Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લોરેન્સની કબૂલાત, સલમાનની હત્યા માટે 4 લાખની રાયફલ ખરીદાઇ હતી

સલમાનને મળેલી ધમકી બાદ મુંબઇ પોલીસ એકશનમાં આવી ગઇ છે. બીજી તરફ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ પણ ખુલાસો કર્યો હતો કે તેણે સલમાનને મારવા માટે રાજસ્થાનના ગેંગસ્ટર સંપત નેહરાને કહ્યું હતું અને સંપતે મુંબઇ જઇને સલમાનના ઘરની રેકી પણ કરી હતી. લોરેન્સે પોલીસ પુછપરછમાં કહ્યું કે તેણે સલમાનને મારવાનું કાવતરું રચ્યું હતું પણ છેલ્લી ઘડીએ તે ફેઇલ ગયું હતું. જેલમાં બંધ લોરેન્સે 2021માં એજન્સીઓન
લોરેન્સની કબૂલાત  સલમાનની હત્યા માટે 4 લાખની રાયફલ ખરીદાઇ હતી
સલમાનને મળેલી ધમકી બાદ મુંબઇ પોલીસ એકશનમાં આવી ગઇ છે. બીજી તરફ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ પણ ખુલાસો કર્યો હતો કે તેણે સલમાનને મારવા માટે રાજસ્થાનના ગેંગસ્ટર સંપત નેહરાને કહ્યું હતું અને સંપતે મુંબઇ જઇને સલમાનના ઘરની રેકી પણ કરી હતી. લોરેન્સે પોલીસ પુછપરછમાં કહ્યું કે તેણે સલમાનને મારવાનું કાવતરું રચ્યું હતું પણ છેલ્લી ઘડીએ તે ફેઇલ ગયું હતું. 
જેલમાં બંધ લોરેન્સે 2021માં એજન્સીઓની પુછપરછમાં કહ્યું હતું કે તેણે સલમાનની હત્યાનું કાવતરું કર્યું હતું અને સલમાનને મારવા માટે રાજસ્થાનના ગેંગસ્ટર સંપત નેહરાને કહ્યું હતું.ત્યારબાદ સંપત નેહરા મુંબઇ ગયો હતો અને તેણે સલમાનના ઘરની રેકી પણ કરી હતી. 
લોરેન્સે સ્ફોટક માહિતી આપી હતી કે તે સમયે સંપત પાસે પિસ્તોલ હતી જેથી તેનાથી તે દુર સુધી નિશાન લઇ શકે તેમ ન હતો. વધુ દુર હોવાના કારણે જ સલમાન સુધી સંપત પહોંચી શક્યો ન હતો.ત્યારબાદ સંપતે તેના ગામના દિનેશ ફોજીની મારફતે એક આરકે સ્પ્રિંગ રાયફલ મંગાવી હતી. આ રાયફલ તેણે પોતાના ઓળખીતા અનિલ પંડયા પાસેથી ત્રણથી ચાર લાખમાં ખરીદી હતી પણ રાયફલ દિનેશ પાસે હતી અને તે સમયે તે પોલીસના હાથે પકડાયો હતો અને ત્યારબાદ સંપત નેહરા પણ પોલીસના હાથે પકડાઇ ગયો હતો. 
કાળીયાર કેસના કારણે જ લોરેન્સે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કારણ કે તે બિશ્નોઇ સમાજનો છે. સલમાનને કાળીયાર કેસમાં આરોપી બનાવાયો ત્યારથી જ તે ગુસ્સામાં હતો અને તેણે પ્લાનીંગ કર્યું હતું. ફિલ્મ રેડીના શુટીંગ દરમિયાન એટેક કરવાનો પ્લાન કર્યો હતો પણ તે સફળ થયો ન હતો. 
લોરેન્સ બિશ્નોઇ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે અને ત્યાંથી જ તે ગેંગ ઓપરેટ કરે છે. વોટેસ એપ દ્વારા આ ગૃપ સોપારી લેવાનું અને મારી નાખવાનું કામ કરે છે અને ત્યારબાદ ફેસબુક પર ગુનાની કબૂલાત કરે છે. તેનું નેટવર્ક આખા દેશમાં ફેલાયેલું છે અને તેના ગુંડાઓની સંખ્યા 700ની ઉપર છે. લોરેન્સ અને ગોલ્ડી બરાડ સાથે કામ કરે છે. 
Advertisement
Tags :
Advertisement

.