કાર-સ્કૂટરમાં શરાબની હેરફેર : 1.75 લાખનો મુદ્દામાલ કબ્જે
પોરબંદર - દ્વારકા નેશનલ હાઈવે પર એક કારમાંથી બીજી કારમાં વિદેશી દારૂની હેરફેર થઇ રહી હતી, ત્યારે મિયાની મરીન પોલીસ સ્ટાફ ત્યાંથી નાઈટ પેટ્રોલિંગમાં હોવાથી પસાર થતા બે શખ્સો એક કારમાં ત્યાંથી રફુચક્કર થઇ ગયા હતા, તો પોલીસે એક કારમાંથી વિદેશી દારૂની 84 બોટલ કબ્જે કરી છે.આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મિયાની મરીન પોલીસ સ્ટાફ પોરબંદર - દ્વારકા નેશનલ હાઈવે પર નાઈટ પેટ્રોલિંગ
પોરબંદર - દ્વારકા નેશનલ હાઈવે પર એક કારમાંથી બીજી કારમાં વિદેશી દારૂની હેરફેર થઇ રહી હતી, ત્યારે મિયાની મરીન પોલીસ સ્ટાફ ત્યાંથી નાઈટ પેટ્રોલિંગમાં હોવાથી પસાર થતા બે શખ્સો એક કારમાં ત્યાંથી રફુચક્કર થઇ ગયા હતા, તો પોલીસે એક કારમાંથી વિદેશી દારૂની 84 બોટલ કબ્જે કરી છે.
આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મિયાની મરીન પોલીસ સ્ટાફ પોરબંદર - દ્વારકા નેશનલ હાઈવે પર નાઈટ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. ત્યારે હાઈવે પર કાંટેલા ગામના બસ સ્ટોપ પાસે પોલીસને રોડની સાઈડમાં બે ફોર વ્હીલ કાર ઉભેલી જોવા મળી હતી અને તેમાં બે શખ્સો કારની ડેકીમાં સામસામી બોક્ષની હેરફેર કરતા જોવા મળ્યા હતા. આથી પોલીસ સ્ટાફે ત્યાં સ્થળ પર જતા આ બંને શખ્સો એક કાર જેમની તેમ મૂકી બીજી કાર નંબર GJ 02 B H 3697 નંબરની મારુતિ સુઝુકી સ્વીફ્ટ કારમાં બેસી ત્યાંથી કુછડી ટોલ નાકા તરફ નાસી ગયા હતા. તો પોલીસે ત્યાં પડેલી અન્ય નિશાન માઈક્રા કાર નં. GJ 03 DN 2121 કારની ડેકી ચેક કરતા તેમાં કુલ સાત બોક્ષ મળી આવ્યા હતા અને આ સાતે બોક્ષમાંથી વિદેશી દારુ વ્હીસ્કીની 84 બોટલ મળી આવી હતી. ત્યારે પોલીસે આ વિદેશી દારુ અને એક કાર સહીત કુલ રૂ. 1,31,500 નો મુદ્દામાલ સ્થળ પરથી જપ્ત કર્યો હતો. અને નાસી ગયેલા બંને અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉદ્યોગનગર પોલીસે વદેશી દારૂની પાંચ બોટલ અને ૧૪ નંગ બીયરનો મુદામાલ કબ્જે કર્યેા
પોરબંદરમાં નરસંગ ટેકરી રેલ્વે ફાટક પાસે એક્ટીવામાં દારૂ-બિયરની હેરાફેરી કરતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં રહેતો ભરત હીરાલાલ જુંગી નામનો યુવાન પોતાનું કાળા કલરનું હોન્ડા એક્ટીવા મોટર સાયકલ લઈને નરસંગ ટેકરી, રેલ્વે ફાટક પાસેના રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ઉદ્યોગનગર પોલીસે બાતમીના આધારે આ શખ્સને રોકી તેની તલાશી લીધી હતી. એ દરમિયાન ભરત જુંગી પાસેથી વિદેશી દારૂની પાંચ બોટલ અને ૧૪ નંગ બીયરના ટીન મળી આવ્યા હતા. આથી પોલીસે તેની અટકાયત કરી આ અંગે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આ દારૂ-બિયરનો જથ્થો તેણે એરપોર્ટ સામે સીતારામનગર વિસ્તારમાં રહેતા વર્ષાબેન બોખીરીયા પાસેથી વેચાતો લીધો હોવાની કબુલાત આપતા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement