Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રતિબિંબ

“તો આવા હતા આપણા કાગડાભાઈ. મોજીલા અને મસ્તમૌલા. ગમે તેવી પરિસ્થિતિનો ખુશીથી સામનો કરનાર….. હવે એ કહો કે તમને આ વાર્તા ગમી કે નહીં?” મીનાએ સામે બેઠેલાં બાળકોને પૂછ્યું.“ ગમી...ગમી…” એકસાથે સૂર ઊઠ્યો.“ શું નામ હતું વાર્તાનું, કહો જોઈએ.”“ આનંદી કાગડો.” ખળખળ હાસ્યનું મોજું આખાય રૂમને ઘેરી લેતું ફરી વળ્યું. બાળકો સાથે મીના ય જોડાઈ. ગોળ ફૂદરડી ફરતાં બધા બાળકો આનંદ કિલ્લોલ કરતાં રહ્યા. અડધા
પ્રતિબિંબ
“તો આવા હતા આપણા કાગડાભાઈ. મોજીલા અને મસ્તમૌલા. ગમે તેવી પરિસ્થિતિનો ખુશીથી સામનો કરનાર….. હવે એ કહો કે તમને આ વાર્તા ગમી કે નહીં?” મીનાએ સામે બેઠેલાં બાળકોને પૂછ્યું.
“ ગમી...ગમી…” એકસાથે સૂર ઊઠ્યો.
“ શું નામ હતું વાર્તાનું, કહો જોઈએ.”
“ આનંદી કાગડો.” ખળખળ હાસ્યનું મોજું આખાય રૂમને ઘેરી લેતું ફરી વળ્યું. બાળકો સાથે મીના ય જોડાઈ. ગોળ ફૂદરડી ફરતાં બધા બાળકો આનંદ કિલ્લોલ કરતાં રહ્યા. 
અડધા કલાક પછી બાળકોને એમના બેડમાં સુવડાવી મીના પોતાના રૂમમાં પાછી ફરી. માથા પરની વિગ ઉતારી મેકઅપ કાઢવા લાગી. ધોળી ધફ્ફ દીવાલોથી ઘેરાયેલા ઓન્કૉલોજી વિભાગના એ રૂમ પર માંદગીનો નીરસ ઓછાયો હાવી થઈ જ રહ્યો હતો ત્યાં…
 મીનાના થાકેલા ચહેરા પર કુમળી વયે કેન્સર સામે હિંમતભેર બાથ ભીડતાં બાળકોને આજે પોતે આપેલી ખુશીનું પ્રતિબિંબ ઝળકી ઊઠ્યું. 
-શ્રદ્ધા ભટ્ટ
Advertisement
Tags :
Advertisement

.