Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

TMCના '100 નેતાઓ'ની યાદી કેન્દ્રીય ગૃહ મંત્રી પાસે પહોંચી, બીજી તરફ આજે મમતા દીદીના મંત્રી મંડળનું વિસ્તરણ

પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ મુદ્દે ઇડીની કાર્યવાહી વચ્ચે સુવેન્દુ અધિકારી દ્વારા અમિત શાહને સુપરત કરવામાં આવેલી યાદીમાં શાસક પક્ષ TMCના નેતાઓના ઘણાં નામ સામેલ છે, તો બીજી તરફ આજે સાંજે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના મંત્ર મંડળમાં ફરેફાર થવા જઇ રહ્યો છે. ત્યાકે પાર્ટીના ઘણાં નેતાઓ કે જેઓ આ કૌભાંડમાં કથિત રીતે સામેલ છે તેમના નામની યાદી કેન્દ્ર સુધી પહોંચી છે. પશ્ચિમ બંગાળમાà
tmcના  100 નેતાઓ ની યાદી કેન્દ્રીય ગૃહ મંત્રી પાસે પહોંચી  બીજી તરફ આજે મમતા દીદીના મંત્રી મંડળનું વિસ્તરણ
પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ મુદ્દે ઇડીની કાર્યવાહી વચ્ચે સુવેન્દુ અધિકારી દ્વારા અમિત શાહને સુપરત કરવામાં આવેલી યાદીમાં શાસક પક્ષ TMCના નેતાઓના ઘણાં નામ સામેલ છે, તો બીજી તરફ આજે સાંજે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના મંત્ર મંડળમાં ફરેફાર થવા જઇ રહ્યો છે. ત્યાકે પાર્ટીના ઘણાં નેતાઓ કે જેઓ આ કૌભાંડમાં કથિત રીતે સામેલ છે તેમના નામની યાદી કેન્દ્ર સુધી પહોંચી છે. 
પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડનો વ્યાપ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. અહેવાલ છે કે ભાજપના ધારાસભ્ય સુવેન્દુ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસના 100 નેતાઓની યાદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સોંપી છે. આ કેસમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકારમાં મંત્રી રહી ચૂકેલા પાર્થ ચેટર્જી અને તેમના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અધિકારી દ્વારા શાહને સુપરત કરાયેલી યાદીમાં શાસક ટીએમસીના નેતાઓના નામ સામેલ છે, જેઓ કથિત રીતે કૌભાંડમાં સામેલ છે. તેમણે ગૃહ પ્રધાનને કેટલાક TMC ધારાસભ્યો સહિત કેટલાક નેતાઓના લેટરહેડ પણ આપ્યા છે, જેનો ઉપયોગ કથિત રીતે લાંચ લીધા પછી ભલામણો કરવા માટે કરવામાં આવ્યો હતો.

'નાનો' ફેરબદલમાં મમતા બેનર્જી મોટા નામો પર દાવ રમશે?
મમતા બેનર્જી  કેબિનેટમાં આ ફેરફાર શક્ય છે, નવા મંત્રીઓ અંગે ટીએમસીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું, 'મમતા બેનર્જી યુવા કેબિનેટ ઈચ્છે છે. તેથી સુપ્રિયો, ભૌમિક ચક્રવર્તીની પસંદનો સમાવેશ કરી શકાય છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે આ માહિતી આપતા કહ્યું કે  કેટલાક નવા નામોને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે. આ સાથે જ કેટલાક જૂના મંત્રીઓને સંગઠનમાં મોટી જવાબદારીઓ આપવામાં આવે તેવી શક્યતા છે. અહેવાલ છે કે સીએમ બેનર્જી 'યુવાનો'ની એક ટીમ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તે 4-5 નવા ચહેરાઓને સામેલ કરશે. તેમણે કહ્યું હતું કે, 'સુબ્રત મુખર્જી અને સાધન પાંડેનું નિધન થઈ ગયું છે. પાર્થ દા જેલમાં છે. તેમની પાસે પંચાયત, ઉદ્યોગ, ઉપભોક્તા અને ઘણા મહત્વપૂર્ણ વિભાગો હતા. હું હવે દબાણને સંભાળી શકતી નથી. તેમની ગેરહાજરીમાં આ વિભાગોનું ધ્યાન કોણ રાખશે? એટલા માટે મારે નવા ચહેરાઓને સામેલ કરવાની જરૂર છે. 
કેટલાક નેતાઓને પાર્ટી સંગઠનમાં પણ મોકલવામાં આવશે. "તેથી બુધવારે અમે સાંજે 4 વાગ્યે આ ફેરબદલ અંગની ઘોષણા કરાશે.  તેમણે કહ્યું હતું. સ્નેહાસીશ ચક્રવર્તી, તાપસ રોય, ઉદયન ગુહા, ઝાકિર હુસૈન, સુબ્રત મંડલ, પાર્થ ભૌમિક અને બાબુલ સુપ્રિયોના નામ ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રી તરીકેના તેમના અનુભવને ધ્યાનમાં રાખીને તમામ નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આમાંથી રોય અને હુસૈન ભૂતકાળમાં પણ કેબિનેટનો ભાગ રહી ચૂક્યા છે. મલય ઘટક અને માનસ ભુનિયાની જવાબદારી વધી શકે છે. જ્યારે, ફિરહાદ હકીમ અને ચંદ્રીમા ભટ્ટાચાર્યની જવાબદારી ઘટી શકે છે. અહીં સુમન મહાપાત્રાને જિલ્લા એકમના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં તેમને કેબિનેટમાંથી બહાર થઇ શકે છે.
બીજી તરફ પછ્ચિમ બંગાળ ભાજપ સરકાર સામે આક્ષેપો કરી રહ્યું છે સાથે જ સુવેન્દુ અધિકારી કહ્યું કે અધિકારીએ એ પણ માહિતી આપી હતી કે પાર્ટી રાજ્યમાં TMC સરકાર વિરુદ્ધ મોટા પાયે અભિયાન ચલાવવાની તૈયારી કરી રહી છે.  કારણ કે શિક્ષક ભરતી કૌભાંડમાં 80-90 લાખથી વધુ ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં થયા છે,"   અહીં પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારે પણ TMC ચીફ બેનર્જી પર ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે તેમની જાણ વગર આ કૌભાંડ થયું ન હોય. તે જ સમયે, સીએમ બેનર્જીએ પણ કેબિનેટમાં ફેરબદલની તૈયારી કરી લીધી છે. તેમના નિર્ણયને 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ અને પાર્થ ચેટર્જી કેસ સાથે જોડવામાં આવી રહ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.