એક યાદગાર અભિનેત્રીના અભિનયનું અજવાળું જે કાયમ આપણને ઘેરી વળે છે તેવા સરિતા જોષીની કરીએ વાત !
વાત તો ગુજરાતી ચલચિત્રોની કરીએ છીએ અને એજ વાત આગળ વધારવી પણ છે. પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખુશહાલ ઉજવણી થઇ તેની વચ્ચે એટલે ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગ જેના ઉપર ગૌરવ લઇ શકે અને જેનું નામ સાંભળતા જ સ્મરણ વિશ્વમાં એકદમદાર અને યાદગાર અભિનેત્રીના અભિનયનું અજવાળું આપણને ઘેરી વળે તે આપણા સહુના માનીતા અને લાડીલા અભિનેત્રી સરિતા જોષીની વાત કરીએ. સરિતા જોષીનું નામ હોઠે ચઢતા જ તેમનું ઐતિહ
02:48 AM Mar 08, 2022 IST
|
Vipul Pandya
વાત તો ગુજરાતી ચલચિત્રોની કરીએ છીએ અને એજ વાત આગળ વધારવી પણ છે. પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખુશહાલ ઉજવણી થઇ તેની વચ્ચે એટલે ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગ જેના ઉપર ગૌરવ લઇ શકે અને જેનું નામ સાંભળતા જ સ્મરણ વિશ્વમાં એકદમદાર અને યાદગાર અભિનેત્રીના અભિનયનું અજવાળું આપણને ઘેરી વળે તે આપણા સહુના માનીતા અને લાડીલા અભિનેત્રી સરિતા જોષીની વાત કરીએ. સરિતા જોષીનું નામ હોઠે ચઢતા જ તેમનું ઐતિહાસિક નાટક અને ફિલ્મ “સંતુ રંગીલી”નું સ્મરણ થયા વિના રહેતું નથી. સરિતા જોષી ગુજરાતી તખ્તાના શ્રેષ્ઠ અભિનેતા પ્રવીણ જોષીના ધર્મપત્ની - ને બન્નેએ સાથે મળીને નાટક સંતુ રંગીલીમાં જે કમાલ અને ધમાલ કરી હતી ત્યારે તેને ગુજરાતી પ્રેક્ષકો ક્યારેય ભૂલી શકવાના નથી.
જેમ આપણે કાકાસાહેબ કાલેલકરને સવાઇ ગુજરાતી તરીકે ઓળખીએ છીએ તવું જ કોઇક વિશેષણ સરિતા જોષી માટે પણ ખોળવું પડે. કારણકે તેઓ મરાઠી પરિવારમાં જન્મ્યા હતા. વર્ષ 1941ની 17મી ઓક્ટોબરે એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મ લેનારા સરિતાજીનો ઉછેર વડોદરામાં થયો. તેમના પિતા ભીમરાવ ભોંસલે વ્યવસાયે વકીલ હતા જ્યારે તેમના માતૃશ્રી કમલાબાઇ ગોવાના હતા. આ રીતે જોવા જઇએ તો તેમના લોહીમાં ગોવાનો ઘૂઘવતો દરિયો મહારાષ્ટ્રનું ઔદ્યોગિક નગરીનું શાણપણ અને ગુજરાતી પણાનું ડહાપણ તેમના વાણી, વર્તન અને અભિનયમાં પડઘાતું હતું. ક્યાંક વાંચેલી એક વાત યાદ આવે છે, કોઇ એક સમારંભમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે સ્ટેજ પર હાજર હતા અને સ્વાગત ઉદ્બોધનો અને વગેરે પૂરું થયા પછી ઉદ્ધોષકે વિનમ્રતાપૂર્વક સરિતાજીને પોતાની પ્રવચન માટે નિમંત્રણ આપ્યું. સરિતા જોષી ઉભા થઇને પોડિયમ પર આવ્યા. એક ક્ષણ અટક્યા પછી માઇક હાથમાં લીધું. પોડિયમની પાછળથી નીકળીને સ્ટેજની વચ્ચોવચ્ચ આવ્યા અને પછી બોલ્યા “મને મારા પ્રેક્ષકો સામે આખેઆખી દેખાવાનો શોખ છે - ને તમે બધા મને આખેઆખી જુઓ એ મને ગમે છે…. “ સભામાં તેમના આ બોલ્ડ વિધાનથી ક્ષણિક સ્તબ્ધતાને પછી તાળીઓના ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠ્યો. સરિતા જોષી પોતાના ચિર - પરિચીત સ્મિત સાથે પોતાના ચાહકોને એ પોતાની નિખાલસ વાતોથી માલામાલ કરતા રહ્યા.
સરિતા જોષીએ માત્ર નવ વર્ષની વયે પરંપારગત થિયેટરથી પરિવારને ઉપયોગી થવાના હેતુથી અભિનયની શરૂઆત કરી પણ જોતજોતામાં એ જમાનાના સુપ્રસિધ્ધ કલાકાર શાંતા આપ્ટે સાથે કામ કરવાનો અવસર મળ્યો. 6 વર્ષ સુધી એક બાળ કલાકાર તરીકે ભૂમિકા ભજવ્યા પછી મુંબઇની સુપ્રસિધ્ધ નાટ્યસંસ્થા ઇન્ડિયન નેશનલ થિયેટર (INT) સાથે જોડાવાનું થયું ત્યાં તેમના મુલાકાત સ્વ. પ્રવિણ જોષી સાથે થઇ ને જે લગ્નમાં પરિણમી એ પછીની યાત્રાનો ઝળહળતો ઇતીહાસ હવે પછી…
( ક્રમશઃ)
Next Article