Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લિઝ ટ્રસ બન્યાં બ્રિટનના નવા વડાંપ્રધાન, ક્વિન એલિઝાબેથે લેવડાવ્યા શપથ

બોરિસ જોન્સનના રાજીનામા બાદ હવે બ્રિટનને નવા પ્રધાનમંત્રી મળ્યાં છે. પાર્ટીના લાંબા આંતરિક મતદાન બાદ આખરે લિઝ ટ્રસે ભારતવંશી ઋષ સુનકને હરાવીને પીએમ પદની રેસ જીતી લીધી હતી અને સોમવારે તેમને પીએમ જાહેર કર્યાં હતા જે પછી આજે ક્વિન એલિઝાબેથે તેમને પીએમ પદના શપથ લેવડાવ્યાં હતા. શપથ પહેલા લિઝ ટ્રસે મહારાણી સાથે મહેલમાં મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં નવા પીએમને મહારાણી
લિઝ ટ્રસ બન્યાં બ્રિટનના નવા વડાંપ્રધાન  ક્વિન એલિઝાબેથે લેવડાવ્યા શપથ
બોરિસ જોન્સનના રાજીનામા બાદ હવે બ્રિટનને નવા પ્રધાનમંત્રી મળ્યાં છે. પાર્ટીના લાંબા આંતરિક મતદાન બાદ આખરે લિઝ ટ્રસે ભારતવંશી ઋષ સુનકને હરાવીને પીએમ પદની રેસ જીતી લીધી હતી અને સોમવારે તેમને પીએમ જાહેર કર્યાં હતા જે પછી આજે ક્વિન એલિઝાબેથે તેમને પીએમ પદના શપથ લેવડાવ્યાં હતા. શપથ પહેલા લિઝ ટ્રસે મહારાણી સાથે મહેલમાં મુલાકાત કરી હતી. 
ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં નવા પીએમને મહારાણી દ્વારા શપથ લેવડાવવાની પરંપરા છે. મહારાણી એલિઝાબેથે લિઝ ટ્રસને બાલમોરલ કેસલ (હવેલી) ખાતે પીએમના શપથ લેવડાવ્યાં હતા. 

પીએમ પદની રેસમાં મુખ્ય મુકાબલો લિઝ ટ્રસ અને ભારતવંશી ઋષિ સુનકની વચ્ચે હતો. લિઝ ટ્રસને 81,326 વોટ મળ્યા હતા, જ્યારે ઋષિ સુનકને 60, 399 વોટ મળ્યા હતા. વડાપ્રધાન પદે પોતાનું નામ જાહેર થયા બાદ લીઝે કહ્યું કે, પીએમ તરીકે ચૂંટાવું મારા માટે સન્માનની વાત છે. હું તમામ લોકોનો આભાર વ્યક્ત કરુ છું. કંઝરવેટિવ પાર્ટીના સિદ્ધાંતોને આગળ વધારીશ. ટેક્સ ઘટાડવા માટે જરુરી પગલા ભરીશ. તેમણે બ્રિટેનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસનના વખાણ કરતા કહ્યું કે, તેમણે કોરોનાકાળમાં સારુ કામ કર્યું. ટ્રસે પોતાના અભિયાનમાં દેશની સમક્ષ હાલની નાણાકીય સ્થિતિના નિવારણ માટે તાત્કાલિક ટેક્સ કપાતના સંકલ્પ જણાવ્યો હતો. તેનાથી વિપરીત સુનકનો દ્રષ્ટિકોણ વધતી મોંઘવારીથી નિવારણ લાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવા તથા સંકટ માટે મદદ આપવાની રજૂઆત સાથે લક્ષિત ઉપાયોની રજૂઆત કરવાનું હતું.

લિઝ ટ્રસ ગત પાછલા વર્ષોમાં બ્રિટેનના વિદેશ મંત્રી બન્યા હતા. 45 વર્ષના લિઝે બ્રિટિશ સંસદમાં કેટલાય પદ પર પોતાની સેવાઓ આપી છે. લિઝ ટ્રસ વર્ષ 1975માં બ્રિટેનમાં જન્મ્યા હતા. તેમના પિતા ગણિતના પ્રોફેસર અને માતા નર્સ છે. ચાર વર્ષની ઉંમરમાં જ સ્કોટલેંડ જતા રહ્યા હતા. ત્યાર બાદ તેમનો પરિવાર લીડ્સ ચાલ્યો ગયો, જ્યાં તેમણે આગળનો અભ્યાસ પુરો કર્યો હતો. 
ઉલ્લેખનીય છે કે બોરિસ જોન્સનના રાજીનામા બાદ બ્રિટનમાં પીએમ પદ ખાલી પ ડ્યું હતું અને ત્યારથી નવા પીએમની પસંદગી માટે પાર્ટીમાં આંતરિક મતદાન યોજાયું હતું. કુલ 6 રાઉન્ડનું મતદાન યોજાયું હતું જેમાં વચ્ચે ભારતવંશી ઋષિ સુનક આગળ ચાલતા રહ્યાં હતા પરંતુ આખરે લિઝ ટ્રસ વિજયી નીકળ્યાં હતા. 
Advertisement
Tags :
Advertisement

.