Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જુઓ ખેડૂતોને કેપ્સિકમ મરચાએ કેમ રોવડાવ્યા : વાયરસ આવતા ખેડૂતોને નુકશાન

અરવલ્લી (Arvalli) જિલ્લામાં ચાલુ સાલે કેપ્સિકમ (Capsicum) માર્ચનું વાવેતર કરનાર ખેડૂતોને (Farmers) નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. કેપ્સિકમ મરચામાં આવેલા વાયરસે મરચાના ઉત્પાદન ઉપર અસર કરતા ખેડૂતોને માત્ર 35 ટકા જ ઉતારો આવતા વાવેતર પાછળ કરેલો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ ઉભી થતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે.પાકમાં વાયરસઅરવલ્લી (Arvalli) જિલ્લામાં ચાલુ સાલે સમગ્ર જિલ્લામાં 400 વીઘા જમીનમાં ખેડૂતોએ બ
01:03 PM Feb 02, 2023 IST | Vipul Pandya
અરવલ્લી (Arvalli) જિલ્લામાં ચાલુ સાલે કેપ્સિકમ (Capsicum) માર્ચનું વાવેતર કરનાર ખેડૂતોને (Farmers) નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. કેપ્સિકમ મરચામાં આવેલા વાયરસે મરચાના ઉત્પાદન ઉપર અસર કરતા ખેડૂતોને માત્ર 35 ટકા જ ઉતારો આવતા વાવેતર પાછળ કરેલો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ ઉભી થતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે.
પાકમાં વાયરસ
અરવલ્લી (Arvalli) જિલ્લામાં ચાલુ સાલે સમગ્ર જિલ્લામાં 400 વીઘા જમીનમાં ખેડૂતોએ બાગાયતી પાક કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક ઉગીને તૈયાર થઇ ગયો છે તેવામાં પાકમાં વાયરસ આવતા પાકના ઉત્પાદન ઉપર અસર થઇ છે વાયરસના કારણે પાકના પણ સુકાઈ જવા ઉપરાંત મુરજાઈ જતા મરચાની સાઈઝ પણ મોટી થતી નથી અને સુકાઈ જાય છે જેથી ખેડૂતો પરેશાન છે.
  • ખેડૂતોએ ચાલુ સાલે અન્ય પાકોના બદલે બાગાયતી પાકનું વાવેતર કરી સારા ઉત્પાદનની આશા રાખી હતી પરંતુ સતત  વાતાવરણને પગલે પાકમાં આવેલા વાયરસે ખેડૂતોને રોવડાવ્યા હોવાનું પરેશભાઈ ખેડૂતે જણાવ્યું હતું.
જિલ્લામાં સુધી વધુ કેપ્સિકમ માર્ચનું વાવેતર ગદાદર કંપાના ખેડૂતોએ કર્યું
જિલ્લામાં સૌથી વધુ કેપ્સિકમ મરચાંનું વાવેતર જિલ્લાના ભિલોડા તાલુકાના ગદાદર કંપાના 30 ખેડૂતોએ 250 વીઘા જમીનમાં કર્યું છે ખેડૂતોએ એક વીઘા પાછળ અંદાજે 1 લાખ જેટલો ખર્ચ કરી વાવેતર કર્યા બાદ હાલ પાક તો તૈયાર થયો પણ એક લાખ ખર્ચની સામે માત્ર 35 હજારના કેપ્સિકમ મરચાનો ઉતારો મળી રહ્યો છે જેથી ખેડૂતો પરેશાન છે.
પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા
બીજી તરફ ચાલુ સાલે ખાતર ખેડ બિયારણ તેમજ વોટર સોલેબલ જે ગયા વર્ષે 2 હજારમાં મળ્યું હતું જે ચાલુ વર્ષે 4 હજાર થઇ ગયા છે જ્યારે મરચાના ભાવ પણ પોષણ ક્ષમ નથી મળી રહયા ગયા વર્ષે 25 રૂપિયે કિલો હતા ત્યારે ચાલુ સાલે માત્ર 5 થી 7 રૂપિયે કિલો વેચાઈ રહયા છે જેથી ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવો ઘાટ થયો છે અને મરચાના વાવેતરમાં મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો હોવાનું ખેડૂત આશિષભાઇ પટેલે જણાવ્યું હતું.
રોકડીયા પાકમાં વાયરસ થી ખેડૂતોને રોવાનો વારો
જિલ્લાના કેટલાક ખેડૂતોએ રોકડીયા પાક સમજી કૈંપ્સીકમનું વાવેતર કર્યું પણ વાયરસ આવતા કેટલાક ખેડૂતોએ ખેતરમાં વાવેતર કરેલો પાક ઉપર કલ્ટીવેટર ફેરવી દઈ જમીન પુનઃ અન્ય પાક માટે તૈયાર કરી છે ત્યારે ચાલુ સાલે માર્ચમાં આવેલા વાયરસ , ભાવમાં ઘટાડો જેવા કારણોએ ખેડૂતોને ખરેખર રોવડાવ્યા છે.
આ પણ વાંચો - રાધનપુરમાં કેનાલ લિકેજને કારણે ઉભા પાક પર ફરી વળ્યા પાણી, ખેડૂતોને મોટુ નુકસાન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AgriculturalproductionAravalliCapsicumFarmersGujaratFirstઅરવલ્લીખેડુતખેતઉત્પાદન
Next Article