Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરેન્દ્રનગરમાં પુત્રની હત્યા કરનારી સાવકી માતાને આજીવન કેદ

સુરેન્દ્રનગરમાં પુત્રની હત્યા કરનાર સાવકી માતાને લીંબડી એડીશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટે આજીવન કેદની સજા ફટકારીવર્ષ ૨૦૧૮ માં પુત્ર ભદ્રને સાવકી માતા જીનલે ગળેટુંપો દઈ સુટકેસમાં પુરી મોતને ઘાટ ઉતાર્યો હતો૪ વર્ષ બાદ હત્યારી સાવકી માતાને કોર્ટે સજાનો હુકમ કરતા પરિવારજનોને ન્યાય મળ્યોસજા ઘટાડવા આરોપી પક્ષના વકિલે દલીલો કરી હતી પરંતુ ગુનાની ગંભીરતાને લઇને કોર્ટે આજીવન કેદની સજાનો
સુરેન્દ્રનગરમાં પુત્રની હત્યા કરનારી સાવકી માતાને આજીવન કેદ
  • સુરેન્દ્રનગરમાં પુત્રની હત્યા કરનાર સાવકી માતાને લીંબડી એડીશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
  • વર્ષ ૨૦૧૮ માં પુત્ર ભદ્રને સાવકી માતા જીનલે ગળેટુંપો દઈ સુટકેસમાં પુરી મોતને ઘાટ ઉતાર્યો હતો
  • ૪ વર્ષ બાદ હત્યારી સાવકી માતાને કોર્ટે સજાનો હુકમ કરતા પરિવારજનોને ન્યાય મળ્યો
  • સજા ઘટાડવા આરોપી પક્ષના વકિલે દલીલો કરી હતી પરંતુ ગુનાની ગંભીરતાને લઇને કોર્ટે આજીવન કેદની સજાનો હુકમ કર્યો
સુરેન્દ્રનગર (Surendranagar)ના કૃષ્ણનગરમાં વર્ષ ૨૦૧૮ની ૬ ફેબ્રુઆરીના રોજ સાવકી માતાએ સાવકા ૭ વર્ષના બાળકને બેગમાં પુરી હત્યા (Murder)કરી નાંખી હતી. આ સાવકી માતાને ઝડપી પાડ્યા બાદ કેસ ચાલતો હતો.જે લીંબડી સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે સાવકા પુત્રની હત્યા કરનાર માતાને આજીવન કેદની સજા ફટકારી હતી.
પુત્રને જીવતો સુટકેસમાં પુર્યો હતો
કહેવત છે કે મા તે મા બીજા બધા વગડાના વા પરંતુ આ વાક્યને શર્મ સાર કરતી ઘટના તા.૦૬ ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે સુરેન્દ્રનગરના કૃષ્ણનગરના પરમાર પરીવારમાં બન્યો હતો. જેમાં સાવકી માતા કુમાતા બની પુત્રને જીવતો સુટકેસમાં પુરી હત્યા કરી નાંખતા માતાને ઝડપી પાડવામાં આવી હતી. તેની સામે સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં કેસ એપ્રિલ ૨૦૧૮માં ચલાવાયો હતો પરંતુ જેલમાં મુદત સમયે સૌ કોઇ તેની સામે તીરસ્કારની નજરે જોતા હોવાથી સુરેન્દ્રનગર કોર્ટમાં જીવનુ જોખમ હોવાનુ કહી જીનલે કોર્ટમા ૨૯-૦૮-૨૦૧૮ના રોજ કેસ લીંબડી સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરાવ્યો હતો. પછી તેને સુરેન્દ્રનગર જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવી હતી. આ કુમાતા જીનલ સામે કેસ લીંબડી સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં હત્યા કર્યા અંગેની પોલીસ તપાસની વિગતો, મૃતક ધ્રુવ ઉર્ફે ભદ્રના પીએમ રીપોર્ટ, તથા ૨૭ લોકોની જુબાની લેવામાં આવી હતી.

આજીવન કેદની સજાનો હુકમ કર્યો
જેને આધારે લીંબડી ત્રીજા એડીશનલ સેશન્સ જજ મમતા કિશનભાઇ ચૌહાણે આરોપી જીનલ પરમારને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે રૂ.૫૦૦૦ દંડ કર્યો હતો અને જો તે ન ભરે તો વધુ ૬ માસની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. આરોપીને સજા આપતા પહેલા કોર્ટે નોંધ્યુ કે જીનલે ૭ વર્ષના બાળકને બેગમાં પુરી ગુંગળાવી મૃત્યુ નીપજાવ્યુછે. આ કેસ રેર ઓફ રેરેસ્ટ કેસમાં આવે છે. આથી ફરીયાદ પક્ષે આરોપીને મૃત્યુ દંડની સજાની માંગ કરી હતી. પરંતુ જીનલને ૬ વર્ષની બાળકી છે અને આરોપીનો બીજો કોઇ ગુનાહીત ઇતિહાસ નથી. આમ યુવા વયના અને ૬ વર્ષની બાળકીના માતા હકીકત ધ્યાને લઇ કોર્ટે વિવેક આધિન સત્તા ધ્યાને રાખી આરોપીને સુધરવાની તક મળે જ્યારે ફરીયાદી શાંતીલાલે પુત્ર ગુમાવ્યો હોવાથી તેમને ન્યાય મળે અને જરૂરી વળતર અપાવવુ યોગ્ય સહિત બાબતો ધ્યાને લઇ ન્યાયના હીતમાં આજીવન કેદની સજા આપી હતી.

બાળકનું દમ ઘૂંટાતા મોત થયું હતું
શાંતીલાલના એકના એક પુત્ર ભદ્ર પ્રત્યે ધૃણા કરતી જીનલે ૬ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ૭ વર્ષીય ભદ્રનું મોં હાથ પગ બાંધી દઇ તેને જીવતો બેગમાં પુરી દીધો હતો. અને તેના પર કપડા મુકી દીધા હતા આથી બાળકનું બેગમાં દમ ઘોટાઇ જતા માસુમ મૃત્યુ પામ્યો હતો. શાંતીલાલ પરમારના પ્રથમ પત્નિ ડીમ્પલબેનનું અવસાન થતા શાંતીલાલે અમદાવાદની જીનલ સાથે બીજા લગ્ન કર્યા હતા.

જીનલના આ ત્રીજા લગ્ન હતા
જીનલના આ ત્રીજા લગ્ન હતા અને તેને એક પુત્રી હતી શરૂઆતમાં શાંતીલાલના પુત્ર ભદ્રને તે સારી રીતે રાખતી પછી પતિની પ્રોપર્ટી બાળક ભદ્રને મળશે અને તેની પુત્રીને નહીં મળે તેમ વિચારી ભદ્ર પ્રત્યે ધૃણા કરતી હતી.અને બાળકને જીવતો બેગમાં પુરી હત્યા કરી નાંખી હતી. સાવકી માતાએ ભદ્રને બેગમાં પુરી હત્યા કરી નાંખ્યા બાદ ભદ્ર ખોવાઇ ગયો છેનું નાટક શરૂ કરી દીધુ હતુ. પરંતુ બેગને ઘરના ખુણામાં મુકી દીધી હતી અને કોઇ તેની પાસે ન જાય તેનુ ધ્યાન રાખતી અને આસપાસ શોધખોળનો ડોળ કરતી અને બાધા આખડી રાખી હતી. પરંતુ રાત્રે શાંતીલાલ અને લેબર કોર્ટ સ્ટાફ અને પરીવાર ઘરના રૂમની બેગ ચેક કરવા લાગ્યા હતા.એક બેગની ચાવી ન મળતા ડીસમીસથી તોડી જોતા તેમાં ધ્રુવ ઉર્ફે ભદ્ર મળ્યો હતો.જેને મોઢે ચોયણી થી બાંધી અને તેના પર કપડા મુકી દીધા હતા આમ સાવકી માંનો ભાંડો ફુટ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.