લતાજી ઘ્વનિ મુદ્રણના ચમત્કારને કારણે આપણી પાસે છે અને આપણી પાસે જ રહેશે !
આજકાલ લતાજીના ગાયેલા ફિલ્મીગીતો, ગેરફિલ્મી ગીતો, તુલસીદાસજીની ચોપાઇઓ કે ગાલિબની ગઝલો, રેડિયો પરથી કે કોઇપણ બીજા માધ્યમથી સાંભળીએ છીએ ત્યારે કોઇ બીજી જ લતા મંગેશકરને સાંભળતા હોઇએ તેવી અનુભૂતિ થાય છે. એમના કંઠના માધુર્યની ભવ્યતા, હવે ભવ્યતાની સરહદોની પાર જઇને દિવ્યતાની સરહદોમાં પ્રવેશી હોય - એટલે કે પાર્થિવ લતાજી અપાર્થિવ થતા એમના કંઠના માધુર્યની, એમની સંગીત સજ્જતાની, કવિની રચà
Advertisement
આજકાલ લતાજીના ગાયેલા ફિલ્મીગીતો, ગેરફિલ્મી ગીતો, તુલસીદાસજીની ચોપાઇઓ કે ગાલિબની ગઝલો, રેડિયો પરથી કે કોઇપણ બીજા માધ્યમથી સાંભળીએ છીએ ત્યારે કોઇ બીજી જ લતા મંગેશકરને સાંભળતા હોઇએ તેવી અનુભૂતિ થાય છે. એમના કંઠના માધુર્યની ભવ્યતા, હવે ભવ્યતાની સરહદોની પાર જઇને દિવ્યતાની સરહદોમાં પ્રવેશી હોય - એટલે કે પાર્થિવ લતાજી અપાર્થિવ થતા એમના કંઠના માધુર્યની, એમની સંગીત સજ્જતાની, કવિની રચનાના ભાવપ્રદેશમાં પ્રવેશવાનીને એ રીતે કવિની અનૂભુતિ અનેક કંપોઝરની સૂરાવલીઓમાં પોતાને ઢાળવાની તેમની લાક્ષણિકતા વગેરેનું મહત્વ વધારે સમજાય છે... કદાચ તેથી જ આજે તેમની ગેરહાજરી વધારેને વધારે કઠે છે.
સાથે સાથે આજની ટેક્નોલોજી અને તેમાંય ખાસ કરીને ધ્વનિમુદ્રણ તકનીકથી લતાજી આપણી પાસે સચવાયા છે અને સચવાયેલા રહેશે એનો આનંદ પણ ખરો. નહીંતર તાનસેનની ગાયકીની આપણે વાત સાંભળતા આવ્યા છીએ પણ એ જમાનામાં ધ્વનિમુદ્રણની તકનિક ન હોવાને કારણે ભક્ત કબિર, કવિ ગાલિબ, મહાન ગાયક તાનસેનના તેમના જ અનાજમાં તેમને સાંભળવાનો કોઇ માધ્યમતો આપણી પાસે અત્યારે તો નથી. વિજ્ઞાન વિકસે અને બ્રહ્માંડમાં વિહરતા એ દિવ્ય અવાજોને આપણા કાન સુધી પાછા લાવવાની સિધ્ધી સુધી પહોંચે તો એને ત્યારે..... પણ લતાજી તો ધ્વનિ મુદ્રણના માધ્યમથી આપણી પાસે છે અને રહેશે.
વળી પાછા આગળ કરી તે વાત વાગોળી લઇએ આમ પણ આપણને કોઇ પણ માણસની હયાતીમાં તેને પૂર્ણરૂપે ઓળખવાની આદત નથી એના ચાલ્યા ગયા પછી જ એની ઓળખનું મહત્વ સમજાય છે. એવું જ મહદઅંશે નહીં તો થોડે ઘણે અંશે લતાજીના ચાલ્યા ગયા પછી એમની ગાયકીની ભવ્યતા અને દિવ્યતા ધીમે ધીમે સંગીતની અભિવ્યક્તિના નવા અર્થો ઉઘાડી આપે છે અને ત્યારે એક જુદી જ સમજ સાથે ફરી ફરી ''અરે વાહ!'' કહેવાઇ જાય છે, આતો થઇ એક સરેરાશ સંગીત પ્રેમી શ્રોતાની વાત...
વિશ્વ પ્રસિધ્ધ ગઝલ ગાયક ગુલામ અલીના ગળામાં આજે પણ લતાજીએ તેમને ભેટમાં આપેલું તાવીજ એક ઘરેણાની જેમ માત્ર શોભી રહ્યું નથી પણ કોઇપણ કાર્યક્રમમાં કે રેકોર્ડિંગની શરૂઆતમાં ગુલામ અલી તેમના ગળામાં લટકતા તાવીજને સ્પર્શી લે છે અને લતાજીએ ભેટમાં આપેલા તાવીજરૂપી આશિર્વાદને પોતાની પ્રસ્તુતિ શરૂ કરે છે. કદાચ ગુલામ અલીને પણ આજે લતાજીનાએ આશિર્વાદ એમની બિનહયાતીમાં વધારે અર્થપૂર્ણ અને પ્રભાવક લાગતા હશે.
કદાચ બધાજ સંગીત પ્રેમીઓની આજકાલ આવી જ અનુભૂતિ એમના કંઠની માધુર્યની સુગંધની લહેરથી બનીને, ગુંજતી હશે ને કહેતી હશેને કહેતી રહેશે... ''રહે ના રહે હમ, મહેકા કરેંગે.... ''