Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીના રિફંડના નામે કરાતી છેતરપિંડી, જાણો કેવી રીતે

લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીના રિફંડના નામે છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય સાગરીતની  અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. છેતરપીંડી આચરવા માટે આ શખ્સે બોગસ લેટરપેડ બનાવ્યા હતા. અમદાવાદ સાયબર ક્રાઈમે ઉત્તર પ્રદેશના ગાજીયાબાદમાં રહેતા આલોક ગોયલ નામના યુવકની ધરપકડ કરી છે.આલોક દિલ્હીમાં રહી છેતરપિંડી આચરતો હતો.તે એવા ગ્રાહકોનો ડેટા મેળવતો જે ગ્રાહકોને વિમા કંપની સાથે તકરાર ચàª
લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીના રિફંડના નામે કરાતી છેતરપિંડી  જાણો કેવી રીતે
લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીના રિફંડના નામે છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય સાગરીતની  અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. છેતરપીંડી આચરવા માટે આ શખ્સે બોગસ લેટરપેડ બનાવ્યા હતા. 
અમદાવાદ સાયબર ક્રાઈમે ઉત્તર પ્રદેશના ગાજીયાબાદમાં રહેતા આલોક ગોયલ નામના યુવકની ધરપકડ કરી છે.આલોક દિલ્હીમાં રહી છેતરપિંડી આચરતો હતો.તે એવા ગ્રાહકોનો ડેટા મેળવતો જે ગ્રાહકોને વિમા કંપની સાથે તકરાર ચાલતી હોય. આલોક આવા ગ્રાહકોની માહિતી મેળવી વિમો ફરી શરૂ કરવા અથવા પોલીસી રિફંડ કરવાના બહાને અલગ અલગ ચાર્જ પેટે રૂપિયા પડાવતો હતો. તેણે અમદાવાદની મહિલા સાથે બેંક અકાઉન્ટમાંથી  91.76 લાખ પડાવી લીધા છે. આ છેતરપિંડી આચરવા માટે આલોક GICB  અને  NPCI ના બનાવટી લેટર પેડ નો પણ ઉપયોગ કરતો હોવાનુ સામે આવ્યુ છે. 
ઝડપાયેલા આરોપી આલોકની તપાસમાં  અમદાવાદ સાઇબર ક્રાઇમ ખાતે નોંધાયેલા 4 અને દિલ્હી, મુંબઈ ના મળી કુલ 5 થઈ વધુ ગુનાનો ભેદ ઉકેલાયો છે.ગુના ની રકમ નો આંક 1.72 કરોડ થાય છે,જેથી આરોપીની પૂછપરછમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.આરોપીના બેન્ક એકાઉન્ટ તથા અન્ય બનાવટી મેલ આઇડીની તપાસ કરતા અન્ય ભોગ બનનાર લોકો પણ સામે આવે તેવી શક્યતાઓ છે,જે અંગે સાયબર ક્રાઈમ તપાસ કરી રહી છે.. 
આરોપી આલોક ગોયલ 45 કરતાં વધુ બેન્ક એકાઉન્ટ ધરાવે છે અને આ એકાઉન્ટમાં છેતરપિંડી કરેલા નાણાં જમા થાય છે.. જેથી પોલીસ આ તમામ બેંક એકાઉન્ટની તપાસ કરી રહી છે.. તેની ઓફિસમાં નોકરી કરતા યુવક યુવતીઓની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.