Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લ્યો કરો વાત! બ્રિટિશ કપલે બાળકનું નામ રાખ્યું પકોડા, કારણ જાણશો તો હસવું રોકી નહીં શકો

સામાન્ય રીતે નામકરણનો વ્યક્તિના જીવનમાં ઘણો પ્રભાવ હોય છે. આપણે ત્યાં બાળકનો જન્મ થાય ત્યારથી જ એટલા માટે લોકો પોતાના બાળકોના નામ વિચારી  લેતા  હોય છે. તેમાં પણ લોકો ઘણીવાર તેમના બાળકોનું નામ પ્રખ્યાત વ્યક્તિઓના નામ પર રાખે છે. પરંતુ યુકેના એક દંપતિએ તેમના બાળકનું નામ ભારતીય વાનગીના નામ પર રાખ્યું છે. ભારતીયો ચા સાથે આ વાનગીનો આનંદ માણે છે. આયર્લેન્ડના ન્યૂટાઉનબેબીમાં રહેતા આ ક
10:06 AM Sep 04, 2022 IST | Vipul Pandya
સામાન્ય રીતે નામકરણનો વ્યક્તિના જીવનમાં ઘણો પ્રભાવ હોય છે. આપણે ત્યાં બાળકનો જન્મ થાય ત્યારથી જ એટલા માટે લોકો પોતાના બાળકોના નામ વિચારી  લેતા  હોય છે. તેમાં પણ લોકો ઘણીવાર તેમના બાળકોનું નામ પ્રખ્યાત વ્યક્તિઓના નામ પર રાખે છે. પરંતુ યુકેના એક દંપતિએ તેમના બાળકનું નામ ભારતીય વાનગીના નામ પર રાખ્યું છે. ભારતીયો ચા સાથે આ વાનગીનો આનંદ માણે છે. આયર્લેન્ડના ન્યૂટાઉનબેબીમાં રહેતા આ કપલે તેમના પુત્રનું નામ પકોરા રાખ્યું છે.
ધ કેપ્ટન્સ ટેબલ નામની રેસ્ટોરન્ટે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. હકીકતમાં કપલ આ રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યું હતું. મેનુ કાર્ડ પર ભારતીય વાનગી હતી. તેણે પકોડાનો ઓર્ડર આપ્યો. તેને તે એટલું ગમ્યું કે તેણે પોતાના નવજાત બાળકનું નામ પકોડા રાખ્યું.
લોકોએ રમુજી પ્રતિક્રિયાઓ આપી
તેમની આ પોસ્ટ પર  લોકો ઘણા  રિએક્શન આપી રહ્યા છે. ફોટો શેર કરતી વખતે એક યુઝરે લખ્યું કે મારે બે બાળકો છે - ચિકન અને ટિક્કા. અન્ય એક યુઝરે લખ્યું કે પ્રેગ્નન્સી દરમિયાન હું કેળા અને તરબૂચ ખૂબ ખાતી હતી. ભગવાનનો આભાર કે મેં મારી ઇન્દ્રિયોનો ઉપયોગ કર્યો અને મારા બાળકોના નામ કેળા અને તરબૂચ રાખ્યા નહીં.
સોશિયલ મીડિયા પર વાયરલ ફોટો
રેસ્ટોરન્ટે બાળક સાથે ઓર્ડરનું બિલ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. જેમાં લખ્યું હતું- વિશ્વ પકોડામાં આપનું સ્વાગત છે. લોકો આ અંગે ઘણી ચર્ચા કરી રહ્યા છે. ઘણા લોકોએ તેને ટ્વિટર પર શેર પણ કર્યો છે. આ ટ્વીટને અત્યાર સુધીમાં 26 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. 1500 થી વધુ લોકોએ આને રીટ્વીટ કર્યું છે.
Tags :
childnamePakoraGujaratFirstPakoraUpdateNews
Next Article