Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લિઝ ટ્રસ આજે લેશે નવા વડાપ્રધાન તરીકેના શપથ, જાણો ભારત સાથે કેવા રહેશે સંબંધ

બ્રિટન (Britain)ના વડાપ્રધાન પદની ચૂંટણી જીત્યા બાદ સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટી (Conservative Party)ના લિઝ ટ્રસ (Liz Truss)  આજે વડાપ્રધાન પદના શપથ લેશે. તેમણે ભારતીય મૂળના સાંસદ ઋષિ સુનકને હરાવ્યા છે. લિઝ બ્રિટનના વડા પ્રધાન તરીકે બોરિસ જોન્સનનું સ્થાન લેશે અને આર્થિક કટોકટીનો સામનો કરવા માટે ટોચના કેબિનેટ પ્રધાનોની નવી ટીમની નિમણૂક કરતા પહેલા સ્કોટલેન્ડમાં રાણી એલિઝાબેથ સાથે મુલાકાત કરશે. આ જીત
લિઝ ટ્રસ આજે લેશે નવા વડાપ્રધાન તરીકેના શપથ  જાણો ભારત સાથે કેવા રહેશે સંબંધ
બ્રિટન (Britain)ના વડાપ્રધાન પદની ચૂંટણી જીત્યા બાદ સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટી (Conservative Party)ના લિઝ ટ્રસ (Liz Truss)  આજે વડાપ્રધાન પદના શપથ લેશે. તેમણે ભારતીય મૂળના સાંસદ ઋષિ સુનકને હરાવ્યા છે. લિઝ બ્રિટનના વડા પ્રધાન તરીકે બોરિસ જોન્સનનું સ્થાન લેશે અને આર્થિક કટોકટીનો સામનો કરવા માટે ટોચના કેબિનેટ પ્રધાનોની નવી ટીમની નિમણૂક કરતા પહેલા સ્કોટલેન્ડમાં રાણી એલિઝાબેથ સાથે મુલાકાત કરશે. આ જીત સાથે લિઝને હવે બ્રિટનના અનેક પડકારોને પાર કરવા પડશે. લિઝને દેશમાં મંદી, રેકોર્ડ ફુગાવો અને ઔદ્યોગિક ક્ષેત્રમાં અશાંતિ જેવા પડકારો સામે લડવું પડશે.
લિઝની જીત સાથે સત્તા બદલવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.  47 વર્ષના ટ્રસ આજે "કિસીંગ ઓફ હેન્ડ" સમારોહ માટે રાણી એલિઝાબેથ દ્વિતીય સાથે મુલાકાત કરશે. તેમની સાથે વર્તમાન વડાપ્રધાન બોરિસ જોન્સન પણ હશે, જેમણે અનેક કૌભાંડોમાં ફસાયા બાદ વડાપ્રધાન પદ છોડ્યું હતું. જોન્સન આજે રાણી એલિઝાબેથ દ્વિતીયને ઔપચારિક રીતે રાજીનામું સોંપશે. માર્ગારેટ થેચર અને થેરેસા મે પછી ટ્રસ બ્રિટનની ત્રીજી મહિલા વડા પ્રધાન બનવાની તૈયારીમાં છે. રાણીએ તેમને ઔપચારિક રીતે સરકાર રચવા કહ્યું હતું.  ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીની તમામ મહિલા વડાપ્રધાનો કન્ઝર્વેટિવ રહી છે.
ટ્રસે ત્રણ ભૂતપૂર્વ વડા પ્રધાનો માટે પણ સેવા આપી છે. ડેવિડ કેમેરોને તેમને પર્યાવરણ સચિવ બનાવ્યા હતા અને થેરેસા મેના કાર્યકાળમાં તેમણે ન્યાય સચિવ તરીકે સેવા આપી હતી.  2021 માં બોરિસ જોન્સન દ્વારા તેમને વિદેશ સચિવ બનાવવામાં આવ્યા હતા.
નવા વડાપ્રધાન ટ્રસ 1998 થી જાહેર જીવનમાં સક્રિય છે અને  ફાયરબ્રાન્ડ નેતાની છબી ધરાવે છે. તેઓ  અભ્યાસના સમયથી જ જાહેર મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય જાહેર કરી રહી છે. તેમનું કડક વલણ આ વર્ષે મોસ્કોમાં જોવા મળ્યું જ્યારે તેઓ વિદેશ પ્રધાન તરીકે રશિયન-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાનો પ્રયાસ કરવા ગયા હતા. જો કે આ મંત્રણા સફળ ન થતાં તેમણે મોસ્કોમાં રશિયાના વિદેશ મંત્રી સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં રશિયાને પણ સંભળાવી દીધુ હતું. 
 લિઝ ટ્રસને ભારત સાથે ઉષ્માભર્યા અને ગાઢ વ્યૂહાત્મક અને આર્થિક સંબંધો બાંધવાના પક્ષમાં માનવામાં આવે છે. કન્ઝર્વેટિવ પાર્ટીના નવા ચૂંટાયેલા નેતા ટ્રસ અગાઉ ભારતની મુલાકાતે આવ્યા હતા અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ સાથે ડિજિટલ સંવાદમાં ભાગ લીધો હતો. ટ્રસએ ભારતની મુલાકાતને મોટી તક ગણાવી હતી.
ગયા વર્ષે મે મહિનામાં ઇન્ટરનેશનલ ટ્રેડ મિનિસ્ટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, ટ્રસે બોરિસ જોન્સન સરકાર માટે કોમ્પ્રીહેન્સિવ બિઝનેસ પાર્ટનરશિપ (ETP) પર હસ્તાક્ષર કર્યા હતા. ETP એ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) વાટાઘાટો માટે પ્રારંભિક ગ્રાઉન્ડ છે. ETP પર હસ્તાક્ષર કર્યા પછી ટ્રસે કહ્યું હતુ કે હું યુકે અને ભારતને વિકસિત વેપાર લેન્ડસ્કેપમાં શ્રેષ્ઠ સ્થિતિમાં જોઉં છું.
ટ્રસે ભારત સાથેના સંબંધો પર કહ્યું હતું કે અમે એક વ્યાપક વેપાર કરાર પર વિચાર કરી રહ્યા છીએ જેમાં નાણાકીય સેવાઓથી લઈને કાનૂની સેવાઓ તેમજ કોમોડિટીઝ અને કૃષિ સહિત ડિજિટલ અને ડેટાને આવરી લેવામાં આવી છે. અમને લાગે છે કે ટૂંક સમયમાં કરાર થવાની પ્રબળ સંભાવના છે, જ્યાં અમે બંને બાજુએ ટેરિફ ઘટાડી શકીએ છીએ અને બંને દેશો વચ્ચે વધુ આયાત અને નિકાસ જોઈ શકીએ છીએ.
Advertisement
Tags :
Advertisement

.