ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

1 હજાર લો ફ્લોર બસની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારનો મામલો CBIને મોકલવા LGની મંજૂરી

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ દિલ્હી પરિવહન નિગમ દ્વારા કરાયેલી 1,000 લો-ફ્લોર બસોની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદને સીબીઆઈને મોકલવાની મંજૂરી આપી છે. સત્તાવાર નિવેદન અનુસાર, એલજી સચિવાલય કાર્યાલયને આ મામલે ફરિયાદ મળી હતી.લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા 1000 લો ફ્લોર બસોની ખરીદીà
07:22 AM Sep 11, 2022 IST | Vipul Pandya
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ દિલ્હી પરિવહન નિગમ દ્વારા કરાયેલી 1,000 લો-ફ્લોર બસોની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદને સીબીઆઈને મોકલવાની મંજૂરી આપી છે. સત્તાવાર નિવેદન અનુસાર, એલજી સચિવાલય કાર્યાલયને આ મામલે ફરિયાદ મળી હતી.
લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા 1000 લો ફ્લોર બસોની ખરીદીમાં કથિત અનિયમિતતાઓને લઈને મોટી કાર્યવાહી કરી છે. લો ફ્લોર બસોની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારની ફરિયાદ પર, એલજીએ આ મામલો સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને સોંપવાના મુખ્ય સચિવના પ્રસ્તાવને મંજૂરી આપી છે. હવે સીબીઆઈ હવે આ ફરિયાદની તપાસ કરી શકે છે.
ઉપરાજ્યપાલના કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર - DTC દ્વારા 1000 લો-ફ્લોર બસોની ખરીદીમાં ગેરરીતિ/ભ્રષ્ટાચારના મામલે LG સચિવાલયને મળેલી ફરિયાદને CBIને મોકલવાના મુખ્ય સચિવના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા ખરીદવામાં આવેલી 1,000 લો ફ્લોર બસોની ખરીદીમાં કથિત અનિયમિતતાના કેસમાં વધુ એક ફરિયાદ ઉમેરવામાં આવી છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ રવિવારે બસોની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારની ફરિયાદ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનને સોંપવાની મુખ્ય સચિવની ભલામણને મંજૂરી આપી હતી.
Tags :
CBICorruptionDelhiGujaratFirstLG
Next Article