Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અવિરત પરિશ્રમ, અથાગ પ્રયત્ન અને સાદગીમાં સૌમ્યતાનો પર્યાય એટલે પ્રધાનમંત્રી મોદી

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકમાત્ર એવા પહેલા બીનકોંગ્રેસી પ્રધાનમંત્રી છે કે જેમણે સાતત્યપૂર્ણ રીતે પ્રધાનમંત્રી તરીકે આઠ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. આપણે કોઇ પક્ષીય રીતે આ આઠ વર્ષનું મૂલ્યાંકન કરવું નથી પણ ‘નરેન્દ્ર મોદી - એક વ્યક્તિ’ તરીકે થોડુંક ઉપરછલ્લું મૂલ્યાંકન કરવાની ઇચ્છા છે. સૌથી પહેલા તો નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાંથી માંડીને આજ દીન સ
અવિરત પરિશ્રમ  અથાગ પ્રયત્ન અને સાદગીમાં સૌમ્યતાનો પર્યાય એટલે પ્રધાનમંત્રી મોદી
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકમાત્ર એવા પહેલા બીનકોંગ્રેસી પ્રધાનમંત્રી છે કે જેમણે સાતત્યપૂર્ણ રીતે પ્રધાનમંત્રી તરીકે આઠ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. આપણે કોઇ પક્ષીય રીતે આ આઠ વર્ષનું મૂલ્યાંકન કરવું નથી પણ ‘નરેન્દ્ર મોદી - એક વ્યક્તિ’ તરીકે થોડુંક ઉપરછલ્લું મૂલ્યાંકન કરવાની ઇચ્છા છે. 
સૌથી પહેલા તો નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાંથી માંડીને આજ દીન સુધીમાં તેમણે ક્યારેય એક પણ રજા લીધી નથી, માંદા પડ્યા નથી કે કોઇ અંગત પારિવારીક પ્રસંગમાં હાજર રહ્યા નથી. કદાચ વિશ્વના નક્શા ઉપરની આ એક અગત્યની ઘટના ગણાશે. 
બીજું માનનીય નરેન્દ્ર મોદીએ દેશના કે વિદેશના પ્રવાસો દરમિયાન પણ સમયનો મહત્તમ ઉપયોગ કરીને દેશના કોઇપણ વહીવટી કામમાં વિલંબ પડવા દીધો નથી. કહેવાય છે કે વિદેશના પ્રવાસ દરમિયાન તેઓ ત્રણથી ચાર કલાકની ઉંઘ વિમાનમાં જ લઇ લેતા હોય છે અને બોડી ક્લોકની પરવા કર્યા વિના સતત કાર્યરત રહીને એક નવો જ દાખલો બેસાડ્યો છે. 
ત્રીજુ સાદગી સાથે સુઘડ અને દર્શનીય વસ્ત્ર પરિધાન દ્રારા ભારતીય પરંપરાના દર્શનને તેમણે પોતાની આગવી રીતે લોકપ્રિય બનાવું છે. 

Advertisement

ચૈત્રી નવરાત્રિના નકોડા ઉપવાસ સાથે પણ દેશમાં અને વિદેશમાં ફરતા રહેવાના અને કામ કરવાના તેમના ઉપક્રમમાં ક્યારેય તેમણે બાંધછોડ કરી નથી. અને વળી નરેન્દ્ર મોદીને ક્યારેય ઘડિયાળ સામે જોતા કે મોબાઇલ ઉપર વાત કરતા જોયા નથી. 
અમદાવાદના અનેક પ્રવાસો દરમિયાન મોટેભાગે પરિવાર તો ઠીક પણ ગાંધીનગરમાં રહેતા પોતાના માતાને મળવાની લાલચ પણ તે જતી કરી ચૂક્યા છે. 
આ અને આવી તેમની અનેક લાક્ષણિકતાઓ તેમના દ્રારા થતા સત્તાકાળના આઠ વર્ષમાં જોવા મળી એવી બીજી ઘણી લાક્ષણિકતાઓ મનમા ઉભરાય છે પણ તેને માટે એક જુદુ પુસ્તક લખવું પડે.
Tags :
Advertisement

.