શિક્ષણ કમિશ્નરની ગાડીમાં દારૂની હેરાફેરી, શિક્ષણ કમિશ્નરને ખબર જ નથી કે ગાડી ક્યાં છે
ગુજરાતમાં (Gujarat) દારૂબંધીના નિયમોની ધજ્જિયા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. સરકારી ગાડીમાં દારૂની હેરફેર થતી હોવાનું સામે આવ્યું છે. પાલનપુરમાં (Palanpur) શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશ્નરની ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો સાથે બે શખ્સો ઝડપાયા છે. Government of Gujarat લખેલી ગાડીમાં દારૂની હેરાફેરીના આ કિસ્સાએ ભારે ચકચાર મચાવી છે. હાલ આ મામલે પોલીસે બે શખ્સોને ઝડપી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.સમગ્ર ઘટન
ગુજરાતમાં (Gujarat) દારૂબંધીના નિયમોની ધજ્જિયા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. સરકારી ગાડીમાં દારૂની હેરફેર થતી હોવાનું સામે આવ્યું છે. પાલનપુરમાં (Palanpur) શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશ્નરની ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો સાથે બે શખ્સો ઝડપાયા છે. Government of Gujarat લખેલી ગાડીમાં દારૂની હેરાફેરીના આ કિસ્સાએ ભારે ચકચાર મચાવી છે. હાલ આ મામલે પોલીસે બે શખ્સોને ઝડપી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાક્રમ
શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશ્નર નારાયણ માધુની જીજે-18-જીબી-9779 નંબરની કારમાં તેમના ડ્રાઈવર હિતેશ માહેરિયા અને તેના કાકાના દિકરો ભાઈ જગદીશ પરમાર માઉન્ટ આબુથી 10 પેટી વિદેશીદારૂ લઈને ગાંધીનગર આવી રહ્યાં હતા. રાજસ્થાન તરફથી આવી રહેલી કાર પર Government of Gujarat લખેલી કારને અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસે ચેક કરી નહી અને જવા દીધી.
પાલનપુરમાં 3 સ્થળોએ અકસ્માત
અમીરગઢ ચેકપોસ્ટ પાર કર્યાં બાદ આ કારે પાલનપુર બજાર તરફ ડાવર્ટ કરી બજારમાં 1 રિક્ષા, 1 રાહદારી અને 1 બાઈકને ટક્કર આપતા સ્થાનિક પોલીસને ગાડીમાં કંઈ હોવાની શંકા જતાં તાલુકા પોલીસ અને પાલનપુર પૂર્વ પોલીસે પીછો કરી ગોબરી રોડ નજીક આ કારને અટકાવી. જેની તપાસ કરતા કારમાંથી 10 પેટી વિદેશીદારૂ ઝડપાયું.
શિક્ષણ કમિશ્નર અજાણ
આ મામલે શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશ્નર નારાયણ માધુ સાથે ટેલિફોનિક વાતચીતમાં શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશ્નર નારાયણ માધુએ કહ્યું કે, ડ્રાઈવર કહ્યા વગર ગાડી લઈ ગયા હોય શકે. તેઓ સમાજીક પ્રસંગમાં પુના હોવાનું જણાવ્યું હતું. આ વાતથી સ્પષ્ટ થાય છે કે શિક્ષણ કમિશ્નરને પોતાને જ નથી ખબર કે પોતાનું લશ્કર ક્યાં લડે છે. શિક્ષણ વિભાગના અગ્ર સચિવની ગાડીમાં દારૂની રેલમછેલ થાય તો પછી બાકી શું રહેશે. શું તેમના ડ્રાઈવરે અગાઉ પર આવી રીતે દારૂ ઘુસાડ્યો હશે. શું શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સામે ફરિયાદ નોંધાશે કે કેમ તે સવાલો ચોક્કસથી ઉભા થઈ રહ્યાં છે.
આ પણ વાંચો - ખાણ ખનિજ વિભાગની ગાડીમાં GPS લગાવનારા પૂર્વ પોલીસ કર્મી સહિત 2 ઝડપાયા, આવી રીત પાર પાડતા હતા મિશન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement