Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રામ ચરણના યુક્રેનિયન બોડીગાર્ડે કર્યા વખાણ, જાણો શું છે કારણ

હાલમા જ  સોશિયલ મીડિયા પર યુક્રેનના એક સૈનિક રસ્ટીનો વીડિયો સામે આવ્યો છે.  જેમાં તેણે અભિનેતા રામચરણ તેજાનો આભાર માન્યો છે. દક્ષિણ ભારતીય અભિનેતા રામચરણની ફિલ્મ RRR બે દિવસ પછી રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા સોશિયલ મીડિયા પર રામચરણના વખાણ થઇ  રહ્યા છે. રામચરણ પણ ખરેખર આ વખાણને પાત્ર છે,  તેણે કંઈક આવું કર્યું છે. અભિનેતાએ યુક્રેનમાં રહેતા તેના એક સુરક્ષા કર્મચારીને સંકટન
રામ ચરણના યુક્રેનિયન બોડીગાર્ડે કર્યા વખાણ  જાણો શું છે કારણ
હાલમા જ  સોશિયલ મીડિયા પર યુક્રેનના એક સૈનિક રસ્ટીનો વીડિયો સામે આવ્યો છે.  જેમાં તેણે અભિનેતા રામચરણ તેજાનો આભાર માન્યો છે. દક્ષિણ ભારતીય અભિનેતા રામચરણની ફિલ્મ RRR બે દિવસ પછી રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા સોશિયલ મીડિયા પર રામચરણના વખાણ થઇ  રહ્યા છે. રામચરણ પણ ખરેખર આ વખાણને પાત્ર છે,  તેણે કંઈક આવું કર્યું છે. અભિનેતાએ યુક્રેનમાં રહેતા તેના એક સુરક્ષા કર્મચારીને સંકટની ઘડીમાં  મદદ કરી છે. RRRની ટીમ ગયા વર્ષે ફિલ્મના એક ગીત અને કેટલાક મહત્વના દ્રશ્યો માટે યુક્રેનમાં હતી.  ત્યારે ત્યાંનો સૈનિક રસ્ટી ત્યારે ફિલ્મ RRRની ટીમનો ભાગ હતો. ત્યાં આ સૈનિક  તેઓ રામચરણની સુરક્ષાનું ધ્યાન રાખતો હતો.

Advertisement



રામચરણની  પ્રશંસા કરવા પાછળ આ છે  કારણ
સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રસ્ટી ફિલ્મ આરઆરઆરના યુક્રેન શેડ્યૂલમાં અભિનેતાનો પર્સનલ સિક્યુરિટી ગાર્ડ  હતો. તેણે અભિનેતાનો આભાર માન્યો છે. વીડિયોમાં રસ્ટી કહે છે - હેલો. મારું નામ રસ્ટી છે. જ્યારે રામચરણ યુક્રેનના કિવમાં શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે હું તેનો બોડીગાર્ડ હતો' મારા અને મારા પરિવાર વિશે તેમણે ખબર અંતર પૂછ્યાં. તેમણે કહ્યું કે શું હું તમને  મદદ કરી શકું  છું. મેં તેમને મારી સૈન્યમાં જોડાવા વિશે કહ્યું તો તેમણે મારી પત્નીને પૈસા મોકલ્યા અને મને કહ્યું કે મારા પરિવારની સંભાળ રાખું આ તેમની ઉદારતા છે.'
ફિલ્મના કેટલાક દ્રશ્યો યુક્રેનમાં શૂટ કરવામાં આવ્યા હતા
RRRની ટીમ ગયા વર્ષે ફિલ્મના એક ગીત અને કેટલાક મહત્વના દ્રશ્યો માટે યુક્રેનમાં હતી. રસ્ટી ત્યારે ફિલ્મ RRRની ટીમનો ભાગ હતો. પછી તેઓ રામચરણની સુરક્ષાનું ધ્યાન રાખતો હતો. ફિલ્મ આરઆરઆર વિશે વાત કરીએ તો, આ ફિલ્મમાં  પ્રથમ વખત રામ ચરણ અને જુનિયર એનટીઆર  એકસાથે સ્ક્રીન શેર કરશે.
આ ફિલ્મ 1920ના દશકાની પિરિયોડિક ફિલ્મ છે. ફિલ્મમાં પ્રખ્યાત ક્રાંતિકારી અલ્લુરી સીતારામ રાજુ અને...ફિલ્મમાં જાણીતા ક્રાંતિકારી અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમની વાર્તા બતાવવામાં આવશે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અજય દેવગન મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
Tags :
Advertisement

.