Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

36 ભાષામાં ગીતો ગાનાર લતાજીના ગુજરાતી ગીતો પણ રહ્યા સદાબહાર

લતા મંગેશકરજીના નિધનથી સંગીત જગતના સદાબહાર યુગનો અંત આવ્યો છે. વાત કરીએ લતાજીએ ગાયેલા ગીતોની તો લતા મંગેશકરજીએ વિશ્વની 36 ભાષામાં હજારો ગીતો ગાયા હતા અને 36 ભાષામાં ગુજરાતી પણ મોખરે છે.લતા દીદીએ ગુજરાતીમાં ગાયેલા ગીતો પર નજર કરીએ તો, 'મહેંદી તે વાવી માંડવેને તેનો રંગ ગયો ગુજરાત રે'... તે લતાજીનું સૌથી લોકપ્રિય ગુજરાતી ગીત છે. મોહમ્મદ રફી અને લતા મંગેશકરનું નયન ચકચૂર  ગીત પણ ગુજરાતીનàª
36 ભાષામાં ગીતો ગાનાર લતાજીના ગુજરાતી ગીતો પણ રહ્યા સદાબહાર
Advertisement
લતા મંગેશકરજીના નિધનથી સંગીત જગતના સદાબહાર યુગનો અંત આવ્યો છે. વાત કરીએ લતાજીએ ગાયેલા ગીતોની તો લતા મંગેશકરજીએ વિશ્વની 36 ભાષામાં હજારો ગીતો ગાયા હતા અને 36 ભાષામાં ગુજરાતી પણ મોખરે છે.
લતા દીદીએ ગુજરાતીમાં ગાયેલા ગીતો પર નજર કરીએ તો, 'મહેંદી તે વાવી માંડવેને તેનો રંગ ગયો ગુજરાત રે'... તે લતાજીનું સૌથી લોકપ્રિય ગુજરાતી ગીત છે. મોહમ્મદ રફી અને લતા મંગેશકરનું નયન ચકચૂર  ગીત પણ ગુજરાતીના શ્રેષ્ઠ ગીતોમાંથી એક છે. અન્ય ગીતોની વાત કરીએ તો, લતાજીએ ગાયેલું મારા તો ચિત્તનો ચોર, શામળિયો ગીત પણ સદાબહાર છે. 'દીકરી તો પારકી થાપણ કહેવાય' ગીત આજે પણ વિદાય વેળાએ લોકોને રડાવી દે છે.
મહેન્દ્ર કપૂર અને લતાજીનું "પાદડું લીલુંને રંગ રાતો ગીત' પણ ગુજરાતીનાં શ્રેષ્ઠ ગીતોમાં એક છે. અન્ય એક ક્લાસિક ગીતની વાત કરીએ તો, 'માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજો રે' ... અદભૂત ગીત છે. 'હે કાનુડા તોરી ગોવાલણ' ...ગીતે ગુજરાતીઓને એક જમાનામાં ઘેલું લગાડ્યું હતું. 'હંસલા હાલો ને હવે મોતીડા નહિ રે જડે'......લતાજીનું આધ્યાત્મિક ગુજરાતી ગીત પણ સાંભળવા જેવું છે. વેણીભાઈ પુરોહિતે લખેલું ને પુરૂષોત્તમ ઉપાધ્યાયે સંગીતબધ્ધ કરેલું માઝમ રાતે રે......ગીત પણ યાદગાર છે.
આમ, બોલિવૂડની સાથે અન્ય ભાષાઓમાં પણ ગીતો ગાઈ લતા મંગેશકરે બહોળો ચાહક વર્ગ ઉભો કર્યો હતો. લતા મંગેશકરની નિધનથી સમગ્ર દેશ શોકગ્રસ્ત થયો છે
Tags :
Advertisement

.

×