Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

છેલ્લો શો ફિલ્મ વિવાદમાં, FWICEએ કહ્યું- ઓસ્કાર માટે ખોટી પસંદગી, આ વિદેશી ફિલ્મની કોપી

ગુજરાતી ફિલ્મ છેલ્લા શોની (Chhello Show)ની ઓસ્કારમાં એન્ટ્રીનો વિરોધ થઈ રહ્યો છે. FWICE કહે છે કે આ એક વિદેશી ફિલ્મ છે અને તેની પસંદગીથી ભારત પર ખરાબ અસર પડશે. ક્રિટિક્સનું માનવું છે કે છેલ્લો શો એક કોપી ફિલ્મ છે., FWICEએ કહ્યું- ઓસ્કાર માટે ખોટી પસંદગી, આ વિદેશી ફિલ્મ છે.આ ફિલ્મને 2023 ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી ગુજરાતી ફિલ્મ નિર્માતા પાન નલિનની ફિલ્મ છેલ્લો શો વિવાદમાં આવી ગઈ છે. આ ફિલ્મનà
09:58 AM Sep 23, 2022 IST | Vipul Pandya
ગુજરાતી ફિલ્મ છેલ્લા શોની (Chhello Show)ની ઓસ્કારમાં એન્ટ્રીનો વિરોધ થઈ રહ્યો છે. FWICE કહે છે કે આ એક વિદેશી ફિલ્મ છે અને તેની પસંદગીથી ભારત પર ખરાબ અસર પડશે. ક્રિટિક્સનું માનવું છે કે છેલ્લો શો એક કોપી ફિલ્મ છે., FWICEએ કહ્યું- ઓસ્કાર માટે ખોટી પસંદગી, આ વિદેશી ફિલ્મ છે.


આ ફિલ્મને 2023 ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી 
ગુજરાતી ફિલ્મ નિર્માતા પાન નલિનની ફિલ્મ છેલ્લો શો વિવાદમાં આવી ગઈ છે. આ ફિલ્મને 2023 ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. હવે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) એ તેનો વિરોધ કર્યો છે. FWICE કહે છે કે આ ફિલ્મ ભારતીય ફિલ્મ નથી. તેમણે એમ પણ કહ્યું કે ફિલ્મની પસંદગીની પદ્ધતિ યોગ્ય નથી અને જ્યુરીને વિખેરી નાખવી જોઈએ. તમને જણાવી દઈએ કે છેલ્લો શોની પસંદગીની જાહેરાત ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા (FFI) દ્વારા કરવામાં આવી હતી. તેનું અંગ્રેજી શીર્ષક Last Film Show છે. આ ફિલ્મ ભારતમાં 14 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

સિદ્ધાર્થ રોય કપૂરે આ ફિલ્મ ખરીદી છે
FWICE પ્રમુખ  બી.એન. તિવારીએ મીડીયા સાથેની વાતચીતમાં કહ્યું કે, આ ભારતીય ફિલ્મ નથી અને પસંદગીની પ્રક્રિયા પણ ખોટી હતી. RRR અને ધ કાશ્મીર ફાઇલ્સ જેવી ઘણી ફિલ્મો હતી પરંતુ જ્યુરીએ વિદેશી ફિલ્મ પસંદ કરી હતી, જેને સિદ્ધાર્થ રોય કપૂરે ખરીદી હતી.

ભારતીય સિનેમા પર ખરાબ અસર પડશે
FWICE પ્રમુખ  બી.એન. તિવારીએ કહ્યું, "અમે ઈચ્છીએ છીએ કે ફિલ્મ ફરીથી ચૂંટાય અને જ્યુરી, જે ઘણાં જૂના સમયથી છે તેને વિખેરી નાખવામાં આવે." તેમાંથી અડધા ઘણા વર્ષોથી અહીં છે અને તેમાંથી મોટા ભાગના મૂવી જોતા નથી અને મત આપતા નથી. જો  છેલ્લો શો ફિલ્મને ઓસ્કાર માટે મોકલવામાં આવશે તો  તેની ભારત માટે ખરાબ અસર થશે. કારણકે ભારતીય ઈન્ડસ્ટ્રી મોટી સંખ્યામાં ગુણવત્તાયુક્ત ફિલ્મો બનાવવા માટે જાણીતી છે. તેમણે કહ્યું કે તેઓ આ અંગે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને પણ પત્ર લખશે.

અશોક પંડિતે પણ પોસ્ટ કર્યું હતું
તમને જણાવી દઈએ કે છેલ્લો શોની પસંદગી બાદ ફિલ્મ નિર્માતા અશોક પંડિતે પણ આ ફિલ્મ નકલ હોવાનો દાવો કર્યો હતો. અશોક પંડિતે છેલ્લો શો અને સિનેમા પેરાડિસોના પોસ્ટર શેર કર્યા અને લખ્યું કે છેલ્લો શો (Chhello Show) સિનેમા પેરાડિસોની, (Cinema Paradiso)ની નકલ છે. એવું કહેવામાં આવ્યું હતું કે FFI એ ફિલ્મ પસંદ કરવામાં ફરી ભૂલ કરી છે. મૂળ નિયમ મૌલિકતા છે જેને અવગણવામાં આવ્યું છે, નકલ કરવાથી ફિલ્મ ઓસ્કારમાં અસ્વીકારમાં થઇ શકે છે.

'RRR' ઓસ્કાર માટે કેમ પસંદ ન થઈ?
પસંદગી સમિતિએ 17 જાન્યુઆરીએ 'RRR'સહિત કુલ 13 ફિલ્મો જોઈ, અંતે ફિલ્મ ' છેલ્લો શો' પસંદ કરવામાં આવી.રાજામૌલી દ્વારા દિગ્દર્શિત ‘RRR’ (RRR) મૂવી અથવા વિવેક અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શિત ‘ધ કશ્મીર ફાઇલ્સ’ મૂવી 95મા ઓસ્કાર એવોર્ડમાં જશે. લોકોની ધારણા હતી કે ઓસ્કાર સ્પર્ધા માટે આ માંથી જ કોઇ એક ફિલ્મ  ભારતની પસંદગી થઈ શકે છે. પરંતુ  છેલ્લે ગુજરાતી ભાષામાં બનેલી પાન નલિનની ફિલ્મ ‘ છેલ્લો શો’ પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ એકેડેમી એવોર્ડ્સની ‘ફોરેન લેંગ્વેજ ફીચર ફિલ્મ’ કેટેગરીમાં સ્પર્ધામાં પસંદગી પામી છે. પસંદ કરેલ ‘ છેલ્લો શો’ વિશે વાત કરીએ તો ઘણા લોકો પૂછી રહ્યાં છે કે ફિલ્મ 'RRR' કેમ પસંદ કરવામાં આવી નથી. પસંદગી સમિતિના અધ્યક્ષ તાતી એસ. ટી.એસ.નાગભરણાએ આ અંગે તેમના રિપોર્ટમાં  જવાબ આપ્યો છે.


એવોર્ડ જીતવા માટે જરૂરી ગુણવત્તાને  ધ્યાનમાં રાખીને ‘છેલ્લો શો’ફિલ્મ વધુ યોગ્ય 
દર વર્ષે, ભારતમાંથી કોઇ એક ફિલ્મ સત્તાવાર રીતે ઓસ્કાર એન્ટ્રી માટે  પસંદ કરવામાં આવે છે અને તેને ઓસ્કાર માટે મોકલવામાં આવે છે. આ રીતે પસંદગી કરવાનો અર્થ એ છે કે મોકલાયેલી ફિલ્મ ખૂબ જ ખાસ હોવી જોઈએ. એવોર્ડ જીતવા માટે જરૂરી ગુણવત્તાને  ધ્યાનમાં રાખીને ‘છેલ્લો શો’ફિલ્મ વધુ યોગ્ય હોવાનું કહેવાય છે. 'ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા' દ્વારા આ ફિલ્મની પસંદગી કરવામાં આવી છે. 

ફિલ્મ હ્રદયસ્પર્શી હોવી જોઈએ. એ જ મહત્વનું છે
ટીએસ નાગભરાણા પસંદગી સમિતિના અધ્યક્ષ છે અને તેમણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે દરેક વ્યક્તિ વિચારે છે કે RRR પસંદ કરવામાં આવશે, તે પણ સારી ફિલ્મ છે. એ  વાસ્તવિકતાને નકારી શકાય તેમ નથી.  પરંતુ  અમારે જો કોઇ એક પસંદ કરવાનું હતું તો આ સારી ચોઇસ છે. અન્ય ફિલ્મ ક્રૂ તેમજ નિર્માતા માટે નિરાશા સ્વાભાવિક છે. ઓસ્કાર માટે પસંદગી પામવા માટે મનોરંજન, માસ ક્વોલિટી, માર્કેટિંગ, મેકિંગ, ફિલ્મ કલેક્શન મહત્વના નથી. તેમણે વધુમાં કહ્યું કે ફિલ્મની વાર્તા મહત્વપૂર્ણ છે લોકપ્રિયતા નહીં. ફિલ્મ હ્રદયસ્પર્શી હોવી જોઈએ. એ જ મહત્વનું છે.


દિગ્દર્શકે તેમના બાળપણના અનુભવોને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ બનાવી
આ પસંદગી સમિતિમાં કુલ 17 સભ્યો છે. જેમાં મોકલાવેલ 13 મૂવી જોવામાં આવી, અંતે ‘ છેલ્લો  શો’ મૂવી પસંદ કરવામાં આવી છે.  મીડિયા અહેવાલમાં નાગભરણે કહ્યું હતું કે આ એવી ફિલ્મ છે જે ભારતને અલગ રીતે રજૂ કરે છે. પાન નલિને ફિલ્મ ‘છેલ્લા શો’નું નિર્દેશન કર્યું છે. અંગ્રેજીમાં ‘ધ લાસ્ટ સિનેમા શો’ આ  ફિલ્મનું શીર્ષક છે. દિગ્દર્શકે તેમના બાળપણના અનુભવોને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં એક 9 વર્ષના છોકરાની વાર્તા છે જેને સિનેમાના પડદે રજૂ કરાઇ છે. 


9 વર્ષના બાળકની વાર્તા
તમને જણાવી દઈએ કે ગુજરાતી ફિલ્મ છેલો શોને બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરીમાં ભારતમાંથી પસંદ કરવામાં આવી છે. ભારતમાંથી સત્તાવાર પ્રવેશની રેસમાં એસએસ રાજામૌલીની RRR અને વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સ હતી. જો કે 'RRR' અને 'કાશ્મીર ફાઇલ્સ' નહીં, ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ઓસ્કાર માટે મોકલાશે. આ ફિલ્મ 9 વર્ષના બાળક સમયની વાર્તા છે. તે સિનેમા હોલના પ્રોજેક્શન બૂથમાં પ્રવેશ કરે છે. તે ટેકનિશિયનને જમવાનું સાથે લાંચ આપીને ફિલ્મ જુએ છે અને તેનું જીવન બદલાઈ જાય છે.
 
આ પણ વાંચો- RRR નહીં, ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' ઓસ્કાર-2023 માટે નોમિનેટ, જાણો ફિલ્મમાં શું છે ખાસ?
Tags :
ChhelloShowControversyChheloShowFWICEGujaratFirstkashmirfilesOscarAwardRRR
Next Article