Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM MODIને જન્મદિનની શુભેચ્છા આપતા નેતાઓ, જાણો શું કહ્યું રાહુલ ગાંધીએ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પીએમ મોદીના જન્મદિવસને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ આજે સવારથી જ પીએમ મોદીને તમામ નેતાઓ પણ જન્મદિનની શુભેચ્છા પાઠવી રહ્યા છે. રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ અને ભાજપના નેતાઓએ પીએમને શુભકામના પાઠવી હતી.  રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ એ વડાપ્રધાનને ટ્વà
04:10 AM Sep 17, 2022 IST | Vipul Pandya
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પીએમ મોદીના જન્મદિવસને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ આજે સવારથી જ પીએમ મોદીને તમામ નેતાઓ પણ જન્મદિનની શુભેચ્છા પાઠવી રહ્યા છે. રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ અને ભાજપના નેતાઓએ પીએમને શુભકામના પાઠવી હતી.  
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ એ વડાપ્રધાનને ટ્વીટ કરી શુભકામના પાઠવતાં કહ્યું કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભકામનાઓ અને શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે તમારા દ્વારા અજોડ મહેનત, કર્તવ્ય નિષ્ઠા અને સર્જનાત્મકતા સાથે શરુ કરાયેલું રાષ્ટ્ર નિર્માણ અભિયાન તમારા નેતૃત્વમાં ચાલુ રહે. મારી શુભકામના છે કે ભગવાન તમને સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય આપે.

ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું કે દેશના સૌથી પ્રિય નેતા અને આપણા બધાના પ્રેરણાદાયી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભકામનાઓ. હું ભગવાનને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું. મોદીજીએ પોતાના ભારત પ્રથમના વિચાર અને ગરીબ કલ્યાણના સંકલ્પથી અસંભવ કાર્યોને સંભવ કરી બતાવ્યા છે.  

રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ  ટ્વિટ કર્યું કે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસના હાર્દીક અભિનંદન અને શુભકામનાઓ. તેમણે પોતાના નેતૃત્વ દ્વારા દેશમાં પ્રગતિ અને સુશાસનને અભૂતપૂર્વ શક્તિ આપી છે અને સમગ્ર ભારતની  પ્રતિષ્ઠા અને સ્વાભિમાનને નવી ઉંચાઇ આપી છે. ભગવાન તેમને સ્વસ્થ રાખે અને લાંબુ આયુષ્ય આપે.

'ભારત જોડો યાત્રા' પર નિકળેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટર પર લખ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા.

ઉપરાંત કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ  ટ્વીટ કર્યું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને  સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છા. તેઓ   દેશવાસીઓને અંધકારમાંથી દૂર કરી પ્રગતિના, વિકાસ અને સામાજીક સંવાદીતાના અજવાળા તરફ લઇ જાય. 

PM મોદીને અભિનંદન આપતા, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન, યોગી આદિત્યનાથે ટ્વિટ કર્યું કે એક ભારત-શ્રેષ્ઠ ભારત'ના શિલ્પકાર, 'અંત્યોદય' માટે સતત રાષ્ટ્રની આરાધના કરવામાં વ્યસ્ત, સફળ વડા પ્રધાન શ્રીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.  ભગવાન શ્રી રામ, મા ભારતીના પરમ ઉપાસક આદરણીય વડા પ્રધાનને લાંબુ આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય આપે.

પીએમ મોદીને તેમના જન્મદિવસ પર અભિનંદન આપતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, "વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને મધ્યપ્રદેશના 8.50 કરોડ લોકો તરફથી અનંત શુભેચ્છાઓ! તેઓ વિશ્વને દિશા આપી રહ્યા છે અને ભારતની જનતાના કલ્યાણ માટે કાર્ય કરી રહ્યા છે. ધરતીનો તે મૂળ મંત્ર છે તેને પણ સાકાર કરી રહ્યા છે. 





Tags :
GujaratFirstNarendraModiNarendraModiBirthDay
Next Article