Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હસતા મોઢે જીવવાનું શીખી તમારી ઓળખ સાથે સુખ અને આનંદનો કરો સરવાળો

“હસતો ચહેરો તમારી શોભા બને છે અને હસતે હસતે તમે કરેલું કામ તમારી ઓળખ બને છે.” જીવનશૈલીમાં હાસ્યનું એક આગવું જ મહત્વ છે. દરેક માણસના જીવનમાં આશા અને નિરાશા, ચડતી અને પડતી, સુખ અને દુઃખ આવતાં જતાં રહે છે. એક જુના નાટકના ગીતના શબ્દો છે, “એક સરખાં દિવસ સુખમાં કોઈના જાતા નથી” જેનો અર્થ છે કે, અનુકુળ અને પ્રતિકુળતાઓ વચ્ચે સ્વસ્થતા જાળવી રાખવા માટે આપણી પાસે એક હાથવગુ ઔષધ કે ઉપાય છે તે “હાસà«
હસતા મોઢે જીવવાનું શીખી તમારી ઓળખ સાથે સુખ અને આનંદનો કરો સરવાળો
“હસતો ચહેરો તમારી શોભા બને છે અને હસતે હસતે તમે કરેલું કામ તમારી ઓળખ બને છે.” જીવનશૈલીમાં હાસ્યનું એક આગવું જ મહત્વ છે. દરેક માણસના જીવનમાં આશા અને નિરાશા, ચડતી અને પડતી, સુખ અને દુઃખ આવતાં જતાં રહે છે. એક જુના નાટકના ગીતના શબ્દો છે, “એક સરખાં દિવસ સુખમાં કોઈના જાતા નથી” જેનો અર્થ છે કે, અનુકુળ અને પ્રતિકુળતાઓ વચ્ચે સ્વસ્થતા જાળવી રાખવા માટે આપણી પાસે એક હાથવગુ ઔષધ કે ઉપાય છે તે “હાસ્ય” જ છે.
આપણી ગુજરાતીમાં એક બહુ સીધીસાદી કહેવત છે “હસે તેનું ઘર વસે” આ સીધીસાદી લાગતી કહેવત આપણી જીવનશૈલીમાં હાસ્યના મહત્વને સ્વીકારે છે. તમારા ઘરમાં, પરિવારમાં, ઓફિસમાં, બજારમાં, ધંધા રોજગારમાં કે જીવનના બધા જ વ્યવહારોમાં જો આપણે આપણી સાથે હાસ્યને રાખી શકીએ તો આપણો રસ્તો પ્રમાણમાં સરળ બને છે. અંગ્રેજીમાં એક કહેવત છે, “SMILE WILL RETURN” તમે જયારે કોઈકની સામે હાસ્ય કે સ્મિત આપો છો ત્યારે સ્વાભાવિક રીતે સામે વ્યક્તિ પણ સ્મિતનો જવાબ સ્મિતથી જ વાળે છે અને આમ થાય છે ત્યારે બંને વચ્ચે કસાય કારણ વગર સકારાત્મકતનો શેતુ રચાય જાય છે જે તમને તમારા બધા જ વ્યવહારો સરખી રીતે ગોઠવવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
કોઇ કારણ વિના ભારેખમ ચહેરો અને સ્વભાવ રાખીને જીવનારા લોકો જલ્દી સ્વીકૃત બનતા નથી. જ્યારે હસતો માણસ દુશ્મનોમાં પણ સ્વીકૃત થઈ શકે છે. એટલા માટે થઈને હસતા મોઢે જીવવાનું શીખીને તમારી ઓળખ સાથે સુખ અને આનંદનો સરવાળો કરો.
Advertisement
Tags :
Advertisement

.