Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રેલવેએ ચલાવી અત્યાર સુધીની સૌથી લાંબી માલગાડી, આટલા કિમી છે લંબાઈ

ભારતીય રેલવેએ (Indian Railways) અત્યાર સુધીની સૌથી લાંબી માલગાડી (freight train) ચલાવીને નવી ઉપલબ્ધી હાંસલ કરી છે. 3.5 કિલોમીટર લાંબી આ માલગાડીને 'સુપર વાસૂકી' (Super Vasuki) નામ આપવામાં આવ્યું છે. જેમાં કુલ 295 ડબ્બાઓ હતા. આ ટ્રેને એક વખતમાં 27 હજાર ટન કોલસાનું વહન કરીને એક રેકોર્ડ બનાવી દીધો છે. રેલવેએ આ ટ્રેન સોમવારે છત્તીસગઢના કોરબાથી મહારાષ્ટ્રમાં નાગપુર પાસે રાજનાંદગાંવ સુધી ચલાવી. આ ટ્રેનનું પરિક્ષણ (Test Run) આàª
રેલવેએ ચલાવી અત્યાર સુધીની સૌથી લાંબી માલગાડી  આટલા કિમી છે લંબાઈ
Advertisement
ભારતીય રેલવેએ (Indian Railways) અત્યાર સુધીની સૌથી લાંબી માલગાડી (freight train) ચલાવીને નવી ઉપલબ્ધી હાંસલ કરી છે. 3.5 કિલોમીટર લાંબી આ માલગાડીને 'સુપર વાસૂકી' (Super Vasuki) નામ આપવામાં આવ્યું છે. જેમાં કુલ 295 ડબ્બાઓ હતા. આ ટ્રેને એક વખતમાં 27 હજાર ટન કોલસાનું વહન કરીને એક રેકોર્ડ બનાવી દીધો છે. રેલવેએ આ ટ્રેન સોમવારે છત્તીસગઢના કોરબાથી મહારાષ્ટ્રમાં નાગપુર પાસે રાજનાંદગાંવ સુધી ચલાવી. આ ટ્રેનનું પરિક્ષણ (Test Run) આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર કરવામાં આવ્યું.
અત્યાર સુધીની આ સૌથી લાંબી માલગાડી સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવેના (South East Central Railway) કોબરાથી બપોરે 1.50 કલાકે ઉપડી અને 267 કિમીનું અંતરકાપી બીજા દિવસે સવારે 11.20 કલાકે નાગપુરની પાસે રાજનાંદગાંવ પહોંચી ગઈ. ભારતીય રેલવેનું કહેવું છે કે, આટલી લાંબા અને આટલું વધારે વજન વહન કરનારી માલગાડી પહેલીવાર ચલાવી છે. રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે, આ માલગાડી એટલી લાંબી છે કે એક સ્ટેશન પસાર કરવામાં તેમને 4 મીનીટનો સમય લાગ્યો, આ સુપર માલગાડીને તૈયાર કરવા માટે પાંચ માલગાડીઓ જેટલા ડબ્બા તેમાં જોડવામાં આવ્યા છે.
રેલવે અધિકારીઓ પ્રમાણે સુપર વાસૂકી (Super Vasuki) માલગાડીથી એક વખતમાં જેટલો કોલસો વહન કરી શકાય છે તેટલો કોલસો 3 હજાર મેગાવોટ પાવર પ્લાન્ટને પુરો દિવસ ચલાવવા માટે પુરતો છે. આ માલગાડીના પરિક્ષણનો હેતુ વીજળીનું ઉત્પાદન કરતા પાવર પ્લાન્ટ્સને કોલસાના પુરવઠાને યોગ્ય કરવાનો છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન ઘણીવાર એવી સ્થિતિ નિર્માણ પામી જ્યારે પાવર પ્લાન્ટ્સમાં કોલસાની સપ્લાઈને વધારવાની જરૂર અનુભવાઈ હોય, આ પ્રકારની મોટી માલગાડી (freight train) આવી સ્થિતિમાં ઘણી ઊપયોગી સબિત થઈ શકે છે. એક સામાન્ય માલગાડી 9 હજાર ટન કોલસાનું વહન કરે છે એટલે કે સુપર વાસૂકીની કોલસાના વહનની ક્ષમતા સામાન્ય માલગાડીની સરખામણીએ ત્રણ ગણી છે. અધિકારીઓનું કહેવું છે કે, રેલવે જલ્દી જ સુપર વાસૂકી (Super Vasuki) જેવી વધુ માલગાડીઓ દોડાવશે, ખાસ કરીને જ્યારે પાવર પ્લાન્ટ્સમાં કોલસાની અછત હોય.
Tags :
Advertisement

.

×