બુસ્ટર ડોઝ લેવા જતી વખતે ન કરવા જેવી ભૂલોની યાદી
કોરોનાની ભયાનક પરિસ્થિતિ, જેમાં ઘણાંએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. અને ત્યારબાદ વેક્સિન લીધા બાદ પરિસ્થિતિમાં ઘણો સુધારો પણ આવ્યો છે. જેણે બંને વેક્સિનના ડોઝ લીધા હોય તેના 6 મહિના બાદ, તેઓ બુસ્ટર ડોઝ લઈ શકે છે. પરંતુ આ બુસ્ટર ડોઝ લેવા જતી વખતે અને લીધા બાદ પણ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.. આવો જાણીએ શું ધ્યાનમાં રાખશો..જો તમને તાવ કે વાયરલ ઈન્ફેક્શન હોય તો બુસ્ટર ડોઝ લેàª
09:42 AM Jul 21, 2022 IST
|
Vipul Pandya
કોરોનાની ભયાનક પરિસ્થિતિ, જેમાં ઘણાંએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. અને ત્યારબાદ વેક્સિન લીધા બાદ પરિસ્થિતિમાં ઘણો સુધારો પણ આવ્યો છે. જેણે બંને વેક્સિનના ડોઝ લીધા હોય તેના 6 મહિના બાદ, તેઓ બુસ્ટર ડોઝ લઈ શકે છે. પરંતુ આ બુસ્ટર ડોઝ લેવા જતી વખતે અને લીધા બાદ પણ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.. આવો જાણીએ શું ધ્યાનમાં રાખશો..
જો તમને તાવ કે વાયરલ ઈન્ફેક્શન હોય તો બુસ્ટર ડોઝ લેવાનું ટાળશો.
ખાલી કે ભૂખ્યા પેટે બુસ્ટર ડોઝ લેવા ભૂલથી પણ ન જશો.
બુસ્ટર ડોઝ લીધા બાદ થોડા થોડા સમયે ખાતા રહો.
બુસ્ટર ડોઝ લીધો હોય એ સમયે હળવો ખોરાક જ લો.
બુસ્ટર ડોઝ કે વેક્સિન લીધા બાદ ભારે ચીજો ઉચકવાનું ટાળો અને થાક લાગે તેવું કોઈ કામ ન કરશો.
અને ખાસ વાત સિગારેટ, દારૂ કે તમાકુંનું સેવન ભૂલથી પણ ન કરશો.
Next Article