Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

‘ગગનયાન’ વિશે જાગૃતિ ફેલાવવા સાયન્સ સિટી ખાતે છ દિવસિય આઉટરિચ પ્રોગ્રામનો શુભારંભ

આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અમદાવાદમાં  સાયન્સ સિટી ખાતે 3 થી 9 એપ્રિલ દરમિયાન આયોજિત આઉટરિચ પ્રોગ્રામનો આજ થી આરંભ થયો છે. ભારતના માનવ સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ ‘ગગનયાન’ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે SAC- ISRO, ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનૉલોજી(GUJCOST) અને ગુજરાત સાયન્સ સિટી દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.3જી એપ્રિલ ભાàª
 lsquo ગગનયાન rsquo  વિશે જાગૃતિ ફેલાવવા સાયન્સ સિટી ખાતે છ દિવસિય આઉટરિચ પ્રોગ્રામનો શુભારંભ
આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અમદાવાદમાં  સાયન્સ સિટી ખાતે 3 થી 9 એપ્રિલ દરમિયાન આયોજિત આઉટરિચ પ્રોગ્રામનો આજ થી આરંભ થયો છે. ભારતના માનવ સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ ‘ગગનયાન’ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે SAC- ISRO, ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનૉલોજી(GUJCOST) અને ગુજરાત સાયન્સ સિટી દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
3જી એપ્રિલ ભારતીય ઈતિહાસમાં મહત્વનો દિવસ છે. 3જી એપ્રિલ 1984ના દિવસે વિંગ કમાન્ડર રાકેશ શર્મા અવકાશમાં જનારા પ્રથમ ભારતીય બન્યા હતા. તેમણે સાલ્યુત 7 સ્પેસ સ્ટેશન પર 7 દિવસ, 21 કલાક અને 40 મિનિટનો સમય વિતાવ્યો હતો. ત્યારે ભારતીય અંતરિક્ષ સંશોધનને એક નવી ઊંચાઈએ સ્થાપિત કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2018ના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં ભારતીય માનવ અવકાશ ઉડાન મિશન વિશે જાહેરાત કરી હતી. વડાપ્રધાને આઉટરિચ પ્રોગ્રામના શુભારંભ સંબોધનમાં જણાવ્યુ હતું કે ભારત 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે તેનું સ્વદેશી ગગનયાન મિશન શરૂ કરશે.
ગગનયાન કાર્યક્રમ ISROનું સ્વદેશી મિશન છે, જે ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જશે. તે ભારતીય ક્રૂ સાથેનું ઓર્બિટલ સ્પેસક્રાફ્ટ છે જે ભારતીય હ્યુમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામના ભાગ રૂપે 2023 સુધીમાં 2 અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલાશે. ભારત આ કાર્યક્રમ વડે માનવ સ્પેસફ્લાઇટ મિશન શરૂ કરનાર વિશ્વનું ચોથું રાષ્ટ્ર બનશે. સ્પેસ ટેક્નોલોજીના સંદર્ભમાં માનવસહિત અવકાશ કાર્યક્રમ એ ભારત માટે મહત્વનુ પગલું છે. ગગનયાનની સફળતા ભારતને અવકાશ મહાસત્તાઓની ચુનંદા ક્લબમાં મૂકશે.
સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે 3 એપ્રિલે  ડો. રામ રજક (વૈકલ્પિક ચેરમેન – AKAM-SC,SAC) દ્વારા અભિવાદન સંબોધન થી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ડી.કે સિંઘ (DD-HSTA), નરોત્તમ સાહુ (એડ્વાઇઝર, ગુજકોસ્ટ), અનુરાગ વર્મા (એપીડી-ગગનયાન), નિલેશ એમ દેસાઇ (SAC ડાયરેક્ટર) દ્વારા  ગગનયાન મિશન તથા આઉટરિચ પ્રોગ્રામ વિશે જાણકારી આપવામાં આવી હતી. 
સાયન્સ સિટી ખાતે ગગનયાનના ઓર્બિટલ ક્રુ મોડ્યુલનું  પ્રોટોટાઈપ મોડલ પણ પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ મોડ્યુલમાં બેસીને અંતરિક્ષમાં જવાનો અનુભવ મેળવી શકાશે. જે લોકોની સ્પેસ વિજ્ઞાનમાં ઉત્સુકતા વધારી પ્રોત્સાહન પૂરું પાડશે. આ 7 દિવસીય કાર્યક્રમ અંતર્ગત અગ્રણી સંસ્થાઓના પ્રખર નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોના સંવાદ યોજાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, મોડલ મેકિંગ, નિદર્શન અને ક્વિઝ, વકૃત્વ સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. 
Advertisement
Tags :
Advertisement

.