Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટ્રાફિક પોલીસનો અંદાજ તો જુઓ, વાહન ચાલકો પણ કરી રહ્યા છે સલામ, Video

દેશના અનેક શહેરોમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેને અંકુશમાં લેવા માટે ટ્રાફિક પોલીસને રાત-દિવસ ચાર રસ્તા પર પરસેવો પાડવો પડે છે. તમે મીડિયામાં ટ્રાફિક પોલીસ અને ડ્રાઇવરો વચ્ચે ઝઘડાના સમાચાર ઘણી વાર વાંચ્યા હશે. પરંતુ ઉત્તરાખંડમાંથી આવા હોમગાર્ડનો ટ્રાફિક સંભાળતો વિડીયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ રોમાંચિત થઈ જશો.ટ્રાફિક પોલીસના રમૂજી વિડીયો તમે ઘણા જોયàª
ટ્રાફિક પોલીસનો અંદાજ તો જુઓ  વાહન ચાલકો પણ કરી રહ્યા છે સલામ  video
દેશના અનેક શહેરોમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેને અંકુશમાં લેવા માટે ટ્રાફિક પોલીસને રાત-દિવસ ચાર રસ્તા પર પરસેવો પાડવો પડે છે. તમે મીડિયામાં ટ્રાફિક પોલીસ અને ડ્રાઇવરો વચ્ચે ઝઘડાના સમાચાર ઘણી વાર વાંચ્યા હશે. પરંતુ ઉત્તરાખંડમાંથી આવા હોમગાર્ડનો ટ્રાફિક સંભાળતો વિડીયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ રોમાંચિત થઈ જશો.
ટ્રાફિક પોલીસના રમૂજી વિડીયો તમે ઘણા જોયા જ હશે. ત્યારે હવે વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમા એક ટ્રાફિક જવાન રસ્તા પર તેની એક અલલગ શૈલીમાં ટ્રાફિકને નિયંત્રિત કરતા જોવા મળે છે. રાજધાની દેહરાદૂનમાં ટ્રાફિક કંટ્રોલની ફરજમાં તૈનાત હોમગાર્ડ જવાન જોગેન્દ્ર કુમાર ભીડવાળા રસ્તા પર પોતાની આગવી શૈલીથી ટ્રાફિકને નિયંત્રિત કરે છે. દેહરાદૂનની સિટી હાર્ટ હોસ્પિટલ પાસે તૈનાત હોમગાર્ડ જોગેન્દ્ર કુમાર કહે છે કે, તેઓ ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે અવનવા પ્રયોગો કરતા રહે છે. તેનાથી લોકો ખુશ થાય છે. રાહદારીઓ તેનો આનંદ માણે છે, અને તેમના ગંતવ્ય સુધી પહોંચે છે. જોગેન્દ્ર કુમારનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હોમગાર્ડ જોગેન્દ્રની ખાસિયત એ છે કે તે ડાન્સ કરતી વખતે અને ચહેરા પર સ્મિત સાથે ટ્રાફિકને હેન્ડલ કરે છે. 
Advertisement

વાહનચાલકો પણ આ રીતે ટ્રાફિકને હેન્ડલ કરતા જોઈને રોમાંચિત થઈ રહ્યા છે. હોમગાર્ડ જોગેન્દ્ર કુમારે ટ્રાફિકને હેન્ડલ કરવાની તેમની અનોખી રીત વિશે જણાવ્યું કે, હું એક અનોખી રીત લઈને આવ્યો છું, જે લોકોને ખુશ કરે છે. તેઓ તેનો આનંદ માણે છે. તેમણે વધુમાં કહ્યું કે, હું આ એટલા માટે કરું છું જેથી લોકો ટ્રાફિક સિગ્નલ પર થોભતાં કંટાળો ન અનુભવે. હું મારા કામનો આનંદ માણું છું. ટ્રાફિકને અનોખી રીતે હેન્ડલ કરવાનો વિડીયો પહેલીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થયો નથી, પરંતુ આ પહેલા પણ ઘણા વિડીયો સામે આવ્યા છે, જેમાં તમે ટ્રાફિક સિગ્નલ પર એક પોલીસકર્મીને ડાન્સ કરીને લોકોને રોમાંચિત કરતા જોઈ શકો છો.
DGP અશોક કુમારે પણ તેમના આ રીતે ટ્રાફિક કંટ્રોલ પર પ્રશંસા કરી છે. જોગેન્દ્રનો આ ઉત્સાહ જોઈને કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ કેવલ ખુરાનાએ તેમનું સન્માન કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે ટ્રાફિક, પૂર, આફતો સહિત અન્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા હોમગાર્ડ માટે ઈનામની વ્યવસ્થા છે. આવા હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના સભ્યોને કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ ડિસ્ક અને પ્રશંસાપત્રો આપવામાં આવશે. આ ક્રમમાં જોગેન્દ્ર માટે પ્રથમ જાહેરાત કરવામાં આવી છે. આ સન્માન તેમને 6 ડિસેમ્બરે હોમગાર્ડ રાઇઝિંગ ડે પર એનાયત કરવામાં આવશે.
Tags :
Advertisement

.