના પછી ઇન્ડેન સિલિન્ડર 135 રૂપિયા સસ્તું થશે અને દિલ્હીમાં 2219 રૂપિયા પ્રતિ સિલિન્ડરના દરે મળશે.

Advertisement

ઘરેલું ગ્રાહકોને રાહત મળી નથી
ઘરેલુ ગ્રાહકો એટલે કે 14.2 KG સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકોને આજે આ સિલિન્ડર પર કોઈ રાહત મળી નથી. તેના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો. 
એપ્રિલ અને મે મહિનામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં અનેક વખત વધારો થયો હતો. માર્ચમાં, દિલ્હીમાં 2012માં 19 કિલોના સિલિન્ડરની કિંમત 1 એપ્રિલે 2253 રૂપિયા થઈ ગઈ હતી. 1 મેના રોજ તેની કિંમતોમાં 102 રૂપિયાનો વધારો થયો હતો.  
મે મહિનામાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં બે વખત વધારો થયો હતો. જે અંતર્ગત 7 મેના રોજ ઘરેલુ એલપીજી 50 રૂપિયા મોંઘો થયો હતો. જ્યારે 19 મેના રોજ પણ તેમાં 3.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ ઘરેલુ એલપીજી 1000 રૂપિયાને પાર કરી ગયો. 7 મેના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો જ્યારે 19 મેના રોજ તેના દરમાં 8 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
Tags :
Advertisement

.