Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

LIC IPO પ્રથમ કલાકમાં 12% થયો સબસ્ક્રાઇબ, જાણો રીટેલ રોકાણકારોને કેટલું મળશે ડિસ્કાઉન્ટ

LICના IPOમાં 16.20 કરોડ શેરની બિડિંગ થઈ રહી છે. જેમાં પ્રથમ કલાકમાં 2 કરોડ શેરની બિડિંગ આવી હતી. પ્રથમ દિવસના પ્રથમ કલાકમાં 12% શેર સબસ્ક્રાઇબ થયો હતો. આ સમયગાળા દરમિયાન, રિટેલ રોકાણકારો માટે સબસ્ક્રિપ્શન 0.18 ગણું, બિન-સંસ્થાકીય રોકાણકારો માટે 0.04 ગણું, કર્મચારીઓ માટે 0.28 ગણું અને પોલિસીધારકો માટે 0.26 ગણું હતું.અગ્રણી સરકારી કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનનો પબ્લિક ઇશ્યૂ અથવા IPO આખરે આજે સબસ્àª
lic ipo પ્રથમ કલાકમાં 12  થયો સબસ્ક્રાઇબ  જાણો રીટેલ રોકાણકારોને કેટલું મળશે ડિસ્કાઉન્ટ
Advertisement
LICના IPOમાં 16.20 કરોડ શેરની બિડિંગ થઈ રહી છે. જેમાં પ્રથમ કલાકમાં 2 કરોડ શેરની બિડિંગ આવી હતી. પ્રથમ દિવસના પ્રથમ કલાકમાં 12% શેર સબસ્ક્રાઇબ થયો હતો. આ સમયગાળા દરમિયાન, રિટેલ રોકાણકારો માટે સબસ્ક્રિપ્શન 0.18 ગણું, બિન-સંસ્થાકીય રોકાણકારો માટે 0.04 ગણું, કર્મચારીઓ માટે 0.28 ગણું અને પોલિસીધારકો માટે 0.26 ગણું હતું.
અગ્રણી સરકારી કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનનો પબ્લિક ઇશ્યૂ અથવા IPO આખરે આજે સબસ્ક્રિપ્શન માટે ખુલી ગયો છે. એલઆઈસીની શરૂઆત 1956માં થઈ હતી. પછી તે 245 ખાનગી જીવન વીમા કંપનીઓને મર્જ કરીને અને ખાનગીકરણ કરીને બનાવવામાં આવી હતી. તે સમયે કંપનીએ 5 કરોડની પ્રારંભિક મૂડી પર કામ શરૂ કર્યું હતું. વીમા કંપનીના IPOને એન્કર રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આજે આ IPO સંસ્થાકીય અને છૂટક રોકાણકારોના સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો છે. તમને જણાવી દઈએ કે લગભગ 21,000 કરોડના મૂલ્ય સાથે આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે. સરકાર IPO દ્વારા LICમાં તેના 3.5 ટકા શેર વેચી રહી છે. જેનાથી રૂ. 20,557 કરોડ એકત્ર થવાની ધારણા છે. આ ઐતિહાસિક IPO આજે એટલે કે છૂટક અને સંસ્થાકીય રોકાણકારો માટે ખુલ્લો છે, હવે તેનું સબસ્ક્રિપ્શન 9 મેના રોજ બંધ થશે.
902-949 રૂપિયાના ભાવે ઓછામાં ઓછા 15 શેરની બોલી લગાવી શકાય છે. આ IPOમાં બે છૂટ છે. એક પોલિસીધારકો માટે અને બીજી છૂટક રોકાણકારો માટે. એક સાથે બે છૂટનો લાભ મળશે નહીં. પોલિસીધારકોને 60 રૂપિયા અને છૂટક રોકાણકારોને 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
રોકાણ માટે મહત્વપૂર્ણ બાબતો
જો તમે પોલિસીધારકના ક્વોટાનો લાભ લેવાં માંગતા હોઈ  તો પોલિસી 13મી ફેબ્રુઆરી પહેલાની હોવી જોઈએ જે હજુ પણ અમલમાં હોવી જોઈએ. પછી 28 ફેબ્રુઆરી સુધીમાં તમારું પાન કાર્ડ આ પોલિસી સાથે લિંક થઈ ગયેલું હોવું જોઈએ. જો પોલિસીધારક સગીર છે, તો તેના નામે ડીમેટ ખાતું હોવું જોઈએ.
રેલિગેર બ્રોકિંગનું કહેવું છે કે રોકાણકારોએ આ સ્ટૉકમાં નાણાંનું રોકાણ કરવું જોઈએ. વીમા ક્ષેત્ર આગળ વધવાની વિશાળ સંભાવના છે. વીમા ઉદ્યોગ 2021-32 દરમિયાન 14-16 ટકાના ચક્રવૃદ્ધિ દરે વૃદ્ધિ પામશે. જો કે, તેના માર્કેટ શેર અંગે ચિંતા રહે છે.
એન્જલ વને કહ્યું છે કે એલઆઈસીનું વેલ્યુએશન એમ્બેડેડ વેલ્યુ કરતાં માત્ર 1.1 ગણું છે. લિસ્ટેડ ખાનગી કંપનીઓ 2.5 થી 4.3 ગણા ભાવે ટ્રેડ થઈ રહી છે. જોકે, વ્યક્તિગત વીમા વ્યવસાયમાં LICનો બજારહિસ્સો ચોક્કસપણે ચિંતાનો વિષય છે. આ હોવા છતાં, રોકાણકારોએ ચોક્કસપણે LICના IPOમાં નાણાંનું રોકાણ કરવું જોઈએ.
LICનું નુકસાન એ છે કે તેનો બજાર હિસ્સો સતત 8 વર્ષથી ઘટી રહ્યો છે. તે 72 ટકાથી ઘટીને 64 ટકા પર આવી ગયો છે. ભારતમાં વીમા ઉદ્યોગનો વિકાસ દર 17 ટકા છે, જ્યારે LICનો વિકાસ દર 7 ટકા છે.
ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ 85 રૂપિયા છે. મતલબ કે રૂ. 949નો શેર રૂ. 1,034 પર ટ્રેડ થઈ રહ્યો છે. અગાઉ 2 મેના રોજ એન્કર રોકાણકારો માટે ખુલેલ આ IPO સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થયો હતો. જેમાં ભારત અને વિદેશના 20 એન્કર રોકાણકારોએ ભાગ લીધો હતો
Advertisement
Tags :
Advertisement
×

Live Tv

Trending News

.

×