Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો વર્લ્ડ વાઇડ વેબ શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે

wwwએ ઈન્ટરનેટની એક સેવા છે. www એ ડેટાથી બનેલું આખું માળખું છે. આ ડેટા સામાન્ય રીતે હાઇપરટેક્સ્ટ  સાથે જોડાયેલા હોય છે. હાઇપરટેક્સ્ટની અંદર ડોક્યુમેન્ટ, ફાઈલ્સ ફોર્મેટ, ફોટો, વિડીયો , અવાજ વગેરેનો સમાવેશ થાય છે.તમને ખબર નહિ હોય કે આ બધા હાઇપરટેક્સ્ટની એક  ભાષામાં કન્વર્ટ થઇને તમને બધાને વેબ પર જોવા મળે છે. તમે બધા વેબસાઈટ શબ્દથી પરિચિત છો, પણ તમારી વેબસાઈટની ઓળખાણ આ વર્લ્ડ વાઈડ વેબથી à
જાણો વર્લ્ડ વાઇડ વેબ શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે

wwwએ ઈન્ટરનેટની એક સેવા છે. www એ ડેટાથી બનેલું આખું માળખું છે. આ ડેટા સામાન્ય રીતે હાઇપરટેક્સ્ટ  સાથે જોડાયેલા હોય છે. હાઇપરટેક્સ્ટની અંદર ડોક્યુમેન્ટ, ફાઈલ્સ ફોર્મેટ, ફોટો, વિડીયો , અવાજ વગેરેનો સમાવેશ થાય છે.

Advertisement

તમને ખબર નહિ હોય કે આ બધા હાઇપરટેક્સ્ટની એક  ભાષામાં કન્વર્ટ થઇને તમને બધાને વેબ પર જોવા મળે છે. તમે બધા વેબસાઈટ શબ્દથી પરિચિત છો, પણ તમારી વેબસાઈટની ઓળખાણ આ વર્લ્ડ વાઈડ વેબથી થાય છે

Advertisement

 WWW (વર્લ્ડ વાઈડ વેબ)નો ઇતિહાસ વિશે જાણો.

ટિમ બર્નર્સ લી નામના વ્યક્તિએ માર્ચ 1980માં એક ડેટાબેઝ બનાવેલો હતો ત્યારબાદ તેમણે Robert Cailliauની મદદથી માહિતીનો સંગ્રહ કરવા માટે ની સાથે વેબ ઓફ નોર્ડસ તરીકે તેમને www (વર્લ્ડ વાઈડ વેબ)ની સ્થાપના કરી. ત્યારબાદ તેમણે wwwમાં ઘણા નવા અપડેટ અને સુધારા કર્યા અને આખી દુનિયામાં wwwની એક અલગ જ ઓળખ ઉભી કરી. બર્નર્સ લીએ 1990માં નવેમ્બર મહિનામાં wwwને જાહેર કર્યું હતું.

Advertisement

www કેવી રીતે કાર્ય કરે છે?

સો પ્રથમ તો આજની દુનિયામાં ઈન્ટરનેટ અને વર્લ્ડ વાઈડ વેબ નામથી ઘણા બધા લોકો પરિચિત છે, પણ આ બને શબ્દો એક બીજાથી અલગ અલગ છે. www એ વેબ બ્રાઉઝરમાં URL સર્ચ કરીને આપણને વેબસાઈટ અથવા તો વેબ પેજ બતાવે છે.

www ની વિશેષતા કઇ કઇ છે?

  • Hypertext information system :- આ પ્રકારની સિસ્ટમમાં વેબસાઈટના વેબ પેજ અથવા તેની કોઈ પણ ફાઈલમાં રહેલા ટેક્સ્ટ, ફોટો, અવાજ, ગ્રાફિક્સ, વગેરે એક બીજાથી જોડાયેલા હોય છે. આ બધાને એક બીજા સાથે જોડવા માટે હાઇપરટેક્સ્ટ સિસ્ટમ કામ કરે છે.
  • Distributed system :- ઈન્ટરનેટ પણ ઘણી બધી વેબસાઈટ અને તેના અંદર ઘણા બધા ડેટાનો સંગ્રહ રહેલો છે. તમે જયારે કોઈપણ એક વેબસાઈટ ખોલીને જોવો છો ત્યારે તે વેબસાઈટની માહિતી કોઈક બીજી વેબસાઈટ સાથે પણ જોડાયેલી છે, તો તમે સીધા તે વેબસાઈટ ઉપર જશો એટલે આ સિસ્ટમ એક વેબસાઈટમાંથી બીજી વેબસાઈટમાં જાય છે.
  • Cross પ્લેટફોર્મ :- ક્રોસ પ્લેટફોર્મનો મતલબ એવો થાય છે કે કોઈ પણ વેબસાઇટ અને વેબ પેજ કોમ્પ્યુટર હાર્ડવેર અને ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરી શકે છે.
  • ગ્રાફિકલ ઇન્ટરફેસ : પહેલા સમયમાં એવું હતું કે સરળ વેબ પેજ જ વેબસાઈટ પર જોવા મળતું હતું, પણ અત્યારે વીડિયો, એનિમેશન, ફોટો, મેનુ, ટેક્સ્ટ, કમાન્ડ, બટન આ બધું ગ્રાફિકલ ઇન્ટરફેસમાં આવે છે. આ બધું આવે એટલે તમને વેબસાઈટ જોવાની મજા પણ આવે અને કામ કરવું પણ સરળ થઇ જાય.

Tags :
Advertisement

.