Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અગ્રણી રિઅલ એસ્ટેટ કંપની સુપરટેક 'નાદાર' જાહેર

ઘણા વર્ષોથી સમસ્યાનો સામનો કરી રહેલા રિઅલ એસ્ટેટ સેકટરની સમસ્યાઓનો અંત આવતો નથી.  રિઅલ એસ્ટેટ સેક્ટરમાં અગ્રણી ગણાતી સુપરટેકને એનસીએલટીએ 'નાદાર' જાહેર કરી છે.  સુપરટેક કંપની દિલ્હી  એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ઘણા પ્રોજેકટ પર કામ કરી રહી  છે.એનસીએલટીએ કંપનીને 'નાદાર' જાહેર કરતાં 25 હજાર કરતાં વધુ એવા લોકોની સમસ્યા વધી ગઇ છે જેમણે સુપરટેકમાંથી ઘર ખરીદ્યું છે અને ડિલીવરીની રાહ જોઇ રà
અગ્રણી રિઅલ એસ્ટેટ કંપની સુપરટેક  નાદાર  જાહેર
ઘણા વર્ષોથી સમસ્યાનો સામનો કરી રહેલા રિઅલ એસ્ટેટ સેકટરની સમસ્યાઓનો અંત આવતો નથી.  રિઅલ એસ્ટેટ સેક્ટરમાં અગ્રણી ગણાતી સુપરટેકને એનસીએલટીએ 'નાદાર' જાહેર કરી છે.  સુપરટેક કંપની દિલ્હી  એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ઘણા પ્રોજેકટ પર કામ કરી રહી  છે.એનસીએલટીએ કંપનીને 'નાદાર' જાહેર કરતાં 25 હજાર કરતાં વધુ એવા લોકોની સમસ્યા વધી ગઇ છે જેમણે સુપરટેકમાંથી ઘર ખરીદ્યું છે અને ડિલીવરીની રાહ જોઇ રહ્યા છે. 
એનસીએલટીએ સુપરટેકને ;નાદાર' જાહેર કરી 
સુપરટેકના કર્જદાતાઓમાંથી એક યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ હપ્તા નહી મળતા એસીએલટીમાં અરજી કરી હતી. એનસીએલટીએ બેંકની અરજીને શુક્રવારે સ્વીકાર કરી લીધી હતી અને  ઇન્સોલ્વેન્સીની પ્રક્રિયા નો આદેશ કર્યો હતો. એનસીએલટીની દિલ્હી બેંચે આ મામલામાં ઇન્સોલ્વેન્સીની પ્રક્રિયાનો આગળ વધારવા માટે હિતેશ ગોયલને અંતરિમ રિઝોલ્યુએશન પ્રોફેશનલ તરીકે નિયુકત કર્યા હતા. સુપરટેકે યુનિયન બેંકની સામે વન ટાઇમ સેટલમેન્ટની ઓફર રાખી હતી પણ બેંકે રિજેકટ કરી દીધી હતી. 
સુપરટેક આ નિર્ણયને પડકારશે
એનસીએલટીના આ નિર્ણય પર પ્રતિક્રીયા આપતાં સુપરટેક દ્વારા નિર્ણયને પડકારવાનો ઇરાદો વ્યકત કર્યો હતો. અને આ નિર્ણયને એનસીએલએટીમાં લઇ જવાશે તેમ કહ્યું હતું. કારણ કે આ કેસ ફાઇનાન્સીઅલ ક્રેડીટરથી જોડાયેલો છે.  કંપનીનું કહેવું છે કે તેણે ઘર ખરીદનારાઓનું હિત ધ્યાનમાં રાખીને હપ્તા ચુકવવાના બદલે નિર્માણાધીન પ્રોજેકટ પુરા કરવાની પ્રાથમિકતા આપી હતી. પ્રોજેકટ પુરા કર્યા બાદ બેંકના હપ્તા ચુકવવાના જ હતા. કારણ કે તમામ પ્રોજેકટમાં કંપનીનો ફાયદો જ થવાનો હતો. સુપરટેકે એવો પણ દાવો કર્યો કે  એનસીએલટીના આ નિર્ણયથી ગૃપની અન્ય કંપનીઓના કામકાજ પર કોઇ અસર નહી પડે.જયાં પણ પ્રોજેકટમાં કામ ચાલે છે તે કામ ચાલું જ રહેશે. ઘર ખરીદનારાઓએ ગભરાવાની જરુર નથી અને અમે ડિલીવરી કરીશું
Advertisement
Tags :
Advertisement

.