Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો મોટીવેશનલ સ્પીકર કેવી રીતે બન્યો ડ્રગ્ઝ પેડલર

કહેવાય છે કે સારા વિચારો સારા વ્યક્તિત્ત્વની ઓળખ હોય તેવું જરુરી નથી. આવો જ એક હેરાન કરતો કિસ્સો  અમદાવાદમાંથી પકડાયેલા મૂળ રાજસ્થાનના એક આરોપીનો છે. પિતાની બીમારીના બહાને ઝડપથી આર્થિક પગભર થવા આ વ્યક્તિએ ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી હતી, હાલમાં ડ્રગ્સ માફિયાઓ ભણેલા ગણેલા યુવાનોનો ડ્રગ્સ કેરિયર તરીકે કેવી રીતે ઉપયોગ કરી રહ્યાં છે તે પણ તપાસનો વિષય છે. હાલમાં જ કાલુપુર પોલીસ આવા જ
જાણો મોટીવેશનલ સ્પીકર કેવી રીતે બન્યો ડ્રગ્ઝ પેડલર
કહેવાય છે કે સારા વિચારો સારા વ્યક્તિત્ત્વની ઓળખ હોય તેવું જરુરી નથી. આવો જ એક હેરાન કરતો કિસ્સો  અમદાવાદમાંથી પકડાયેલા મૂળ રાજસ્થાનના એક આરોપીનો છે. પિતાની બીમારીના બહાને ઝડપથી આર્થિક પગભર થવા આ વ્યક્તિએ ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી હતી, હાલમાં ડ્રગ્સ માફિયાઓ ભણેલા ગણેલા યુવાનોનો ડ્રગ્સ કેરિયર તરીકે કેવી રીતે ઉપયોગ કરી રહ્યાં છે તે પણ તપાસનો વિષય છે. હાલમાં જ કાલુપુર પોલીસ આવા જ એક ડ્રગ્સ કેરિયરની ધરપકડ કરી છે. જાણો ભણેલો ગણલો મોટિવેશનલ સ્પીકર તરીકે કામ કરનાર આ વ્યક્તિ કેવી રીતે એક ડ્રગ્સ માફિયા બની ગયો જાણો કોણ છે આ આરોપી. 
23 વર્ષીય ગણપત ઝાલારામ બીશ્નોઈ રાજસ્થાનના બાડમેરનો રહેવાસી છે અને ડ્રગ્સ કેરિયર બોય તરીકે કામ કરે છે તે માહિતીના આધારે કાલુપુર પોલીસે ગણપતને 83 ગ્રામ એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે તેની ધરપકડ કરી છે. વાહન ચેકીંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ કાલુપુર પોલીસને મળ્યો હતો. આ શખ્સ સારંગપુર સર્કલ નજીક રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો લઈ આવી રહ્યો હતો. આ શંકાસ્પદ યુવકની તપાસ કરતા તેની પાસેથી આઠેક લાખનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. 
ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ આરોપી ગણપત બિશ્નોઈ એક મોટિવેશનલ સ્પીકર છે અને બેચલર ડીગ્રી મેળવી સારો અભ્યાસ પણ કરી ચુક્યો છે,સપરંતુ શોર્ટકટમાં પૈસા કમાવવાની લાલચમાં તે ડ્રગ્સ કેરિયર બની ગયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે રાજસ્થાનના ડ્રગ્સ પેડલર દેવરાજ ચૌધરીએ ગણપત બીશ્નોઈને ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવા માટે મોકલ્યો હતો. જે ડ્રગ્સનો જથ્થો જામનગરના મૈયુદીનને રાજકોટમાં પહોંચાડવાનો હતો. જોકે ડ્રગ્સ રાજકોટ પહોંચે તે પહેલા જ કાલુપુર પોલીસે અમદાવાદ માંથી આ જથ્થો ઝડપી લીધો છે.
આરોપીએ પોલીસ તપાસમાં જણાવ્યું કે ડ્રગ્સની હેરાફેરી માટે આરોપી ગણપતને એક ટ્રીપના 6 હજાર રૂપિયા મળતા હતા. અને આ આરોપીની બીજી ટ્રીપ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.  ડ્રગ્સ હેરાફેરીમાં રાજસ્થાનના પેડલરો ગુજરાતમાં ડ્રગ્સમાં સક્રિય હોવાનું ખુલ્યું છે. ત્યારે રાજસ્થાન અને ગુજરાતના ડ્રગ્સ નેટવર્કને લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીએ પ્રાથમિક પુછપરછમાં પિતાની બીમારીનું બહાનું કાઢી આર્થિક સ્થિતિને પહોંચી વળવા આ ખેપ ટ્રાવેલ્સ બસ મારફતે મારવા આવ્યો હોવાનું કહી રહ્યો છે જોકે તેની બીજી ટ્રીપ હોવાથી તે રેગ્યુલર આ ખેપ મારતો હોય પિતાની બીમારીનું નાટક કરતો હોવાની વાર્તા ઘડી રહ્યો હોવાની શંકા પોલીસને લાગી રહી છે. હાલમાં પોલીસ આ દિશામાં વધુ તપાસ કરી રહી છે. 
Advertisement
Tags :
Advertisement

.