ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હોટલનું બુકિંગ કરાવતા પહેલા અજાણતા થઈ જાય છે આ મોટી ભૂલ

સામાન્ય રીતે આપણે ક્યાંક હૉલી-ડે પ્લાન કરીએ, ત્યારે સૌથી પહેલા આપણે અગાઉથી હોટલ બુકિંગ કરાવતા હોઈએ છે. ઑનલાઈન હોટલ બુકિંગ કરાવતી વખતે આપણે તે હોટલના પ્રાઈઝ અને રૂમ સારો છે કે નહીં તેના ફોટોઝ તો ચોક્કસથી એક વખત જોઈ રાખતા હોઈએ છે. પણ આ સિવાય પણ ઘણી એવી બાબતો છે જે હોટલ બુકિંગ પહેલા ચેક કરી લેવી જરૂરી બને છે. કેટલીક સેફ્ટી ટિપ્સને ધ્યાનમાં રાખી તમે કોઈપણ સમસ્યા વગર હોટેલમાં આરામથી રોક
01:28 PM Sep 02, 2022 IST | Vipul Pandya
સામાન્ય રીતે આપણે ક્યાંક હૉલી-ડે પ્લાન કરીએ, ત્યારે સૌથી પહેલા આપણે અગાઉથી હોટલ બુકિંગ કરાવતા હોઈએ છે. ઑનલાઈન હોટલ બુકિંગ કરાવતી વખતે આપણે તે હોટલના પ્રાઈઝ અને રૂમ સારો છે કે નહીં તેના ફોટોઝ તો ચોક્કસથી એક વખત જોઈ રાખતા હોઈએ છે. પણ આ સિવાય પણ ઘણી એવી બાબતો છે જે હોટલ બુકિંગ પહેલા ચેક કરી લેવી જરૂરી બને છે. કેટલીક સેફ્ટી ટિપ્સને ધ્યાનમાં રાખી તમે કોઈપણ સમસ્યા વગર હોટેલમાં આરામથી રોકાઈ શકો છો.
અત્યારે હોટેલમાં રૂમ બુક કરવાનાં ઓનલાઈન અને ઓફલાઈન બંને ઓપ્શન છે. એવામાં જ્યાં એક તરફ હોટેલના ઓનલાઈન બુકિંગમાં લોકો ત્યાંની વ્યવસ્થા વિશે જાણી શકતા નથી. તો ઓફલાઈન બુકિંગ કરાવવા પર પણ હોટેલમાં સેફ્ટીની કોઈ ગેરંટી નથી રહેતી. આવી સ્થિતિમાં કેટલીક સ્માર્ટ ટિપ્સની મદદથી તમે જાતે જ આટલી બાબતો ચકાસી લેવી જોઈએ.
હોટેલનું ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા, હોટેલના રિવ્યુ અને રેટિંગની તપાસ કરી રૂમ બુક કરાવો. ઓફલાઈન બુકિંગ પહેલા ફોનમાં હોટેલના રિવ્યુ ચેક કરવાનું ન ભૂલવું.
ઘણા હોટેલ રૂમમાં દરરોજ સફાઈનો અભાવ હોય છે. આ સ્થિતિમાં રૂમમાં રાખેલા જગનું પાણી પીવાથી પણ બીમાર પડી શકાય છે. આ સાથે હોટેલના ગ્લાસમાં પાણી પીતા પહેલા તેને સાબુથી ધોઈ ઉપયોગ કરવો.
કોઈપણ અજાણી વ્યક્તિ પાસેથી હોટેલની ડિટેલ ભૂલથી પણ શેર ન કરવી.
હોટેલમાં કેટલીક જગ્યા જોખમકારક સાબિત થઈ શકે છે તેથી પોતાની સાવધાનીનું ખાસ ધ્યાન રાખવું. ધ્યાન રાખવું કે તમારા રૂમની અંદરનો વ્યૂ બહાર ન દેખાય તે ખાસ ચેક કરી લેવું. નહીંતર પાછળથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
હોટેલમાં રોકાયા પછી રૂમના મિરરની તપાસ કરવાનું ન ભૂલવું. જો તમારા રૂમમાં ટૂ સાઈડેટ મિરર લાગેલા છે, તો તેનાથી તમારા રૂમનો વ્યૂ બાજુવાળા રૂમમાં પણ દેખાય છે. 
દરવાજાના કાણાં પણ સરખી રીતે ચેક કરી લો અને બેડની નજીક આવેલા દરવાજાના કાણાને કોઈ પેપરથી કવર કરી લો. 
રૂમના દરવાજાની બહાર હંમેશાં 'Do Not Disturb' નું બોર્ડ અવશ્ય લગાવવું. જેથી પરમિશન વગર કોઈ તમારા રૂમમાં ન પ્રવેશી શકે.
Tags :
GujaratFirstHotelBookingOnlineBookingTips
Next Article