Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લે. જનરલ બીએસ રાજુની થલસેનાના નવા ઉપ પ્રમુખ તરીકે નિયુક્તિ, જાણો કોણ છે?

લેફ્ટનન્ટ જનરલ બીએસ રાજુને થલસેનાના નવા ઉપ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ લેફ્ટનન્ટ જનરલ બીએસ રાજુને ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા છે. મળતી માહિતી પ્રમાણે લેફ્ટનન્ટ જનરલ બીએસ રાજુ 1 મે 2022ના રોજ કાર્યભાર સંભાળશે. લેફ્ટનન્ટ જનરલ રાજુ હાલમાં ડીજી મિલિટરી ઓપરેશન્સનું નેતૃત્વ કરી રહ્યા છે. લે. જનરલ રાજુ આર્મી
લે  જનરલ બીએસ રાજુની થલસેનાના નવા ઉપ પ્રમુખ તરીકે નિયુક્તિ  જાણો કોણ છે
લેફ્ટનન્ટ જનરલ બીએસ રાજુને થલસેનાના નવા ઉપ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ લેફ્ટનન્ટ જનરલ બીએસ રાજુને ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા છે. મળતી માહિતી પ્રમાણે લેફ્ટનન્ટ જનરલ બીએસ રાજુ 1 મે 2022ના રોજ કાર્યભાર સંભાળશે. 
લેફ્ટનન્ટ જનરલ રાજુ હાલમાં ડીજી મિલિટરી ઓપરેશન્સનું નેતૃત્વ કરી રહ્યા છે. લે. જનરલ રાજુ આર્મી કમાન્ડર ના હોવા છતાં થલસેનાના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે. અગાઉ તેમણે શ્રીનગર સ્થિત 15 કોર્પ્સનું નેતૃત્વ કમાન્ડ કરી હતી.
લે. જનરલ બીએસ રાજુને 15 ડિસેમ્બર 1984ના રોજ જાટ રેજિમેન્ટમાં કમિશન આપવામાં આવ્યું હતું. તેમની કારકિર્દી 38 વર્ષની છે. જેમાં તેઓ આર્મી હેડક્વાર્ટરમાં ઘણી મહત્વપૂર્ણ રેજિમેન્ટ, સ્ટાફ અને સૂચનાત્મક નિમણૂંકોનો ભાગ રહ્યા છે. આર્મી સ્ટાફના વાઇસ ચીફ તરીકે નિયુક્ત થતા પહેલા તેઓ ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સનું પદ સંભાળતા હતા.
કાશ્મીરમાં મહત્વની ભૂમિકા ભજવી
કાશ્મીરમાં તેમની પોસ્ટીંગ દરમિયાન તેમણે 'મા બુલા રહી હૈ' અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ આતંકવાદીઓ સાથે અથડામણના સ્થળે ગયા અને તેમને આત્મસમર્પણ કરવાની તક આપી. તેમનો હેતુ આતંકવાદીઓને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાનો હતો.
લે. જનરલ રાજુ એક ઉત્તમ પાયલોટ પણ છે અને તેમણે સોમાલિયામાં UNOSOM II હેઠળ પણ ભાગ લીધો હતો. તેમણે ભારતમાં તમામ મહત્વપૂર્ણ કારકિર્દી અભ્યાસક્રમોમાં પણ હાજરી આપી છે અને યુકેમાં રોયલ કોલેજ ઓફ ડિફેન્સ સ્ટડીઝમાં એનડીસી પૂર્ણ કર્યું છે. સેનામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ અને યુદ્ધ સેવા પદથી નવાજવામાં આવ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.