Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં મોડી રાત્રે પેટ્રોલ પંપ પર લાગી લાંબી કતાર, શું પેટ્રોલનો ભાવ વધશે?

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી વધારો થયો નથી. પરંતુ ઘણીવાર એવું બને છે કે, આવતી કાલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની જાણ આજે લોકોને થઇ જાય અને તેઓ પેટ્રોલ પંપ તરફ દોડતા હોય છે, જે સામાન્ય બની ગયું છે. આવું જ કઇંક શનિવારે બન્યું કે જ્યા લોકોને સોશિયલ મીડિયામાં કોઇ મેસેજ મળ્યો અને તેઓ પેટ્રોલ પંપ તરફ દોટ મુકી હતી. શનિવારે અમદાવાદ ખાતે એક મેસેજ સોશિયલ મીડિય
અમદાવાદમાં મોડી રાત્રે પેટ્રોલ પંપ પર લાગી લાંબી કતાર  શું પેટ્રોલનો ભાવ વધશે
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી વધારો થયો નથી. પરંતુ ઘણીવાર એવું બને છે કે, આવતી કાલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની જાણ આજે લોકોને થઇ જાય અને તેઓ પેટ્રોલ પંપ તરફ દોડતા હોય છે, જે સામાન્ય બની ગયું છે. આવું જ કઇંક શનિવારે બન્યું કે જ્યા લોકોને સોશિયલ મીડિયામાં કોઇ મેસેજ મળ્યો અને તેઓ પેટ્રોલ પંપ તરફ દોટ મુકી હતી. 
શનિવારે અમદાવાદ ખાતે એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો જે મુજબ આગામી ચાર દિવસ સુધી પેટ્રોલ પંપ પર પેટ્રોલની સપ્લાય અટકી જશે.. બસ પછી શું હતું લોકોએ બધું જ કામ પડતું મુકી જલ્દી જ પેટ્રોલ પંપ તરફ જવું વધું પસંદ કર્યું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ બાદ આશ્રમ રોડના નહેરૂબ્રીજ, પાલડી અને એપીએમસી પાસેના પેટ્રોલ પર મોટી સંખ્યામાં વાહનો જોવા મળ્યા હતા. અહીં વાહનો અને લોકોની ભીડ બેકાબુ જોવા મળી હતી. માત્ર એક મેસેજ અને જે રીતે લોકોની બીડ અહીં ભેગી થઇ જેનાથી પેટ્રોલ પંપની આસાપાસ અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. મળી રહેલી માહિતી અનુસાર, સોશિયલ મીડિયામાં કોઇ અજાણી શખ્સે આ પ્રકારનો મેસેજ ફેલાવ્યો હતો, જે પછી લોકોની ભીડ આ પેટ્રોલ પંપ પર આવી પહોંચી હતી. જેને જેને આ મેસેજ મળ્યો તેણે એવું વિચાર્યું કે, પેટ્રોલ જલ્દી જ પુરાવી દઇએ નહીં તો કાલે ન મળે તો. 
જોકે, આ મેસેજ સોશિયલ મિડીયામાં વાયરલ થવાની સાથે મોડી રાતથી લોકો પેટ્રોલ પંપ પર ટૂ વ્હીલર અને ફોર વ્હીલર લઇને એકઠા થવા લાગ્યા હતા અન મોડી રાત્રિ સુધી અહીં એવી જ સ્થિતિ થઇ ગઇ હતી. અહીં સ્થિતિ એવી બની કે વાહનોની ભીડ થઇ ગઇ જેના કારણે પોલીસને બોલાવવી પડી હતી. સ્થિતિને કાબુમાં લેવા માટે પેટ્રોલ પંપના સંચાલકોએ જણાવ્યું હતું કે, પેટ્રોલનો પુરવઠો યથાવત છે અને કોઇએ આ પ્રકારની અફવામાં આવીને ગેરમાર્ગે દોરાવવાની જરૂર નથી. પેટ્રોલ પંપના માલિક દ્વારા આવું કહેવા બાદ પણ લોકોની ભીડ ઓછી થઇ નહોતી, પરંતુ પોલીસ જ્યારે આવી ત્યારે તેણે પણ લોકોને સમજાવ્યા ત્યારે ધીમે ધીમે લોકોની ભીડ ઓછી થઇ હતી. 
Advertisement
Tags :
Advertisement

.