Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જામનગરમાં હાલાર ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટની શરુઆત, કમિશનરે કરી બેટિંગ અને બોલિંગ

ભારત સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત જામનગરમાં હાલાર ટ્રોફી 20 -20 ક્રિકેટ ટૂર્નામેન્ટનો રવિવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગર પાલિકા દ્વારા પ્રથમ વખત શહેરના ક્રિકેટરો માટે આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 32  ટીમો દ્વારા ભાગ લેવામાં આવનાર છે.હાલાર ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિય
જામનગરમાં હાલાર ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટની શરુઆત  કમિશનરે કરી બેટિંગ અને બોલિંગ
ભારત સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત જામનગરમાં હાલાર ટ્રોફી 20 -20 ક્રિકેટ ટૂર્નામેન્ટનો રવિવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગર પાલિકા દ્વારા પ્રથમ વખત શહેરના ક્રિકેટરો માટે આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 32  ટીમો દ્વારા ભાગ લેવામાં આવનાર છે.
હાલાર ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન રોજે 2 મેચ 20-20 ઓવરમાં રમાડવામાં આવશે. પ્રથમ મેચ રિલાયન્સ ઇલેવન અને પીજીવીસીલ વચ્ચે રમાડવામાં આવી. જેમાં પીજીવીસીલએ 138 રન બનાવ્યા. બીજો મેચ કમિશનર 11 અને રોકર્સ ટીમ વચ્ચે રમાઇ. જેનો પ્રારંભ કમિશનર વિજયકુમાર ખરાડી  દ્વારા કરાવવામાં આવ્યો હતો. કમિશનર ઇલેવનના 20 ઓવરમાં 201 રન થયા અને રોકર્સ ટીમ માત્ર 91 રનમાં ઓલઆઉટ થઈ હતી. આ મેચમાં કમિશનર ઇલેવનનો વિજય થયો હતો. ક્રિકેટ બંગલા ખાતે શરૂ થયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રથમ દિવસે મેચનું મુખ્ય આકર્ષણ કમિશનર વિજય કુમાર ખરાડીની બેટિંગ અને બોલિંગ હતા. દરરોજ સવારે 9  થી 1 અને બપોરે 2 થી 6 દરમિયાન બે મેચ રમાડવામાં આવશે.
હાલાર ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ કમિશનર દ્વારા કરાવવામાં આવ્યો હતો. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  મનીષભાઈ કટારીયા, સાશક પક્ષના નેતા કુસુમબેન પંડયા રમત ગમત અને સાંસ્કૃતિક  સમિતિના ચેરપર્સન હર્ષાબા જાડેજા, વિરોધપક્ષના નેતા આનંદ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.