Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનરના નામથી સોશિયલ મીડિયામાં લેટરપેડ વાયરલ, જાણો શું છે મામલો

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપ પાર્ટીના ખોટા લેટરપેડ બનાવી દિલ્હીના આપ પાર્ટીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાને ડિબેટ માટે આવકાર્યા છે તથા દિલ્હીની શાળાની મુલાકાત માટે બોલાવ્યા હોવાની રજૂઆત લેટર પેડમાં કરવામાં આવી છે. આવા  લેટરપેડ બનાવીને ભાજપની છબી ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ મામà
ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનરના નામથી સોશિયલ મીડિયામાં લેટરપેડ વાયરલ  જાણો શું છે મામલો
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપ પાર્ટીના ખોટા લેટરપેડ બનાવી દિલ્હીના આપ પાર્ટીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાને ડિબેટ માટે આવકાર્યા છે તથા દિલ્હીની શાળાની મુલાકાત માટે બોલાવ્યા હોવાની રજૂઆત લેટર પેડમાં કરવામાં આવી છે. આવા  લેટરપેડ બનાવીને ભાજપની છબી ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધવામાં આવ્યો છે.ખોટા લેટર પેડ બનાવી મીડિયા કન્વીનર  યગ્નેશ દવેની ખોટી સહી કરીને લેટર પેડને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. 
લેટરપેડમાં શું લખ્યું છે
"મોદી ભક્ત થા" આવા નામથી ટ્વીટર એકાઉન્ટ હેન્ડલરે ભાજપના ખોટા લેટર પેડ બનાવી ભાજપ પક્ષના પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેની ખોટી સહી કરીને લેટર પેડમાં આપ પાર્ટીના દિલ્હી ખાતેના શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયાના નામનો ઉલ્લેખ કરી ડિબેટ માટે આવકાર્યા છે અને દિલ્હીની સરકારી શાળાઓની મુલાકાત કરવા આવવા માટેનું લેટર પેડમાં કહેવામાં આવ્યું છે. 
 
પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી 
વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં ભાજપ , કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સક્રિય બની છે  તેવા સમયે ભાજપની છબી ખરડાય તે માટે અજાણ્યા કેટલાક લોકો દ્વારા ભાજપના ખોટા લેટર પેડ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે .આ મામલે ભાજપ દ્વારા વિધિવત રીતે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે આઈ.ટી એકટ મુજબની કલમો હેઠળ ફરિયાદ પણ નોંધી છે

ખોટા લેટરપેડ મુદ્દે રાજકારણ ગરમાયુ 
 ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે તેવા સમયે ભાજપના આવા ખોટા લેટર પેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ફરી એક વખત રાજકારણ ગરમાયુ છે. 
Advertisement
Tags :
Advertisement

.